Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

વિસરાયેલું બાળપણ

વિસરાયેલું બાળપણ

2 mins
259


 ક્યાં ગઈ કાલનું બાળપણ અને ક્યાં આજનું !

    આસમાન જમીનનો ફેર. અત્યારના બાળકોને જોઈ મને મારું બાળપણ યાદ આવી ગયું.

     ખરું બાળપણ તો '૭૦ પહેલાં જન્મેલા બાળકોએ માણ્યું છે. ત્યાર પછીનાઓએ થોડું ઓછું માણ્યું. સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે જે કિશોરાવસ્થામાં જીવી રહ્યા એની આને ત્યાર બાદ જન્મેલા બાળકોની.  

     '૭૦ પહેલાં જન્મેલા અમે ભાગ્યશાળી. છ વર્ષ પૂરા થયા બાદ જ શાળામાં જવાનું ત્યાં સુધી પાટી- પેન જોવા પણ ન મળે. એય ને મસ્તીમાં મરજી મુજબ રમવાનું.

    ધીમે ધીમે યાદ રહી જાય એમ ભણવાનું, શીખવાનું. રોજ શાળામાં જ ઘડીયા ( ટેબલ્સ) બોલવાના. બરાબર મોંઢે થઈ જાય. આજે પણ ગણતરી કરવાની હોય તો ફટાફટ મોંઢે જ કરી દઈએ. બધી જ તાલિમ શાળામાં મળતી.

     સંયુક્ત કુટુંબમાં બધાનાં પ્રેમ, હૂંફ મળતા. રજામાં બધા એકબીજાને ત્યાં જતાં. આમ સગાં સ્નેહી સાથે સંબંધ સમજાતો જેનું મૂલ્ય મોટા થતાં સમજાયું.

    આજના માવતરે તો સંતાનને મશીન બનાવી મૂક્યા છે. બાળક જન્મે ત્યારથી જ જાણે એને પ્રસિધ્ધિની ટોચે પહોંચાડવા સક્રિય થઈ જાય.

     માંડ બોલતું થાય ત્યાં પ્લેગૃપ, પછી નર્સરીમાં જવાનું. આ નાનકડા જીવ પર કેટલો અત્યાચાર ! ઊઠવાની ઈચ્છા જોવાની નહીં. સવારમાં ખેંચીને તૈયાર કરી મોકલી દેવામાં આવે. ત્યાં વળી કૂમળા હાથમાં પેન પકડાવી ઘૂંટાવે એ. બી. સી. ડી. માંડ બોલતા શીખેલાને મોટીમસ અંગ્રેજી કવિતા યાદ રાખવાની.

  આ ઓછું હોય એમ પાછા ટ્યુશનમાં મોકલે. સાંજે ઘરે આવી થાકેલું બાળક બીજી રમત શું રમવાનું ? પકડાવી દે મોબાઈલ રમો ગેઈમ.

  આટલું ઓછું હોય એમ શનિ-રવિ વિવિધ એકટીવીટીના ક્લાસ. બાળકને બાળપણ શું છે એ તો ખ્યાલ જ નથી.

 આજના બાળકોને જોઈ મને તો એમ જ લાગે કે બાળપણ વિસરાય ગયું છે મળશે ખરું?

    સરકાર કાયદો કરી પ્લેગૃપ, નર્સરી જ હટાવી દે. જુ,સી. કે. જી.માં દફ્તર લીધા વિના જવાનું. છ વર્ષ પૂર્ણ થયા બાદ જ હાથમાં પેન પકડવાની.

   શાળામાં રોજ રમતગમત માટે એક કલાકનો ‌ ફરજિયાત સમય ફાળવવો જેમાં બાળકને મનપસંદ મેદાની રમતો રમવા મળે. તો જ બાળકને બાળપણ માણવા મળશે. વિસરાયેલું બાળપણ પાછું આવશે.

  મારું તો આજના બાળકોને જોઈ દિલ દ્રવી ઊઠ્યું, અને હું મારા બાળપણના સોનેરી દિવસની યાદમાં ખોવાઈ ગઈ, મારા માવતરનો ખૂબ ખૂબ આભાર કે મને મારું બાળપણ માણવા દીધું તો જ આજે પણ એ બાળપણના દિવસો યાદ કરી તાજગી અનુભવું છું.

   " ભગવાન આજના બાળકોને પણ એવું બાળપણ આપે એજ પ્રાર્થના. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational