Vijay Shah

Crime Tragedy

4  

Vijay Shah

Crime Tragedy

વર્તમાન પત્રે જડેલી વાર્તા

વર્તમાન પત્રે જડેલી વાર્તા

5 mins
14.2K


અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તાર બોડકદેવના રત્નમ ટાવરમાં રહેતા અને ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા બિલ્ડર ધર્મેશ શાહે પત્ની અમી અને બે દીકરી હેલી-દીક્ષાની ગોળી મારી હત્યા કરી હતી. મૂળ શાહપુરના વતની ધર્મેશ શાહ ૨૦ વર્ષ અગાઉ અમદાવાદમાં રહેવા આવ્યા હતા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ શરૂ કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકસાન થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને રૂ. ૧૫ કરોડનું દેવું થયું હતું. તેમની મોટી દીકરી ૨૪ વર્ષની હેલી આર્કિટેક્ટ થયેલી હતી. તેમની બીજી પુત્રી ૧૯ વર્ષની દીક્ષા હતી. દીક્ષા પણ સેપ્ટના એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

સેપ્ટ યુનવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી એમબીએના અભ્યાસ માટે હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવા પત્ની અમીબહેન જીદ કરતાં હતાં. હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવાનો ખર્ચ રૂ. ૭૦ લાખ થતો હતો. આથી ધર્મેશભાઈએ પત્ની અને હેલીને કહ્યું હતું કે અત્યારે આટલાં બધાં નાણાંની સગવડ થાય તેમ નથી. હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે એક અઠવાડિયાથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. સોમવારે રાતે પણ મોડે સુધી અમીબહેન અને ધર્મેશભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી મંગળવારે સવારે ધર્મેશભાઈએ લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી. આ પછી હેલીના રૂમમાં ગયા હતા અને બે ગોળી મારી હતી. ત્યાર પછી દીક્ષાના બેડરૂમમાં જઈ તેને પણ બે ગોળી મારી હત્યા કરી હતી.

પત્ની અને બન્ને દીકરીઓની ગોળી મારીને હત્યા કર્યા પછી ધર્મેશે રિવોલ્વર પોતાના લમણે મૂકી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન ચાલતાં મિત્રને ઘરે બોલાવી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો અને સમગ્ર કાંડની કબૂલાત કરી હતી.

નિર્દોષ અને તણાવ ગ્રસ્ત સાયકોલોજીસ્ટ પરેરાને કોર્ટમાંથી તેડું થયું. ધર્મેશનાં વર્તનને તે સમજે અને સાબિત કરે કે ધર્મેશ માનસિક બિમાર તો નથી ને?

આમતો પરેરા ધર્મેશને બિમાર માનતા નહોંતા કારણ કે તે જાતે મરવાની હિંમત નહોંતા કરી શક્યા પરંતુ કોર્ટને તો સાયકોલોજીસ્ટનું સર્ટીફીકેટ જોઇએ.તેથી પરેરા સમય પ્રમાણે જેલમાં ગયા.ધર્મેશે ગુનો કબુલી લીધો હતો તેથી જેલમાં બીજી કનડગત નહોતી.

બીલ્ડીંગ કોટ્રાક્ટર એટલે જાડી ચામડીના અને પૈસા એમનો પહેલો પ્રેમ. પણ ઇકોનોમીએ ટર્ન લીધો અને ફ્લેટ વેચાતા નહોતા અને વ્યાજના ચકકરોમાં પાછા પડત જતા હતા.ઘરમાં અમિ હેલી અને દિક્ષાને ધર્મેશનું બદલાતું વર્તન સમજાતું નહોતું. હવે દરેક વાતે વાતે જ્યાં પૈસા બચાવાતા હોય ત્યાં બચાવવા મથતો હતો.

પરેરા પહેલી નજરે ધર્મેશને ખુંખાર ન લાગ્યો. એની હરકત આવેશમાં ધ્યાન ગુમાવી બેઠેલ ભટકી ગયેલ સામાન્ય માણસ લાગ્યો. ઘરમાં રિવોલ્વર એટલા માટે રાખતો કે સમય આવે પોતાની જાતને બચાવી શકે. પણ એ રિવોલ્વર ઘરનાં માણસોનો પણ જાન લઈ શકે. રક્ષક ક્યારે ભક્ષક થઈ જશે તે તેને ના સમજાયું.

ધર્મેશને પોલિસે જણાવ્યું કે ડો. પરેરા તેમની તપાસ કરવા આવ્યા છે ત્યારે નીચે જમીનમાં ખોડાયેલી તેની આંખો ઉંચી કરતા ધર્મેશ બોલ્યો..” ડોક્ટર મેં કબુલી તો લીધું છે ને કે મેં જ મારી રીવોલ્વરથી મારા કુટંબ ને હણ્યું છે પછી આ તપાસ શાના માટે?”

“તમે આત્મ હત્યા ના કરી શક્યા તેનું કારણ જાણ્યા વીના કોર્ટ ન્યાય ના આપી શકે.”

“તે કારણ પણ મેં જણાવ્યું છે.મારી પાસે હેલીને ઓષ્ટ્રેલીઆ ભણવા મોકલવા માટે પૈસા નહોતા અને તેનો ઝઘડો ચાલતો હતો.”

“હા તે તો તમે કહ્યું પણ દીક્ષાને શું કામ ગોળી મારી?”

“મારી પત્ની તેનું ધાર્યુ કરાવવા ઘરમાં મારું માન રાખતી નહોંતી.પૈસા આવતા ત્યારે નાથાલાલ અને પૈસા ના આવે ત્યારે નાથીયો બનાવી દેતી.તે મને ખુબજ કઠતું. જ્યારે ૧૫ કરોડનું દેવું થયુ ત્યારે કહે દેવુ કરતા હતા ત્યારે મને પુછ્યું હતું?”

“પછી?” પરેરાએ પુછ્યુ.

મેં કહ્યું, “આ તેજી મંદી કંઇ કહીને નથી આવતી અને ધારણાં જ્યારે ખોટી પડે ત્યારે બીન જરુરી ખર્ચો ન કરાય.”

ત્યારે અમિ કહે, "હેલીને ભણવા મોકલવી એ બીન જરુરી ખર્ચો છે ? મા બાપની એ તો ફરજ છે.”

થોડોક સમય જવા દઇને ધર્મેશ બોલ્યો, “મારા માથાનાં બાલ જેટલું તો મેં રોકાણ કર્યું છે હવે મને ક્યાંયથી લોન ના મળે. અને આર્કીટેક તો તે થઈ જ ગઈ છે એકાદ વર્ષ ખમી જા થોડો ભાર હળવો થાય ત્યારે તેને મોક્લી દઇશું.”

ત્યારે દીક્ષા બોલી “પપ્પા તમારો ધંધો અને તમારું બજાર અમારા ભણતરને આડે ના લાવો. અમારું ભણતર એ હાર્ટ ધમની છે. તે ના રોકાય કે મોકુફ રખાય. થોડી વધુ નુકશાની ખાઈને ફ્લેટ વેચી નાખો પણ હેલી બેનને ઓસ્ટ્રેલીયા મોકલો.”

આ મહાભારત છેલ્લા ૧૫ દિવસ રહ્યું ત્રણે એક થઈ ગયા મને મારા બજારનાં ચાબખા મરાતા રહ્યા. એવા ગુનાની સજા મને અપાતી હતી કે જે મેં કર્યો જ નહોંતો. પૈસાનું નુકશાન ખમાતું ન હતું અને માનસિક ત્રાસ હદ બહાર વધતો હતો. મંદીમાં ખરીદાય જ. વેચાય તો નહીં જ એ વિચારે હું મક્કમ હતો અને તેમને તે વિચાર ઉગ્રતાપૂર્વક કઠતો હતો. સોમવારે રાત્રે અમિ લાવેલ ઘરાક્ને એક કરોડની પ્રોપર્ટી સિત્તેર લાખમાં વેચી દેવા બાબતે છેલ્લે પાટલે બેઠી ત્યારે મનમાં થયું કે શાસ્ત્રોમાં સાચૂં જ કહ્યું છે.

ઢોલ નાર અને પશુ, છત અછત સમજે નહીં કહે લાવ લાવ અને લાવ... પછીના શબ્દો તો યાદ નથી પણ “સબ તાડન કે અધિકારી” મનમાં ગુંજવા માંડ્યું.

તેણે સેફમાંથી રિવોલ્વર કાઢી સાયલેંસર લગાવી અને સુતેલી અમિ ઉપર ગોળી ચલાવી દીધી. મનમાં નુકશાન રોકવાનાં પ્રયત્ન તરીકે સેલ્ફ ડીફેંસ હતો. હેલી બાજુના રૂમમાં હતી. ભર ઊંઘમાં હતી. તેના ઉપર બે ગોળી ચલાવી ત્યારે મનમાં નક્કીજ હતું કે છેલ્લી ગોળી એના પોતાના માટે છે અને દિક્ષા ઉપર બે ગોળી ચલાવી દીધી.

છેલ્લી ગોળી ચલાવવા લમણે રીવોલ્વર મૂકી અને વિચાર આવ્યો “શા માટે મારે મરવાનું ? આ લોકોને તો સજા છે. પણ મારે શું કામ મરવાનું ?”

એક બે ક્ષણ વહી ગઇ મનમાં પસ્તાવાનો ભાવ શરુ થઈ ગયો. અરે રે આ કેવી ભૂલ થઈ ગઈ ? મારા જ કુટુંબને મે રહેંસી નાખ્યું ? ફક્ત ૩૦ લાખનાં નુકસાને ? એમનું જીવન ૩૦ લાખ કરતા ઘણું મોટું હતું... કેટ્લીય ખાટી મીઠી યાદો દીકરીની અને અમિની તેને સતાવી ગઈ. તે રડી પડ્યો ધ્રુસકે ને ધ્રુસકે..

હવે શું ? ક્ષણ બે ક્ષણ તો તેને ભાગી જવાની ઇચ્છા થઈ આવી. સાત વાગ્યે નવકાર મંત્રનું એલાર્મ વાગ્યું. દ્વિધામાં જાણે માર્ગદર્શન મળ્યું... તેણે મિત્ર સન્મુખને ફોન કર્યો અને ઘરે આવવા કહ્યું.

પરેરા આખી ઘટનાની બીજી સાઈડ જોઇ ચુક્યા હતા. ધર્મેશ તૈયાર હતો તેના કુકર્મો માટે. તે ધારત તો ઘણું કરી શકતો હતો. પણ તેણે તે ન કર્યું. પરેરા એને જોઇ રહ્યો હતો. પોતાનાએ સતાવેલ ભાંગી પડેલ તણાવ ગ્રસ્ત પતિને અને પિતાને. ઘરે જઈને અક્ષરે અક્ષર રીપોર્ટમાં લખી પરેરા એ તેમનું નિદાન આપ્યું, “નિર્દોષ અને તણાવ ગ્રસ્ત” તેમને ખબર હતી કે તેમનું નિદાન વિવાદાસ્પદ હતું પણ તેમનો ૪૫ વર્ષનો અનુભવ હતો.

કોર્ટે જ્યારે ધર્મેશને નિર્દોષ જાહેર કર્યો ત્યારે હલચલ મચી ગઈ.

ટ્રીપલ મર્ડરકેસમાં ભારે ખાયકી થઈ છે અને નીચલી કોર્ટમાંથી હાઇ કોર્ટ અને હાઇ કોર્ટમાંથી સૂપ્રિમમાં ચુકાદો ધર્મેશના હક્કમાં આવતા અમિનાં પિયરીયાનાં હાથ હેઠા પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Crime