PRAVIN MAKVANA

Inspirational

3  

PRAVIN MAKVANA

Inspirational

વસ્ત્રદાન- વેસ્ટમાંથી બેસ્ટ

વસ્ત્રદાન- વેસ્ટમાંથી બેસ્ટ

1 min
79


મહુવા તાલુકાના પછાત ગામ કે જ્યાં બાળકોના વાલી ગરીબ -મજૂર અને ખેતી કરીને પોતાના બાળકોને ભણાવે છે તેવા બાળકો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રેરિત બન્યા.

અમે અમારી આંગણ કા પ્રા.શાળા દ્વારા જે બાળકો પછાત ખાસ કરીને જેના વાલીની આર્થિક સ્થિતિ નબળી છે તે બાળકો માટે મહુવા તાલુકાની સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે સહકાર મળી શક્યો હતો. સુરભી ચેરીટેબલ ટ્રસ્ટ, ગ્રામ નિર્માણ સંસ્થા, મહુવા જૈન દેરાસર, તેમજ સહસ્ત્રફણા ચેરીટેબલ ટ્રસ્ટ અન્ય સેવાભાવી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ સેવકો દ્વારા આં. પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. મહુવા તાલુકાની ઓથા કેન્દ્રવર્તીની પેટાશાળા જેવી કે આંગણકા, ખડસલીયા, રોહિસા, સોડવદરી વગેરે ગામનાં બાળકોને મેં તેમજ મારા સાથી શિક્ષક પરસોત્તમભાઈ મકવાણા મહુવાથી આવા બાળકો માટે સંસ્થાઓ પાસેથી કપડા લઇ આ શાળાના બાળકોને વિતરણ કરતા હતા. આ બાળકોને જે લોકો આવા કપડા વાસણવાળી બહેનો કે ફેરીયાઓને આપી દે છે તેના કરતા જે જરૂરીયાતમંદ છે તેવા લોકો સુધી મદદ પહોચાડી શક્યા છીએ.

આ કાર્ય સમાજસેવા હોવાથી જોઇને બીજી સંસ્થાઓ મદદ આપે છે.

ગામના લોકો પણ પોતાના બાળકોના કપડા પડોશીઓ અને જે જરૂરિયાતમાં છે તેમને મદદ કરતા થયાં હતાં.

વર્ષ ૨૦૧૫-૧૬ માં અમે ત્રણ શાળાઓમાં આવી રીતે કપડા આપ્યા હતાં. આથી હવે ૨૦૧૬ -૧૭ દરમિયાન પાંચ શાળાઓમાં આવી રીતે અમે ભાઈઓ અને બહેનોને કપડા આપી શક્યા છીએ. ૨૦૧૮-૧૯ દરમિયાન ૭ જેટલી શાળાના ૧૦૦ થી વધુ બાળકોને આવો લાભ મળે તે માટે પ્રયાસ શરુ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational