એકાકી ન રમતે
એકાકી ન રમતે
અહંકારના અતિરેકમાં ગુરુથી અલગ થઈને એકલા પડી ગયેલા તેજસ્વી કોલસાની સચોટ કથા, જે વાંચકને સંગઠન, નમ્રતા અને સનાતન ધર્મના સાચા સમષ્ટિગત મૂલ્યોનું અદ્ભુત દર્શન કરાવે છે.
"एकाकी न रमते" बृहदारण्यक उपनिषद (1.4.3)
"स एकाकी न रमते।"
"स द्वितीयमैच्छत्।"
"स आत्मानं द्वेधा पातयत्।"
"पतिश्च पत्नीश्चाभवत्।"
આ બધા શ્રુતિવચનો કહે છે:—
તેઓ એકલા રમણ કરતા નથી.તેમણે બીજાની ઇચ્છા કરી.તેમણે પોતાનામાંથી જ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું.તેઓ જ પતિ પણ બન્યા અને તેઓ જ પત્ની પણ બન્યા.એક પરમ પવિત્ર અને દિવ્ય આશ્રમનું વાતાવરણ હતું. જ્યાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ની ત્રિવેણી સહેજે વહેતી હતી. તે આશ્રમમાં એક પરમ કરુણાળુ અને સિદ્ધ સદ્ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. સદ્ગુરુના પરમ પવિત્ર ચરણોમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવા અનેક મુક્ષુજનો આવતા. પરંતુ, સમયની ગતિ સાથે મનની મલિનતા પણ ક્યારેક ઘર કરી જાય છે. તે સદ્ગુરુના આશ્રમમાં રહેલા શિષ્યો માં એક અજબ દોડધામ મચી હતી. દરેક શિષ્યને એમ લાગતું હતું કે, "હું જ સૌથી મોટો મહાજ્ઞાની છું, મારા જેવું જ્ઞાન આ જગતમાં કોઈની પાસે નથી."
આ અહંકાર અને શ્રેષ્ઠતાની હોડ ધીમે ધીમે આશ્રમના શાંત વાતાવરણને દૂષિત કરી રહી હતી. શિષ્યો ની આ માનસિક દુર્બળતાને અંતરયામી સદ્ગુરુ પારખી ગયા.
એક શિયાળાની સવાર હતી. આશ્રમની ઠંડી હવાને ચીરતી સૂર્યની કિરણો ધરા પર આવી રહી હતી. સદ્ગુરુએ પોતાના તમામ અહંકારી શિષ્યો ને પોતાના વિશેષ કક્ષમાં બોલાવ્યા. કક્ષની મધ્યમાં એક મોટી તાપણું સળગી રહ્યું હતું , જેમાં મોટા અને સળગતા કોલસાઓ પોતાના અગ્નિથી સમગ્ર વાતાવરણને ઉષ્મા અને તેજ આપી રહ્યા હતા.
સદ્ગુરુએ પોતાના મંદ સ્મિત સાથે શિષ્યો ની સામે જોયું અને અત્યંત મધુર પરંતુ ગંભીર સ્વરે કહ્યું,
"હે વત્સો! આ અંગીઠીમાં જે સૌથી મોટો અને પ્રચંડ અગ્નિથી સળગતો કોલસો છે, તેને સાણસી વડે ઉપાડીને મારી બરાબર પાસે મૂકી દો, જેથી હું તેની પ્રખર તપનને ખૂબ નજીકથી ઠાર ને દુર કરી શકું."
ગુરુની આજ્ઞા શિરોમાન્ય ગણીને, તે મહાજ્ઞાની બનવાની હોડમાં રહેલા એક શિષ્યોએ સત્વરે આગળ વધીને એક વિશાળ અને ધખધખતો કોલસો સાણસીથી બહાર કાઢ્યો અને ગુરુની સમીપ મૂકી દીધો.
પરંતુ, જે અંગારો ક્ષણભર પહેલાં તાપણાની સંગતમાં સૂર્ય સમાન તેજસ્વી દેખાતો હતો, તે વાતાવરણના સંપર્કમાં આવતા જ પોતાની જાતિ અને સંગના અભાવે ધીમે ધીમે મંદ પડવા લાગ્યો. તેના પર રાખની એક સફેદ ચાદર જામતી ગઈ. જોતજોતામાં તે પ્રચંડ અંગારો માત્ર એક નિર્જીવ અને કાળો કોલસો બનીને ઠરી ગયો. તેની બધી જ ઉષ્મા, તેનું બધું જ તેજ ક્ષણભરની અંદર વિલીન થઈ ગયું.
આ દ્રશ્ય જોઈને સદ્ગુરુએ તે ઠરી ગયેલા કોલસા તરફ આંગળી ચીંધી અને અત્યંત ગહન દાર્શનિક શૈલીમાં બોલ્યા:
"હે શિષ્યો! તમે સૌ ભલે લાખ વિદ્વાન હો, લાખ શાસ્ત્રોના જ્ઞાતા હો, પણ યાદ રાખજો—"
“अनेसं तु सुभिक्खं वा, दुब्भिक्खं वा पि होति च।
सहाया सहचरित्वा च, न हि पहाय गच्छति।।”
સારા કે ખરાબ દિવસોમાં, વિપત્તિ કે સમૃદ્ધિમાં, સાચા મિત્રો અને સહકર્મીઓ ક્યારેય એકબીજાનો સાથ છોડીને એકલા આગળ વધતા નથી.
संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे संजानाना उपासते ॥ — ऋग्वेद १०.१९१.२
સાથે ચાલો, સાથે બોલો, તમારા મન પણ એકરૂપ રાખો. જેમ પ્રાચીન દેવોએ એકતા અને સહકારથી પોતાના કાર્ય સિદ્ધ કર્યા, તેમ તમે પણ સંગઠિત બની કાર્ય કરો.
समानी व आकूतिः समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो यथा वः सुसहासति ॥ — ऋग्वेद १०.१९१.४
તમારા સંકલ્પ સમાન હોય, હૃદય સમાન હોય અને મન પણ એકરૂપ હોય, જેથી તમે સૌ મળીને સુખપૂર્વક અને સફળતાપૂર્વક કાર્ય કરી શકો.
સદ્ગુરુએ આગળ સમજાવતા કહ્યું, "આ કોલસો જ્યાં સુધી પેલી તાપણા ની અંદર અન્ય કોલસાઓની સંગતમાં હતો, ત્યાં સુધી તે અખંડ ઉષ્મા અને તેજ આપી રહ્યો હતો. પરંતુ, પોતાના અહંકારમાં જ્યારે તે એકલો પડી ગયો, ત્યારે તેની બધી જ શક્તિ નષ્ટ થઈ ગઈ. હવે ન તો તેનું કોઈ તેજ રહ્યું, ન તેનો કોઈ પ્રભાવ રહ્યો અને ન તો કોઈ તેની પ્રતિભાનો લાભ લઈ શક્યું."
“संसारतीर्थे कर्माणि, संहतानां हि सिद्धिदः।
अएको हि प्रदीप्तोऽपि, न करोति प्रकाशकम्।।”
સંસાર રૂપી તીર્થમાં કાર્યો ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે બધા સંગઠિત થઈને ચાલે. એકલો પડેલો દીવો પણ સમગ્ર અંધકારને દૂર કરી શકતો નથી.)
સદ્ગુરુએ શિષ્યો ના મસ્તિષ્ક પર હાથ મૂકતા પરમ ઉપદેશ આપ્યો: "મર્યાદાઓની તે સંગઠન રૂપી તાપણું જ સાચું તાપણું છે, જેમાં વ્યક્તિગત પ્રતિભાઓ સંયુક્ત થઈને સાર્થક બને છે. સનાતન ધર્મની આ મહાન તાપણામાં પ્રજ્વલિત ઉષ્મા અને ચેતનાને જો કાયમ રાખવી હશે, તો નાના-મોટા, ધનિક-ગરીબ સૌએ ભેગા મળીને સાથે જવું પડશે.
कलौ युगे सङ्घे शक्तिः।
કલિયુગમાં એકતામાં જ શક્તિ છે. સંગઠિત રહીને જ મોટા કાર્યો સિદ્ધ થાય છે.
જો લાકડી એકસૂત્રમાં બંધાયેલી હોય તો મજબૂત રહે છે અને છૂટી પડે તો તૂટી જાય છે."
આ દિવ્ય વાણી સાંભળીને તમામ શિષ્યોની આંખો ખૂલી ગઈ. તેમના મનનો અહંકાર ક્ષણભરની અંદર રાખ બનીને ઉડી ગયો. તેઓ સમજી ગયા કે સમષ્ટિ વિના વ્યક્તિનું કોઈ અસ્તિત્વ નથી.
અહંકારનો અગ્નિ જ્યારે બુઝાઈ જાય છે,
સંગઠનના સંગે જ સાચો પ્રકાશ થાય છે;
એકલો પડેલો માનવી ઠરી જાય જગમાં,
સંપીને જીવવામાં જ જીવન ખીલી જાય છે!
