STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

સંકલ્પ શક્તિ અને વોલ્ફ મેસિંગ

સંકલ્પ શક્તિ અને વોલ્ફ મેસિંગ

5 mins
0

 

સોળ વર્ષની વયે ટ્રેનમાં માત્ર એક કોરા કાગળને ટિકિટ સમજીને નિરીક્ષકને ભ્રમિત કરનાર વોલ્ફ મેસિંગે પોતાની અદભુત સંકલ્પશક્તિ અને આત્મબળથી આખી દુનિયામાં ખ્યાતિ મેળવી. સોવિયેતસંગ ના લોહપુરુષ સ્ટેલિનના કિલ્લા જેવા સુરક્ષા વ્યુહ અને બેંકમાંથી કોરા કાગળ પર રૂપિયા કઢાવવાની અસંભવ પરીક્ષાઓમાં પણ તેણે પોતાના મનના અચેતન બળથી સફળતા મેળવી. આ રોમાંચક ઘટના સાબિત કરે છે .  મનની એકાગ્રતા અને પ્રચંડ સંકલ્પશક્તિ દ્વારા દુનિયાના કોઈપણ અસંભવ કાર્યને પણ સંભવ બનાવી શકાય છે.

 


 



વોલ્ફ મેસિંગ (1899–1974) 20મી સદીના એક અત્યંત ચર્ચિત કલાકાર હતા, જેઓ યુરોપ અને સોવિયેત સંઘમાં પોતાના ‘માઇન્ડ રીડિંગ’ (Mind Reading) અને માનસિક ચમત્કારો માટે જાણીતા હતા. લોકો તેમને ભવિષ્યવેત્તા અથવા પારામનોવૈજ્ઞાનિક માનતા હતા, જ્યારે ઘણા વિશ્લેષકો તેમને ઇતિહાસના એક મહાન ભ્રમક (Illusionist/Stage Magician) અને મનોવૈજ્ઞાનિક તકનીકોના નિષ્ણાત તરીકે જુએ છે.


જર્મનીની ધરતી પર ઇસ ૧૯१० નો એ શિયાળાનો દિવસ હતો. એક ભારે ભીડવાળી ટ્રેનમાં સોળ વર્ષનો એક તરુણ શ્વાસ રોકીને બેઠો હતો. ગરીબી અને વિષમ પરિસ્થિતિઓને કારણે ખિસ્સામાં ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. અચાનક ડબ્બામાં ટિકિટ નિરીક્ષક આવતાં જ એ કિશોરે સીટની નીચે સંકોચાઈને છુપાઈ જવાનો નિરર્થક પ્રયાસ કર્યો, કિંતુ કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું; તે અધિકારીની બાજ નજરથી બચી ન શક્યો. અધિકારીએ કઠોર સ્વરમાં ટિકિટ માંગી. ખિસ્સામાં ટિકિટ તો દૂર, ખિસ્સામાં છુટ્ટા પૈસા પણ ન હતા. તે જ ક્ષણે સીટની બાજુમાં પડેલો એક સમાચાર પત્ર નો  ટુકડો તેની નજરે ચઢ્યો. કિશોરે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ કાગળના ટુકડાને હાથમાં લીધો. તેના ભીતરના આંતર-ચેતનાના તાર ઝણઝણી ઉઠ્યા. તેણે આંખો બંધ કરીને અસીમ આત્મબળ સાથે એક જ દ્રઢ સંકલ્પ કર્યો— "આ જ સાચી ટિકિટ છે!"

તેનું મન અવિરત એ જ ગુંજારવ કરવા લાગ્યું: "હે પરમાત્મા! આ કાગળ તેને અસલી ટિકિટ જ દેખાય!"

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः।

મનુષ્ય માટે મન જ બંધન અને મુક્ષીનું મુખ્ય કારણ છે.


અધિકારીએ જ્યારે તે કાગળ હાથમાં લીધો, ત્યારે તે તરુણના આશ્ચર્યનો પાર ન રહ્યો. નિરીક્ષકે કાગળ ફેરવીને પાછો આપતા અતિ આશ્ચર્યથી કહ્યું: "શું તું ગાંડો થઈ ગયો છે? જ્યારે તારી પાસે ટિકિટ છે , તો પછી આ સીટની નીચે છુપાઈને ડરવાનું શું કારણ  છે?"

આ ઘટનાએ એ કિશોરના મનને હચમચાવી દીધું. આગળ જતાં વિશ્વવિખ્યાત મનોવૈજ્ઞાનિક વોલ્ફ મેસિંગ (Wolf Messing) બનનાર એ પ્રતિભાએ પોતાની આત્મકથા 'अबाउट माई सेल्फ' માં આ દિવ્ય સત્યને અંકિત કરતાં લખ્યું છે કે તે જ ક્ષણે તેનું આખું જીવન બદલાઈ ગયું. જે ક્ષણે તે પોતાને અસહાય અને મૂર્ખ માનતો હતો, તેને પ્રતીતિ થઈ કે માનવ શરીર માત્ર માંસ-હડપચીનું પિંડ નથી, પણ તેની ભીતર અનંત બ્રહ્માંડ જેવી શક્તિઓ સોતી પડેલી છે.


વર્ષ ૧૯૧૦ થી ૧૯૫૦  ના કાળખંડમાં મેસિંગે વૈશ્વિક સ્તરે અપાર પ્રતિષ્ઠા અર્જિત કરી. તેની અદ્ભુત સંકલ્પશક્તિ અને માનસિક પ્રભાવના પરીક્ષણો જગતના સર્વોચ્ચ વૈજ્ઞાનિકો અને મનીષીઓ સમક્ષ થયા. સોવિયેત  યુનિયનના લોહપુરુષ જોસેફ સ્ટેલિન જેવા પ્રચંડ મનોબળ વાળા શાસક પણ મેસિંગની આ અદભુત અતીન્દ્રિય ક્ષમતાથી ભયભીત થઈ ગયા. સત્યની પરખ કરવા માટે સ્ટેલિન જાતે મેસિંગની અગ્નિપરીક્ષા લેવા માટે ઉતરી આવ્યા.


સ્ટેલિનનો આદેશ છુટ્યો — "કાલે બપોરે બે વાગ્યે તને આ સુરક્ષિત બંદીગૃહમાંથી મુક્ત કરવામાં આવશે. મારા સશસ્ત્ર સૈનિકો તને મોસ્કોના સર્વોચ્ચ બેંકમાં લઈ જશે. તારે માત્ર પોતાની વાણી અને મનોબળના પ્રભાવથી બેંકના ખજાનચી (Cashier) પાસેથી પૂરા એક લાખ રૂપિયા કઢાવીને લાવવાના છે. ધ્યાન રહે, તું કોઈ શસ્ત્ર કે હથિયારનો ઉપયોગ નહીં કરી શકે!"


બીજા દિવસે બેંકની આસપાસ સૈનિકોનો વ્યુહ રચાઈ ગયો. મેસિંગે ખિસ્સામાંથી એક સાદો કોરો કાગળ કાઢ્યો, એકાગ્ર નયનોથી તેને નિહાળ્યો અને બેંકના કેશિયરને સોંપી દીધો. કેશિયરે તે કોરા કાગળને એક સત્તાવાર ચેક સમજીને અતિ આદરપૂર્વક ગણીને પૂરા એક લાખ રૂપિયા મેસિંગના હાથમાં મૂકી દીધા!


જ્યારે મેસિંગ તે ધનરાશિ લઈને સ્ટેલિન સમક્ષ પ્રગટ થયો, ત્યારે સ્ટેલિનની આંખો વિસ્મયથી ફાટી ગઈ. ત્યારબાદ મેસિંગ પ્રામાણિકતા દાખવીને તુરંત તે બેંકમાં પાછો ફર્યો અને ખજાનચીને વાસ્તવિકતા જણાવી.


मनसि अन्यत् वचसि अन्यत् कर्मणि अन्यत् दुरात्मनाम्। 

मनसि एकं वचसि एकं कर्मणि एकं महात्मनाम्॥

દુરાત્મા (દુષ્ટ) માણસોના મનમાં કંઈક બીજું હોય છે, વાણીમાં કંઈક બીજું કહે છે અને કર્મમાં કંઈક બીજું જ કરે છે.

પરંતુ મહાત્માઓના મનમાં જે હોય છે, તે જ તેમની વાણીમાં હોય છે અને તે જ તેમના કર્મમાં પણ પ્રગટ થાય છે. અર્થાત્ તેમના મન, વચન અને કર્મમાં સંપૂર્ણ એકરૂપતા, પ્રમાણિકતા અને નિષ્ઠા હોય છે.



જ્યારે ખજાનચીએ તે કાગળને ફરીથી નિહાળ્યો, ત્યારે તે માત્ર એક કોરો કાગળ હતો! એ આઘાતથી તે બિચારો બેંક ક્લર્ક હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને દિવસો સુધી પથારીવશ રહ્યો.


સ્ટેલિન આટલાથી સંતુષ્ટ ન થયો. તેણે રાત્રિના બાર વાગે  પોતાની અત્યંત સુરક્ષિત અને કડક ચોકીવાળા કારાગૃહ માંથી મેસિંગને સહીસલામત પોતાની સમક્ષ હાજર થવાનો બીજો આદેશ આપ્યો. કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, બરાબર નિર્ધારિત સમયે મેસિંગ સ્ટેલિનના રૂમમાં સ્મિત રેલાવતા પ્રગટ થયો!


આશ્ચર્ય સાથે  સ્ટેલિને પૂછ્યું— "આ અસંભવ કાર્ય તું કઈ અદભુત શક્તિના બળે કરી શક્યો?"


મેસિંગે સ્મિત સાથે કહ્યું— "આ બીજું કઈં નહીં, માત્ર 'સંકલ્પ બલ' નો ચમત્કાર છે. મેં મારા મનને એક લક્ષ્ય પર એકાગ્ર કર્યું. દરવાજા પર તૈનાત સૈનિકો પાસે જઈને મેં માત્ર એટલું જ આદેશાત્મક સ્વરે કહ્યું— 'હું બેરિયા છું!' (જે તે સમયે  સોવિયેત  સેનાના સર્વોચ્ચ અધિકારી હતા. મારા આત્મવિશ્વાસભર્યા પ્રભાવ અને ઘોષણાથી પ્રભાવિત થઈને એક પછી એક સાત સુરક્ષા પંક્તિઓના સૈનિકોએ મને ખુશીથી આગળનો રસ્તો બતાવી દીધો!"


અંતરઘાટે અગ્નિ પ્રગટે, સંકલ્પનો દીપ જગે જ્યારે,

અભેદ્ય કિલ્લાઓ પણ નમે, ખુદ કિસ્મત ઝૂકે ત્યારે;

ના અસ્ત્ર કામ આવે કહીં, ના શસ્ત્રની દરકાર રહે,

મન જીતે જે જગ આખો, એ સાચો વીર કલાકાર રહે.


ત્યારબાદ સ્ટેલિનના નિયુક્ત મનોવિજ્ઞાની 'નામોર' દ્વારા લાંબા સંશોધન પછી આખરે એ વૈજ્ઞાનિક સત્ય સ્વીકારવું પડ્યું કે— માનવ મનનું અચેતન મન (Subconscious Mind) ચેતન મન કરતાં અનેકગણું શક્તિશાળી છે. આ જ પ્રચંડ સંકલ્પશક્તિ અને સંમોહન વિદ્યા દ્વારા ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને દૈનિક જીવનમાં પણ પ્રભાવશાળી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. જે મનુષ્ય પોતાના મનને સાધે છે, તે આખી દુનિયાને પ્રભાવિત કરવાની ક્ષમતા હસ્તગત કરી લે છે.


योगः कर्मसु कौशलम्। શ્રીમદ ભગવદ ગીતા

કાર્યોમાં કુશળતા જ યોગ છે, અને મનની એકાગ્રતા જ સાચી સાધના છે.






 

 





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational