STORYMIRROR

Aniruddhsinh Zala

Action Classics

4  

Aniruddhsinh Zala

Action Classics

વસુંધરાનુ સૌદર્યને વીરતાના વહેણ ૧૪

વસુંધરાનુ સૌદર્યને વીરતાના વહેણ ૧૪

4 mins
244

ચાંદકુંવર ' ઓહ'. કરી હાથેથી તલવાર પડી નીચે બેસી ગયી. રણવીરે પોતાને બચાવનાર સૈનિકની રક્ષા કરતાં યુદ્ધ કરવાં માંડ્યું ને બૂમ પાડી,

"હે વીર સૈનિક સાવધાન...! હિંમત ન હારો ઉઠો.. યુદ્ધ કરો આજ મારી પ્રતિજ્ઞા પુરી કરવામાં મદદ કરો." 

ચાંદ કળ વળતાં જ હિંમત કરી ઉઠીને એક સૈનિકને પછાડી તલવાર ઝુંટવી ફરી રણમેદાનમાં સિંહણની જેમ ઘુરકીને શમશેર ઘુમાવવા લાગી જોઈ રણવીર કહે, "શાબાશ વીર સૈનિક.. ધન્ય છે તને !"

ચાંદને તો રણવીરે પ્રશંશા કરતાં વઘુ ચાનક ચડ્યું તેણે દૂરથી દોડતા આવતાં સૈનિકની સામે દોડી અદ્ભૂત દાંવથી પેલાનો ઘા ચૂકાવીને પોતાની શમશેરથી તેનું માથું ઘડથી અલગ કરી દીધું. રણવીરે ખુશ થયી તેણે બરડામાં શાબાશી આપતા ખુશીથી કહયુ કે,.....

"ધન કુળ એ વીર તણાં, જે રણમેદાને હસી ઝીલે ઘાંવ,

ટપકતાં લોહીથી જે હોળી ખેલે, ને માથા કાપી વિજયને વરે "

ચાંદ ગભરાઈ કે કદાચ પોતે ઓળખાઈ જશે રણવીરે તેનાં લોહી ટપકતાં હાથ પાછળથી પકડી સ્ફૂર્તિથી પોતાનો યુદ્ધમાં ચિરાઈ ગયેલ પહેરણ તોડી ને તે ઘાયલ સૈનિકનાં હાથ પર પાટો બાંધ્યો. ચાંદને રણવીરનો સ્પર્શ અને પાટાથી લોહી વહેલું બંધ થતાં ખુબ જ રાહત થયી. પણ પોતે ઓળખાય નહી તે માટે તે ફરી પોતાનું દૂર પડેલ ધનુષ લઈ દુશ્મન પર નિશાન તાકવા લાગી. જે તીર મલેચ્છની નાભી પર વાગતા લોહીનો ફુંવારો ઉડ્યો અને પેલો ઢળી પડ્યો. 

રણવીર વાહ વાહ કરતાં પોતાના અ નવા સૈનિકને કહે, "હે વીર ધનુર્ધર.. ! તમારું નામ શુ છે ?"

તે બોલે તે પહેલાજ રણવીર પર ચાંદે બાણ છોડ્યું. રણવીર નવાઈ પામી બચીને દૂર ખસ્યો, ને ગુસ્સામાં ચાંદ પર વાર કરવા જાય તે પહેલાં જ પાછળ હાથમાં તલવાર સાથે પોતાના પર વાર કરવા આવેલ મલેચ્છનાં ગળામાં તે સૈનિકનું તીર આરપાર નીકળતું જોયું. રણવીરને પોતાની ભૂલ સમજાયી કે, તે સૈનિકે ફરી તેણે બચાવવા બાણ ચલાયું હતું. અને તેણે પોતાના પર ચલાવેલ સમજી આ વીર સૈનિક પર અકારણ ગુસ્સો કર્યો.રણવીરે દૂરથી એ સૈનિકનો માથું હલાવી આભાર વ્યક્ત કર્યો..

દુશ્મનોએ હવૅ આખરી હુમલો જાનલેવા કર્યો. પણ રણવીર ને પેલો સૈનિક બનેલ ચાંદ બેય રણભુમીના બેતાજ બાદશાહ હતાં. જેમ સૂર્ય વાદળો વચ્ચે ચમકે તેમ તલવાર તીવ્ર ગતિથી ચલાવી રણવીર દુશ્મનોને ભોંય ભેગા કરતો હતો.

તો ચાંદકુંવર હાથમાં ભાલો ધરી બીજા હાથમાં ધનુષથી ચપળતાથી તીક્ષણ બાણોથી દુશમનોની લોહીની ધાર વહાવતી હતી. અને વનવીરસિંહનો તો આજ પિતાનો બદલો લેવા માટે લડતા યુદ્ધનો રંગ જોવાલાયક હતો. સપાખરૂં ચારણે લલકાર્યું,

"ધડ કટે મસ્તક કટે, વીર રણવીર કેરી શમશેર ફરે,

દેવતા આકાશેથી વાહ વાહ કરે, અપ્સરાઓ ફૂલ વેરે.

શોભા અનેરી વીર તણી. જ્યમ તિમિર દળ પર ત્રાટકે ભાણ,

ધન, ધન જનની એ વીર તણી, જનની જે કહેવાઈ આ બાળવીર તણી."

બરાબર બેય બાહુબલી મલેચ્છોને તેમનો છ્ઠ્ઠીનું ધાવણ યાદ કરાવતાં હતાં તેવા જ સમયે રાજના સેનાપતિ માટૅ ઘોડે ખુલી શમશેર અને ભમરીયાળો વજનદાર ભાલો લઈ સહુથી આગળ પવનવેગી અશ્વ પર આવતાં હતાં. પાછળ સેના પણ દૂર આવતી દેખાઈ. તે જોઈ હુસૈનખાં રાડ પાડી કહે, 

"જાન બચાકર ભાગો સબ. કાફીરોકી બડી સેના આ રહી હે. "  મલેચ્છો ડરીને ભાગવા લાગ્યાં રણવીર ને ચાંદ પાછળ પડીને તેમનાં માથાં વધેરવા લાગ્યાં.

પેલા બુકાની બાંધેલ મદદગાર સૈનિકે રણવીરને ભાગતો હુસૈનખાં તરફ ઈશારો કર્યો. રણવીરસિંહ જેમ ભાગતાં ભેડિયા પર સિંહ ગર્જના કરે તેમ ત્રાડ પાડી, હુસૈનખાં જેટલું જોર હોય તેટલું ભાગ આ મરુંભૂમિ મારી છે. અહીંથી મારાં પિતાના હત્યારાને જો જીવતો જવા દઉં તો મારી માતાનું ધાવણ લાજે" કહી રણવીર દોડ્યો હુસૈનખાં તરફ..

પણ હુસૈનખાને તેનાં દશ સૈનિકોને રણવીરને રોકવા ક્હ્યું અને તે ઘોડે ચડવા જાય તે પહેલાં જ ભમરીયો ભાલો સમમમમ અવાજ કરતાં આવી ઘોડાની આરપાર નીકળ્યો તેનો ઘોડો ચીસ સાથે ઢળી પડ્યો. આમ જોયું તો આદિત્યસિંહનો વફાદાર સેનાપતિ જેના નામ માત્રથી પહેલાં મલેચ્છો ફફડતા હતાં.  તે જોઈ હુસૈનખાં બોલ્યો, 

"મહાવીર તુમ જિંદા હૉ મેને તુજે પીછે સે પહલે વાર કરકે મારાં થા. ફિર તેરે રાજા કૉ. તુમ કેસે બીચ ગયે કાફીર?

  મહાવીરસિંહની આંખો લાલ થયી તે ક્રોધથી ત્રાડ પાડી ઉઠ્યાં,

 "અરે... તો દગો કરનાર તું હતો. ફટ રે કાયર.. મારાં પ્રાણ સમાન મહાબલી રાજાને તે દગાથી માર્યા. નામર્દ હવૅ જો મહાવીરસિંહના હાથમાંથી આ તારી ફૌજ પણ તને નહી બચાવી શકે." કહી મહાવીરસિંહે ઘોડા પરથી કુદી રણમેદાનમાં પગ મૂક્યાં ને ધરતી ધ્રૂજે તેમ આ આદિત્યસિંહના અનુભવી સાથીદાર મહાવીરસિંહને જોઈ દુશ્મનોના કાળજાં કાપવાં લાગ્યાં. 

તલવાર લઈ હુમલો કરવા આવતાં એક મ્લેચ્છને સેનાપતિએ હાથ પકડી તલવાર સહિત ઉઠાવી ગોળ ગોળ ફેરવી જોરથી દડાની જેમ ફેંક્યો. તે હુસૈનખાંનાં પગમાં જઈ પડ્યો. આ અદ્ભૂત સાહસ જોઈ કૂવર રણવીરને પેલો સૈનિક બનેલ ચાંદ બંને વાહ વાહ પોકારી ગયાં. સાથે જ બીજા બે મ્લેચ્છોના માથાં પળવારમાં ઘડથી અલગ કરી સેનાપતિએ ત્રાડ નાખતાં બધા મલેચ્છો ફફડી ઉઠ્યાં. હુસૈનખાં તો વગર ઘોડે જ ભાગવા લાગ્યો. મહાવીરસિંહે ગર્જના કરી... 

"ભાગ કાયર કેટલું પાણી છે તારામાં ભાગ..."

ક્રમશ:...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action