STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

સ્વાવલંબનનો દીપ

સ્વાવલંબનનો દીપ

4 mins
0

પરાવલંબનથી જીવનમાં નિષ્ક્રિયતા અને કૃતઘ્નતા વધે છે, આથી ભિક્ષાનો ત્યાગ કરીને પોતાના પુરુષાર્થ અને શ્રમથી સક્ષમ બનવું જ માનવજીવનનું પરમ કર્તવ્ય છે.

 


 




दाता कः कल्पवृक्षश्च कामधेनुश्च कः परः।

चिन्तितस्य प्रदातारौ दातारौ भुवि दुर्लभाः।।

કલ્પવૃક્ષ અને કામધેનુ દાતા બને છે, પરંતુ ચિંતાને દૂર કરીને નિઃસ્વાર્થભાવે આપનારા દાતાઓ પૃથ્વી પર અત્યંત દુર્લભ છે.


એક સુંદર ગામમાં એક ખૂબ જ ધનિક વ્યક્તિ રહેતો હતો. તે માત્ર ધનવાન જ નહોતો, પરંતુ કરુણાની મૂર્તિ પણ હતો. તેના હૃદયમાં ગરીબો અને નિરાધાર લોકો માટે અસીમ કરુણા પ્રવાહિત થતી હતી. તેણે ગામના તમામ ગરીબો, લાચાર લોકો અને ભિખારીઓ માટે માસિક સહાયતાની વ્યવસ્થા કરી હતી. કોઈ ભિખારીને દસ રૂપિયા મળતા, તો કોઈને વીસ રૂપિયા મળતા. બધા જ લોકો મહિનાની પહેલી તારીખે આવીને પોતાની સહાયતા પ્રાપ્ત કરતા હતા. વર્ષોથી આ પરંપરા ચાલી આવતી હતી.


ત્યાં એક અત્યંત ગરીબ ભિખારી રહેતો હતો. તેનો મોટો પરિવાર હતો. આથી તેને દર મહિને પચાસ રૂપિયા મળતા હતા. તે દરેક મહિનાની પહેલી તારીખે ખુશીથી પોતાનું ધન પ્રાપ્ત કરીને ઘરે જતો હતો.

સમયનું ચક્ર ફરતું રહ્યું. એકવાર મહિનાની પહેલી તારીખ આવી. તે વૃદ્ધ ભિખારી હંમેશની જેમ ધન લેવા માટે ઉપસ્થિત થયો. પરંતુ ધનિકના પ્રબંધકે (મેનેજરે) દુઃખ વ્યક્ત કરતા કહ્યું—"હે ભિખારી! આજની સ્થિતિ થોડી વિપરીત છે. હવે પચાસ રૂપિયાના સ્થાને માત્ર પચ્ચીસ રૂપિયા જ તને આપી શકાશે."

તે સાંભળીને તે ભિખારી ક્રોધ માં આવી  ગયો. તેણે તીખા અવાજે કહ્યું—"આનો અર્થ શું છે? આ અન્યાય કેમ? હું શરૂઆતથી જ પચાસ રૂપિયા મેળવતો આવ્યો છું અને તે મારો અધિકાર છે. પૂરા પચાસ રૂપિયા  લીધા વિના હું અહીંથી નહીં ખસું. આ પચ્ચીસ રૂપિયા આપવાનું શું કારણ છે?"

પ્રબંધકે નમ્રભાવે કહ્યું—"જેના દાનેથી તું જીવન જીવે છે, તે શ્રેષ્ઠીની એકમાત્ર પુત્રીનો વિવાહ છે. લગ્નનો ખર્ચ ખૂબ મોટો છે, કરોડોનો વ્યય થશે. તેથી આ સમયે ધનની થોડી મુશ્કેલી છે. વ્યવસ્થા કરીને ભવિષ્યમાં જોવાય, અત્યારે તો પચ્ચીસ રૂપિયા જ આપી શકાશે."


ત્યારે તે ભિખારીએ ટેબલ  પર જોરથી મુક્કો મારીને ઊંચા અવાજે કહ્યું—"આનો આશય શું છે? તું મને શું સમજે છે? મારા પૈસા કાપીને પોતાની દીકરીના લગ્ન કરો છો? જો પોતાની દીકરીના લગ્નમાં રૂપિયા ઉડાવવા હોય તો તમારું બાકીનું પોતાનું ધન વાપરો, મારા ભાગમાંથી કેમ કાપો છો?"


અરે રે! કેવા આશ્ચર્યની વાત છે! જે ધન તેમને અપેક્ષિત સહાયતા રૂપે મળતું હતું, તેને જ તેઓ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનીને બેઠા હતા. જ્યાં સુધી ધન મળતું રહ્યું, ત્યાં સુધી ક્યારેય તે મહાદનિક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી નહોતી, કે ક્યારેય 'આભાર' પણ કહ્યું નહોતું.


આ વાત તે મહાદનિકના કાને પહોંચી. તેણે યાચકોની આ પ્રકારની ઉદ્ધતાઈ અને કૃતજ્ઞતા જોઈને ગંભીર ચિંતા અનુભવી. તેણે વિચાર્યું—"મેં આ ધન એટલા માટે આપ્યું હતું કે તેમની જરૂરિયાતો પૂરી થાય, તેમનું મૂળભૂત જીવન સુરક્ષિત બને. ત્યારબાદ તેઓ પોતાના પરિશ્રમથી ધન કમાઈને સ્વાવલંબી બને. પરંતુ આ તો વિપરીત  જ થયું! મારા આપેલા ધનથી તેમના જીવનમાં આળસ અને નિષ્ક્રિયતા આવી ગઈ. અને ઉદ્ધત બની ગયા. પોતાના પરિશ્રમનો ત્યાગ કરીને તેઓ બે બાળકોના સ્થાને બાર બાળકોના જનક બની ગયા અને માત્ર વસ્તી વધારી, પરંતુ કર્મઠતા છોડી દીધી."

 

ત્યારબાદ મહાદનિકે કઠોર નિયમ પરિવર્તન કર્યું. તેણે ઘોષણા કરી—"હવે પછી બિનજરૂરી અને અકાર્ય માટે નિઃશુલ્ક ધન નહીં અપાય. જે વાસ્તવિક જરૂરિયાતમંદ છે, જેમ કે નિરાધાર વિધવાઓ જેમને કોઈ સહાયક નથી, તેમને જીવનનિર્વાહ માટે પૂર્ણ ધન અપાશે. બાકીના બધા લોકો પોતાના કર્મથી અને શ્રમથી જ ધન કમાશે. તેમને કામ અપાશે અને શ્રમનું સાચું મૂલ્ય પ્રાપ્ત કરશે."


મેહનત વિના મળે જે સઘળું, તેનું મૂલ કદી ના સમજાયું।

શ્રમ જ સાચો ભાગ્ય વિધાતા, ઉદ્યમ હીન ન કોઈ બચાવ્યું।।

ભિખારી બનીને જીવે જે કોઈ, સ્વાવલંબન ભૂલી જાય સદાય।

તેનો પરાજય નક્કી છે જગમાં, ઉદ્યમ વિના ના ઈશ્વર ફળદાય।।

 

તે વૃદ્ધ ભિખારીના વિષયમાં વિચારો. લાંબા સમયથી તેને પચાસ રૂપિયા મળતા હતા. તે તેની ટેવ  પડી ગઈ હતી અને તેને પોતાનો અધિકાર માની બેઠો હતો. તે રૂપિયાને પોતાનું જ માનતો હતો. તેમાંથી પચ્ચીસ રૂપિયા ઓછા થતા તેનો વિરોધ સ્વાભાવિક હતો. પરંતુ જે ધન વિના મહેનતે મળ્યું હતું, તેના માટે ક્યારેય કૃતજ્ઞતા પ્રકટ કરવામાં આવી નહોતી.


कृतघ्नस्य कुतो निष्कृतिः?

કૃતઘ્ન વ્યક્તિનો (ઉપકાર ભૂલી જનારનો) ક્યારેય ઉદ્ધાર થતો નથી.)


આરક્ષણની (Reservation) વર્તમાન સ્થિતિ પણ બિલકુલ આવી જ છે. સમાજમાં કેટલાક વિશેષાધિકારો રૂપી સહાયતાઓ આપવામાં આવી હતી. શાસને જ્યારે તેમાં થોડો સુધારો કર્યો, ત્યારે સમાજમાં મોટો હોબાળો મચી ગયો. બધા અધિકારો સંપૂર્ણપણે સમાપ્ત નથી કરવામાં આવ્યા, પરંતુ માત્ર તેના દુરુપયોગ (Misuse) ને રોકવાનો નાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો પછી આટલો બરોબર વિરોધ કેમ?


उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीः दैवेन देयमिति का पुरुषः वदन्ति।

दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या, यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः।।

ઉદ્યમશીલ પુરુષ પાસે લક્ષ્મી સ્વયં આવે છે. કાયર લોકો જ "નસીબમાં હશે તો મળશે" એમ કહે છે. તેથી ભાગ્યને બાજુ પર મૂકીને પોતાની આત્મશક્તિથી પુરુષાર્થ કરો.


"સક્ષમ બનો, ભિખારી નહીં."






 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational