STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

બંધ મુઠ્ઠી લાખની

બંધ મુઠ્ઠી લાખની

3 mins
1

"માન અને અપમાન મનુષ્યના જીવનની સૌથી મોટી મૂડી છે; જ્યારે પ્રતિષ્ઠા દ્યુતમાં દાવ પર લાગે, ત્યારે રાજા કે રંક બંને સરખા બની જાય છે."

એક નગરની વાત છે. સુજલામ્ સુફલામ્ ધરા પર વસતી પ્રજા સુખી હતી, અને રાજા ન્યાયી તથા પ્રજાપ્રેમી હતા. રાજ્યના કલ્યાણ માટે ધર્મ અને શ્રદ્ધાના પ્રતિકસમા એક ભવ્ય પ્રાચીન શિવાલયમાં આગામી પૂર્ણિમાના દિવસે રાજાએ પૂજા-અર્ચના અર્થે પધારવાની જાહેરાત કરી.

આ ઘોષણા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન ન હતી, પરંતુ તે કીર્તિ અને પ્રભાવનું પ્રદર્શન પણ હતું. રાજાના આગામી સ્વાગતને લઈ સમગ્ર નગરીમાં ઉત્સાહ વ્યાપી ગયો. મંદિરના મુખ્ય પૂજારીની ખુશીનો પાર ન રહ્યો.


રાજાના આગમનને અનુલક્ષીને પૂજારીએ મંદિરના રંગરોગાન, સજાવટ અને ભવ્યતા વધારવા માટે આકાશ-પાતાળ એક કરી દીધાં. પોતાની હેસિયત કરતાં મોટો દેખાવ કરવા માટે તેણે સાહુકારો પાસેથી ₹ 6000/- (છ હજાર રૂપિયા) નું મોટું દેવું કરી લીધું.


अतिपरिचयादवज्ञा संत लगातार देशेषु संभवेत्।

पूज्यो भवति चान्यत्र गुर्होर्दर्शमलाघवम्॥

અતિશય દેખાડો કે અયોગ્ય મહત્ત્વાકાંક્ષા વ્યક્તિને લઘુતા તરફ દોરી જાય છે, અને સાચી ભક્તિ બાહ્ય આડંબરથી નહીં પરંતુ શુદ્ધ ભાવથી થાય છે.


નિયત તિથિએ મહારાજ દરબારીઓ  સાથે મંદિરના પ્રાંગણમાં પધાર્યા. ભાવવિભોર થઈને તેમણે વિધિપૂર્વક પૂજા-અર્ચના સંપન્ન કરી. પૂજા પૂર્ણ થયા બાદ, આરતીની થાળીમાં શ્રદ્ધા કે ભેટ સ્વરૂપે માત્ર ચાર આના (ચવાણી) મૂક્યા અને લાલસાભર્યા મનને અધૂરૂં છોડીને રાજા પોતાના રાજમહેલ તરફ પ્રયાણ કરી ગયા.


પૂજારીની આશા પર પાણી ફરી વળ્યું. ₹ 6000/- નું દેવું અને બદલામાં માત્ર ચાર આના! ક્રોધ, નિરાશા અને લોભની આગમાં તપેલા પૂજારીએ નગરમાં ઢંઢોરો પીટાવ્યો કે, "સ્વયં મહારાજા દ્વારા પ્રદત્ત પવિત્ર વસ્તુની જાહેર નીલામી કરવામાં આવશે!"

નીલામીના મંચ પર પૂજારીએ પોતાની મુઠ્ઠી કસીને બંધ કરી દીધી હતી. તેણે ચાર આના હથેળીમાં રાખ્યા હતા, પણ મુઠ્ઠી એવી રીતે બંધ રાખી કે કોઈ જોઈ ન શકે. પ્રજામાં કુતૂહલ જાગ્યું.


લોકોએ વિચાર્યું કે રાજાએ આપેલી વસ્તુ સામાન્ય કેમ હોઈ શકે? તે તો અત્યંત અમૂલ્ય અને દૈવી હોવી જોઈએ! આ ભ્રમણાના જોરે નીલામીની બોલી આસમાને પહોંચી. બોલી ₹ 10,000/- થી શરૂ થઈ અને જોતજોતામાં ₹ 50,000/- સુધી પહોંચી ગઈ! છતાં પૂજારી તે "અજ્ઞાત વસ્તુ" આપવાનો ઇનકાર કરી દીધો.


આ અદ્ભુત અને હાસ્યાસ્પદ સમાચાર વાયુવેગે રાજાના કાનો સુધી પહોંચ્યા. રાજા સ્તબ્ધ થઈ ગયા — 'મેં તો માત્ર ચાર આના આપ્યા હતા, અને આ લુચ્ચા  પૂજારી એ મારી આબરૂના ધજાગરા કરી રહ્યો છે!'

મુઠ્ઠીમાં મનસુબા બાંધી નીકળ્યો તો લાલચમાં,

આબરૂનો સોદો થયો રાજાની એ આણ,

સવા લાખે ખરીદી લીધી ખુદની જ ઇજ્જત ત્યાં,

ખુલી ગઈ જ્યા મુઠ્ઠી તો નીકળતી માત્ર ધૂળ સમાન!


રાજાએ તત્કાલ પોતાના સૈનિકોને મોકલીને પૂજારીને રાજદરબારમાં હાજર કર્યો. ભયભીત પૂજારી સમક્ષ રાજાએ ગંભીર મુદ્રામાં હાથ જોડીને યાચના કરી:

"હે પૂજારી! મારી પ્રજા સમક્ષ મારી પ્રતિષ્ઠા મલિન ન થાય એટલા માટે મારી આ નાની ભેટની નીલામી બંધ કરી દે. તું તેના બદલામાં પચાસ હજાર નહીં, પણ સવા લાખ રૂપિયા સ્વીકાર અને મારી આબરૂ બચાવી લે!"


प्राणैः कण्ठगतैः अपि ह्रीर्धनं न परित्यजेत्।

प्राणाः प्रयान्ति विभवः क्षीयते न तु सञ्चितम्॥ ભર્તુહરિ 

 

પ્રાણ ભલે કંઠ સુધી આવી જાય, પણ માણસે પોતાની આબરૂ અને લાજ ક્યારેય છોડવી જોઈએ નહીં. ધન અને વૈભવ તો નાશ પામે છે, પણ સન્માન શાશ્વત રહે છે.


રાજાએ પ્રજાની નજરમાં પોતાની અખંડ કીર્તિ જાળવી રાખવા માટે સવા લાખ રૂપિયા ચૂકવીને પોતાની "બંધ મુઠ્ઠી"નો સોદો કરી લીધો.


આ ઘટના પછી નગરમાં એક નવી જ લોકકથા રચાઈ ગઈ, જે આજદિન સુધી ઘરઘરમાં ગુંજે છે:

"બંદ મુઠ્ઠી સવા લાખ કી, ખુલ ગઈ તો ખાક કી!"






 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational