રીટાયર્મેંટ એજ
રીટાયર્મેંટ એજ
બેઉ બાજુ વાવટા તણાઈ ચુક્યા હતા. સંજોગોએ એવી ગેરસમજુતીઓએ ઉભી કરી હતી કે વકીલો અને વડીલો અંદર પડ્યા તેથી યુધ્ધ ઓર ભડક્યું.
પત્નીનો દાવો હતો કે તું ગુનેગાર છે અને પતિ કહેતો તારી અપેક્ષાઓ અપાર છે. મેં તો પ્રયત્ન કર્યો પહેલા ઘર પછી ફર્નીચર પછી બાગ બગીચા પછી બેંક બેલેંસ અને હવે આખા ઘરનો કબજો મને સોંપીને તું બસ મારું કહ્યું જ કર
પતિ કહે, જિંદગીનાં ઘણાં વરસો તને સોંપ્યા. પણ હવે હું થાક્યો. તારી અપેક્ષા તો રાતે ન વધે તેટલી દિવસે વધે. રોજ નવી માંગણીઓ અને તે પૂરી ન થાય એટલે રોષ રુદન અને નકારાપણાનાં મેણાં અને ટોણાં. પણ હવે ખમ અને ખમૈયા કર.
આજે એજ ભૂતકાળ અને ભૂતકાળમાં કરેલી ભૂલોનું લિસ્ટ એણે ખોલ્યું અન
ે પતિ ભડક્યો..ક્યારે તું આજે જે છે તે માણીશ? ક્યારેક ભૂત કાળ તો ક્યારેક ભવિષ્ય કાળમાં ભટકવાનું છોડીશ? દરેક ઘટનામાં દુઃખ શોધી શોધીને મારી આજ બગાડ્યા કરે છે.
"તારી આજમાં છે શું ?" પત્નીએ ટોણો મારતા પૂછ્યું.
"મારી આજ એ ગઈકાલે જોયેલા આપણા સ્વપ્ના છે." પતિ એ જવાબ આપતા કહ્યું.
"તે સ્વપ્ના તો પુરા થઈ ગયા પણ આજે જે સ્વપ્ના જોઉં છું તેનું શું ?"
"હવે ફોર્ડ જુની થઈ ગઈ. ટેસ્લા જોઇએ છે. મકાન નાનું પડે છે પાંચ બેડરૂમવાળું તો જોઈએ ને ?"
"હા, પણ મારી રીટાયર્મેંટ એજ થઈ તે કેમ ભુલી જાય છે ?"
"મારા સપના પુરા ના થાય ત્યાં સુધી તારાથી રીટાયર કેમ થવાય ?"
આ પ્રશ્નનો જવાબ પતિ પાસે નહોતો..