Aniruddhsinh Zala

Comedy Horror Action

4.4  

Aniruddhsinh Zala

Comedy Horror Action

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં

3 mins
212


-- ચાંદ ખુશ થઈ કે, "આજ તો માંડ બચી..! તેણે મોઢું હલાવી સંમતિ આપી

આને ઓળખાઈ નહીં તે સારું થયું.

વિહલો માંડ્યો ચલમ પીવા.

ચલમનો નશો માણતાં વિહલો બોલ્યો,

‌" તે હે બાબરભા..! આ આપણાં કુંવર પેલી વનવાસી રાજકુમારીને કેવી વાતો થી ગોળ ગોળ કરી નાખી કે પેલી તેનું પોતાનું નામ ભૂલીને કુંવરને ગમતો ચાંદ બની ગઈ. અને પાછી કુંવરના મહેલમાં પણ પ્રવેશ કરી ગઈ"

પેલો સૈનિક બોલ્યો,

"અરે હા.. વિહલાભાઈ મેં તો સાભળ્યું છે કે એ ક્ન્યા એટલી બધી રૂપાળી છ્ર કે તેનાં રૂપથી ભલભલાને પાણી ભરાવે તેવી છે.

‌આમ વાતો કરતાં કરતાં વિહલો રામ રામ બાબરસિંહને કહીને સૈનિક સાથે કુંવર જે તરફ હતાં તે તરફ ચાલવા લાગ્યાં. ચંદકુવરી પણ તેની પાછળ બાબરસિંહના વેશે છુપાઈને ચાલવા લાગી. 

  વિહલો કહે,.. "અરે હા હો રૂપાળી તો એવી છે કે જાણે સ્વર્ગની પરી જ જોઈ લ્યો.

‌ પણ જો તે સૌન્દર્યની સામ્રાજ્ઞિ છે તો મારાં મિત્ર રણવીર પણ શોર્યનો છલકતો સાગર છે. ધીર ગંભીર છે. એટલે ઈ વનકન્યા માત્ર રૂપથી કુંવરને કદીય આંજી નહી શકે. "

‌પાછળ છુંપાઈને આવતી ચાંદ આ વિહલાની વાત સાંભળી હસી પડેલ, ને મનમાં બોલી,

‌ "સાચે જ કુંવર વીર છે જે મારાં રૂપથી અંજાઈ જાય તેવા તો નથી જ. વીર પુરુષો તો બહારની સુંદરતા કરતાં ભીતરની સુંદરતા તરફ વઘુ ધ્યાન આપતા હોય છે. એટલે મારે કુંવરનું સદાય હિત જ વિચારવું જોઈએ.

‌"પ્રેમ ફક્ત ક્યાં સાચો રુપમાત્રથી થાય

બેય હૈયા ભીતરે છલકે ત્યારે જ થાય"

 અચાનક એક ચીબરી આવી ડાબી તરફ ઝાડ પર બેસીને.. કર્કશ આવશે બોલવા લાગી.. ઘડીક તો વિહલો પણ ગભરાઈ ગયો અચાનક ચીબરી બોલતા. ચાંદે આ ચિબરીની ભાષા સમજી ખુબ જ ગંભીર ને સતર્ક બની ગઈ તે મનમાં વિચારવા લાગી કે,..

‌ " આજ ન જાણે મને અહી કંઈક અમંગળનાં એધાણ વર્તાય છે. અને આ ચીબરી જે તરફ ધીંગાણું થવાનું સૂચવે છે તે દિશામાં તો રણવીર છે."

‌  ચાંદકુંવર બેચેન થઈ બોલી,..

‌"અરે વનદેવતા આ શું થવા બેઠું છે. રણવીરસિંહની જાન ને ખતરો છે.  

‌નાં નાં.. હુ એવું નહી થવા દઉં. હું મારી પોતાની જાન આપીને પણ રણવીરસિંહની રક્ષા કરીશ. "

આમ વાતો કરતાં જ વિહલાને સામે કુંવર છુપાઈને ચોકી કરતાં દેખાયા

પછી તે રણવીરથી થોડે દૂર એક વડાગરા મીઠાના ગંજા(ડુંગર ) પાછળ છુપાઈ ગઈ. ચાંદના કિરણો તે તાજા મીઠા પર પડતાં તે મીઠુ સાચા હિરા મોતીની જેમ ચમકી રહ્યું. 

  તે મીઠાનાં ગાંગડાની ચમકથી ચાંદની શોભા પણ વઘુ નિખરતી હતી. તે સિંહણની જેમ છુપાઈને રણવીર પર બાજ નજર રાખી બેઠી હતી.

 આ તરફ વિહલો કુંવર પાસે જઈ કહે,... "એ રામ રામ.. મિત્ર કુંવર રણવીરને"

 કુંવર વીહલાને જોઈ હસીને કહે, 

 " અરે વિહલા તું...! આવ આવ. આજ મારુ મન બેચેન છે. તને જોઈ થોડી રાહત થશે "

કુંવર સાથેનો એક સૈનીક પણ હસી પડ્યો વિહલાને જોઈ....

 વિહલો તેની આગવી અદામાં બોલ્યો,..

 " તે હે બાપુ..! આ છાવણીમાં સહુથી રૂપાળી હતી તેણે તો ચાંદ બનાવી મહેલમાં તમે લઈ ગયાં. હવે આ ભૂતડા જેવા લોકોમાં તમને શું દેખાયું કે આમ આટલી રાતે મહેલમાં ખીલેલ ચાંદ ને છોડી અહી રણનો ચાંદ જોવા આવ્યાં છો.. "

 રણવીર કહે,.. "એય વિહલા.. માપમાં બોલજે હો..!

આ ટીખળીયાની ટીખળ સાંભળી કુંવર પણ મનમાં હસી પડે છે. તો છુપાયેલ ચાંદ પણ મલકી ઊઠે છે.

અચાનક છાવણીમાંથી એક ઘોડો પવનવેગે દોડતો આવે છે. શું સતર્ક બંને છે. ચાંદના અજવાળાંમાં ઘોડો નજીકથી પસાર થયો. પણ બુકાની બાંધેલ હોવાથી ઓળખી ન શકાયો હતો.

કુંવરીએ તરત જ એક જ છલાંગે જાતવંત સૂરજ પર સ્વારી કરી ને એડી મારતાં જ સમજુ સૂરજ પેલા આગળના ઘોડાનું પગેરું દબાવતા ભાગ્યો. પાછળ પેલા બે સૈનિક પણ ઘોડો લઈ કુંવર સાથે રવાના થયા વિહલો એકલો જ રહી ગયો ઘોડો ન હોવાથી..

ત્યાં જ ચાંદે પોતાની પવનવેગી ઘોડી ઘેરુંડી પર છલાંગ મારી બેસતાં જ ઘેરુંડી પણ ફટાફટ વિહાલા પાસેથી ધૂળની ડમરીઓ ઉડાડતી નીકળી કુંવરનો પીછો કરતી.

વિહલો કહે, " અરે આ કુંવરની પાછળ કોણ ગયું ? તે કુંવરનું હિતેચ્છુ હશે કે દુશમન ? ભારે કરી ફરી ધિંગાણું જામશે.. રણમેદાને વીર કુંવર દહાડશે, ને લાશોનાં ડગવા થશે."

વિહલો હાથ જોડી બોલ્યો,....

 "હે ભગવાન મારાં ભેરુ રણવીરની રક્ષા કરજો હો..! હુ તમને અમારી ગીર ગાયના ઘી નો દીવો કરીશ."

----🔅☄ મરુભુમીની વેરાનતામાં ઘોડાના ડાબલાનો અવાજ ગુંજી રહ્યો હતો. તબડાક.. તબડાક.. આગળ વીર રણવીર ને પાછળ વીરાંગના ચાંદકુવરી ધુળની ડમરીઓ ઉડાડતાં પુરઝડપે પોતપોતાના ઘોડાને દોડાવી રહ્યા હતા. પૂનમનાં ચાંદના પ્રકાશે ઝળહળી ઉઠેલા રણમાં દુર જતાં ઘોડાઓ નજરે નિહાળી શકાતાં હતાં
       અચાનક જ એક નાનકડો બેટ આવતાં આગળનો ઘોડેસ્વાર તે બેટ તરફ ગયો. ત્યાં થોડા બાવળ અને બોરડીની કંટાળી ઝાડી હતી. રણવીરે પોતાનો ઘોડો એ તરફ  દોડાવ્યો. 

---------ક્રમશ:...... 

વધુ આવતાં અંકે ભાગ 10

  જોરદાર છુપાયેલ દુશ્મનો સાથે જંગ 

કુંવર સપડાયા જાળમાં 


Rate this content
Log in

Similar gujarati story from Comedy