Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

વ્યસનોથી છૂટાછેડા

વ્યસનોથી છૂટાછેડા

1 min
327


સીધા સાદા મહેશને ખરાબ સોબતમાં દારૂ, તમાકુનું વ્યસન થઈ પડેલું. રોજ દારૂ પીને આવી રાત્રે પત્ની કમુને મારે. સવાર પડે જાણે કંઈ જ બન્યું ન હોય એવું વર્તન. કમુને થાય કે જતી રહું. પરંતુ લગ્નનાં શરૂઆતનાં વર્ષો યાદ કરી અને બાળકોનાં ભવિષ્યનો વિચાર કરી ઘરમાં જ રહે.

મહેશે દારૂ ન પીધો હોય ત્યારે કમુ સમજાવે, દોસ્તોની સંગત સારી નથી છોડી દ્યો તો જ તમારૂં વ્યસન છૂટશે. રોજની કમુની વાતથી મહેશના હૈયે હરિ વસ્યા અને તમામ વ્યસનનો ત્યાગ કરવાનો નિર્ધાર કરી ઘરે આવ્યો.

પતિને વહેલો આવેલો જોઈ કમુને નવાઈ લાગી. મહેશે કમુને કહ્યું," હું છૂટાછેડા આપું છું. " સાંભળતાં જ કમુ અવાક્ ! કળ વળતાં કહ્યું," એવું શું થયું ? આપણા બાળકોનો તો વિચાર કરો. મા-બાપ બંનેનાં પ્રેમની જરૂર હોય છે એમને. "ત્યાં તો મહેશ ખડખડાટ હસતા હસતા કહે," એમ અવાક્ થઈને શું જુએ ? છૂટાછેડા પત્ની સાથે જ લેવાય એવું કોણે કહ્યું ! " 

મને તારી વાત સમજાઈ. કેવો સુખી સંસાર હતો આપણો ! એટલે જ હું,"આજે મારા તમામ વ્યસનોથી અને મારા દોસ્તો કે જેનાથી મને વ્યસન લાગુ પડેલું એનાથી છૂટાછેડા લઉં છું. "

સાંભળીને પત્ની હરખી ઊઠી. ઘણાં સમયે પરિવારમાં સાંજ આનંદ લઈને આવી. બાળકો પણ આજનું વાતાવરણ જોઈ હરખી ઊઠ્યા. પરિવાર આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational