વસુધા
વસુધા


નાનકડા મોહિતને નાનપણથીજ પ્રકૃતિ પ્રત્યે ખૂબજ પ્રેમ હતો. જાણે પ્રકૃતિના ખોળે હિલોળા લેતો હોય. પ્રકૃતિ સાથે વાતો કરતો, રમતો, નાચતો, કૂદતો. પ્રકૃતિને જો કઈ પણ નુકસાન થાય તો રડી પડતો. જેટલો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હતો તેટલોજ ઘરમાં પણ ચોખ્ખાઈ રાખવાનો આગ્રહી હતો. ઘરમાં કોઈપણ વસ્તુ આડી અવળી પડી હોય તે મોહિત ને જરા પણ ના ગમે. તે હંમેશા મમ્મીને ઘરકામમાં મદદ કરતો. તેની મમ્મી પણ તેનું કામ જોઇને દંગ રહી જતી.
એક દિવસ મોહિત તેના પરિવાર સાથે બીચ ઉપર ફરવા ગયા. અને સાથે થોડો નાસ્તો પણ સાથે હતો. પેપર ડીશ, પાણીની બોટલ, પેપર ગ્લાસ. મોહિત વિચારતો આ બધું પ્રકૃતિ માટે કેટલું નુકશાનકારક છે. પૂરા પરિવારે સાથે બેસી નાસ્તો કર્યો. પછી મોહિતની મમ્મી એ બધી જ કચરો બાજુની ઝાડીમાં નાખી દીધો. "મમ્મી તમે આ શું કર્યું ? કચરો અહીં કેમ ફેક્યો. ધરતી માતાને કેટલી તકલીફ થતી હશે!" મોહિત ગુસ્સે થઈ ગયો.
"ચૂપ રહે ! તને કંઈ ખબર ના પડે. તો તારી ધરતીમાના ખોળે જ રહેજે." મોહિતની મમ્મી તેને ખિજાણી.
બીચ ઉપરથી ઘરે પાછા ફરતી વખતે મોહિત એકદમ ઉદાસ હતો. તેની ગાડી પસાર થઈ ત્યારે રસ્તામાં મોહિતે જોયું કે કચરાનો બહુ મોટો ઢગલો રસ્તામાં હતો. જાણે આખા ગામનો કચરો બધો ત્યાં જ ઠાલવતા હશે.
ઘરે જઈ મોહિતે નિર્ધાર કર્યું કે ગમે તે થાય હું મારી પ્રકૃતિને બચાવીને જ રહીશ. ધરતી મારી મા છે અને તેના ખોળે આટલી ગંદકી ! કેમ સહન કરતી હશે મારી મા.
એક નાનકડો બાળક ધરતીને બચાવવા પ્રણ લઈ શકે તો શું આપણે બધા મળી ધરતીને પ્રદૂષણ મુક્ત કરી ના શકીએ.