STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

ગામની કે શહેરની વહુ

ગામની કે શહેરની વહુ

3 mins
2

"ચીકુ શૅકથી લઈને પાપડ શૅક સુધીની આ હાસ્યસભર અને મૂલ્યવાન સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે લગ્ન જીવનમાં ભૌતિક આધુનિકતા કે ગ્રામીણ ભોળપણ કરતા પારિવારિક સંસ્કારો અને પરસ્પર સમર્પણ જ સર્વોપરી છે."






મુંબઈના એક ભવ્ય અને સમૃદ્ધ બંગલામાં વૈભવની કોઈ જ કમી ન હતી. એ ઘરના મોભી એટલે કે શેઠ ધનસુખલાલ અને એમના ધર્મપત્ની શેઠાણી કમળાબાઈ. ઘરમાં ધન-દોલતની રેલછેલ હતી, પણ એક જ ચિંતા એમને કોરી ખાતી હતી—એમનો એકમાત્ર યુવાન પુત્ર મોહન. મોહન હવે જુવાન થઈ ગયો હતો અને એના લગ્નજીવનની ઉંમર થઈ ચૂકી હતી.

એક સાંજે ડાઈનિંગ ટેબલ પર ભોજન લેતી વખતે વાત નીકળી કે, "મોહન માટે વહુ ક્યાંથી લાવવી—ગાંમની કે શહેરની?"

શેઠાણીનો આગ્રહ હતો કે ગામડાની સંસ્કારી અને મહેનતુ છોકરી લાવવી, જે ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લે અને પરિવારને જોડી રાખે. જ્યારે શેઠજીનું માનવું હતું કે ગામડાની છોકરીઓ અસમંજસમાં મુકાઈ જાય છે અને તેમને શહેરના આધુનિક ધોરણો કે રીતિ-રિવાજોની ખબર નથી હોતી. આખરે શેઠાણીની જીત થઈ અને પરીક્ષા કરવા માટે બંને એક ગામડે પહોંચ્યા.


ગામમાં પહોંચીને શેઠજીએ એક સરપંચના ઘરની દીકરીની  પરીક્ષા લેવાનું વિચાર્યું. ચીકુની સીઝન હતી. શેઠજીએ સ્મિત સાથે કહ્યું, "બેટા, જરા ચીકુ શૅક (Chickoo Shake) લઈ આવો." બિચારી ગામડાની ભોળી છોકરી! એણે અંગ્રેજી કે આધુનિક કાફે કલ્ચરનું નામ ક્યારેય સાંભળ્યું ન હતું. એ મૂંઝાઈ ગઈ પણ રસોડામાં ગઈ. એણે ચાર તાજા ચીકુ લીધા, તેને તવા પર મૂકીને સેક્યા! ઉપર મસાલો છાંટીને એક સુંદર થાળીમાં ગરમાગરમ 'ચીકુ સેક' કરીને શેઠ-શેઠાણી સામે ધરી દીધા! શેઠજી તો માથું પકડીને બેસી ગયા.

શેઠજી નિરાશ થઈને મુંબઈ પાછા ફર્યા અને બોલ્યા, "જોયું શેઠાણીજી? ગામડાના લોકો આધુનિક જીવનશૈલીથી કેટલા અજાણ હોય છે!"


થોડા દિવસો પછી, શેઠજીના આગ્રહથી તેઓ મુંબઈની જ એક આધુનિક શિક્ષિત યુવતીને જોવા ગયા. હવે શેઠાણીએ વિચાર્યું કે, "ચાલો, આપણા શહેરની વહુની બુદ્ધિની પરીક્ષા પાપડ શેકાવીને કરીએ!" શેઠાણીએ કહ્યું, "બેટા, જરા પાપડ સેક લાવ."

શહેરની એ સ્માર્ટ છોકરી રસોડામાં ગઈ. એણે ચાર પાપડ લીધા, તેને મિક્સર-ગ્રાઇન્ડરમાં નાખ્યા, પાણી ઉમેર્યું અને સરસ મજાનો ગ્લાસ ભરીને 'પાપડ શૅક' બનાવીને લઈ આવી! શેઠ અને શેઠાણી એ પાપડ શૅક સામે તાકી જ રહ્યા—ગાંમ  અને શહેર બંનેની નરી મૂર્ખતા જોઈને તેઓ સુન્યવકાશ થઇ ગયા.


मूर्खस्य पञ्च चिन्हानि गर्वो दुर्वचनं तथा।

क्रोधश्च दृढवादश्च परवाक्येष्वनादरः॥

મૂર્ખ વ્યક્તિના પાંચ લક્ષણો છે—અભિમાન, ખરાબ બોલવું, ગુસ્સો, જીદપૂર્વક પોતાની વાત વળગી રહેવું અને બીજાના વચનોમાં અનાદર કરવો.


ગામ ની માટી મહેકે ને શહેરની રોનક જુદી,

સંબંધોની પીંછીથી દોરેલી આ કમત જુદી;

રૂપ કે રંગ ભલે ગમે તેવા હોય જગતમાં,

સંસ્કારના મોતીથી સજેલી એ કિંમત જુદી!


આ સમગ્ર ઘટના પછી શેઠ અને શેઠાણીની આંખો ખુલી ગઈ. તેઓ સમજ્યા કે છોકરી શહેરની છે કે ગામડાની, એનાથી કોઈ ફરક નથી પડતો.


સાચો જીવનસાથી તે છે જે નોકરી કરતી ન હોય તો પણ ચાલે, પણ પોતાના પતિને હંમેશાં મહેનતની સાચી કમાણી અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરિત કરે. ભલે રામ-સીતા જેવું દૈવી પાત્ર ન મળે, પરંતુ પતિ-પત્ની બંને પ્રભુ ભક્તિ અને સદાચારના પથ પર ચાલનારા હોવા જોઈએ. વહુ એવી હોવી જોઈએ જે સમગ્ર પરિવારને એક સૂત્રમાં મજબૂતાઈથી બાંધી રાખે અને સાક્ષાત્ લક્ષ્મીનું પ્રતિબિંબ બનીને ઘરને સ્વર્ગ બનાવે.

 

“ઘરની શોભા વહુથી, અને કૂળની શોભા સંસ્કારથી.”






 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational