Heena Modi

Children

3  

Heena Modi

Children

વિમ્પી

વિમ્પી

6 mins
14.4K

૧૪૦૦૦ ફીટ ઉપરથી સાંક્ડી ખીણમાં સરકી ગયેલ બાળક એક ટીટોડીને મળ્યું. કણસતા બાળકને જોઇ ટીટોડીનું માતૃહ્રદય આક્રંદ કરવા લાગ્યું. ટીટોડીએ વિચાર્યું “ અહીં અંધારપટમાં આ મનુષ્ય બાળક ભૂખ-તરસથી પીડાઇને મરી જશે. અહીં આજુ-બાજુ બીજું કોઇ પ્રાણી-પક્ષી પણ નથી કે હું કોઇની પણ મદદ લઇ શકું! હવે, જે કંઇ કરવાનું છે તે મારે જ કરવાનું છે.’’ ટીટોડીએ બાળકને પ્રેમથી આવકાર્યો. બાળકને વિશ્વાસમાં લઇ એની સાથે પક્ડાપકડીની રમત રમવા મંડી. ટીટોડીને પકડવાની મજામાં બાળક એની આગળ-પાછળ દોડી રહ્યો હતો. અને આમ કરતાં-કરતાં છેવટે ટીટોડી બાળકને એક ખુલ્લાં જંગલમાં લઇ આવી. જ્યાં બાળકને પૂરતાં ફળફળાદિ અને હવા-પાણી મળી રહે.

ટીટોડીએ પોતાની ભાષામાં અવાજો કરી આખા પક્ષીઓનાં સમુદાયને એકત્ર કર્યું મનુષ્ય બાળકની કહાની સંભળાવી. પક્ષીઓના રાજા સુગ્રીવે અનેક ટુકડીઓ બનાવી. બાળકનાં ઉછેરનાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખી કાર્ય અને જવાબદારીની વહેંચણી કરી. કોયલને કહ્યું “તમારે આ મનુષ્ય બાળકને ગીત ગાતાં શીખવવું જેથી બાળક ગીત-સંગીત શીખી શકે અને આનંદમાં બાળપણ વીતાવી શકે.’’ પોપટને કહ્યું “તમારે એની અંદર ગ્રહણશક્તિ ખીલવવી જેથી બાળક દરેક બાબત શીખી શકે.’’ બગલાને કહ્યું ''તમારે તક્ને ઝડપતાં શીખવવું જેથી એ જીવનમાં જરૂરી હોય એવી તક ઝડપી શકે. સારાં-નરસાંની સમજ આપવી. જેથી એનાં જીવનમાં ક્યારેય કોઇ દ્વિધા આવે ત્યારે એને પરખ હશે તો એ સમયસર યોગ્ય નિર્ણય લઇ શકે.’’ સુગ્રીવજી બોલ્યાં “અરે કાગભાઇ! તમારે બાળકને ચતુરાઇનાં પાઠ શીખવવાનાં છે. એ પોતે ચતુર હશે તો જીવનમાં ક્યારેય કોઇ એનો દુરપયોગ કે ગેરલાભ ઊઠાવી નહિં શક્શે.’’ સુગરીને આર્કીટેકચરનાં પાઠ ભણાવવા કહ્યું અને કૂનેહ શીખવવાનું કામ સોંપ્યું. બાળકમાં મહેનત કરવાનાં ગુણો વિકસાવવાનું કામ લક્ક્ડ્ખોડને સોંપ્યું. ચકલીને કહ્યું “ચકલીરાણી! તમારામાં રહેલ સંતોષ થકી તમારે બાળકે અધ્યાત્મનાં પાઠ શીખવવા.” જરા ડોક ઊચી કરી પક્ષીરાજે કબૂતરને ખોંખારો દીધો અને કહ્યું “તમે શાંતિના દૂત છે. તમારે શાંતિ થકી જીવનનો મર્મ સમજાવવો નાહક લડાઇ-ઝઘડામાં જીવન વ્યર્થ ન થવું જોઇએ એવું મહામૂલું શિક્ષણ આપવું.” ચામાચિડિયાને કહ્યું “ તમારે કર્મનાં સિધ્ધાંત બાળકને શીખવવા એ માટે શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ છો આથી આ જવાબદારી તમને સોંપું છું. અને, મોર બાળકને નૃત્ય શીખવશે અને પ્રભુને રીઝવતાં શીખવશે. જેથી બાળક પ્રાર્થનામય અને પ્રભુમય બની જીવનનો આસ્વાદ માણી શકવા સક્ષમ બનશે. આમ, દરેક પક્ષીઓને તેમની કાબેલિયત મુજબ બાળકનાં ઉછેરની જવાબદારી સોંપી. ટીટોડીને બાળની મા જાહેર કરી એનું બહુમાન કર્યું. બધાએ ભેગાં મળી રંગેચંગે બાળકની નામકરણની વિધિ સંપન્ન કરી. બાળકનું નામ રાખ્યું – વિમ્પી.

આખો પક્ષી સમાજ એક મનુષ્યબાળનાં ઉછેર માટે તન-મનથી પોતપોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા. બાળક પણ દરેક પક્ષીઓ સાથે હળી-મળી ગયો. તે પક્ષીઓની ભાષા-વાચા સમજી શકતો અને પક્ષીઓ પણ પોત-પોતાનાં મનની વાતો વિમ્પી સાથે કરતા.

એક શિયાળનાં ધ્યાન પર આ વાત આવી. એણે તકનો ફાયદો ઉઠાવી વનરાજા સિંહ પાસે વ્હાલાં દવલાંની નીતિનાં પાસાં ફેંકવાનું નક્કી કર્યું. એણે આ વાત જંગલમાં પશુ સમાજમાં પહોંચાડી. બધા પશુઓને ભેગાં કરી પોતે લીડરશીપ લઇ વનરાજ સિંહ પાસે ગયા.. દમામભેર આવાજે શિયાળ બોલ્યું – “વનરાજ સિંહની જય હો” મિડિયા તરીકે ભાગ ભજવી રહેલ શિયાળે મરચું-મીઠું ભભરવી, વાતનું ટોપીંગ કરી વનરાજ સમક્ષ સમાચાર મૂક્યાં – “હે વનરાજ! આપણાં વિસ્તારમાં એક મનુષ્યબાળ પ્રવેશી ચૂક્યું છે. આપણે સાવચેત થવાનાં દિવસ આવી ચૂક્યાં છે. આ સ્વાર્થી મનુષ્ય ક્યારેય કોઇનો થયો નથી અને થવાનો નથી. અરે! આ મનુષ્ય જાત તો પોતાની પણ નથી થઇ. આ દગાબાજ મનુષ્યબાળ મોટું થઇ આપ્ણાં માટે ભયાનક આફત સર્જી શકે. મારી વાત ધ્યાનમાં લો નહિં તો પસ્તાવવાનાં દિવસો હવે દુર નથી.” બધા પશુઓએ એકસાથે સૂર પુરાવ્યો. વનરાજ સિંહને આખા સમુદાયની વાત ગળે ઉતરી એમણે તાબડતોડ પક્ષી સમુદાય સાથે મીટીંગ ગોઠવી. મીટીંગમાં વનરાજે જાહેર કર્યુ – “ આ બાળક અહીં આપણાં વિસ્તારમાં રહી નહીં શકે. મને સોંપી દો. હું વાતનો નિકાલ કરી દઉ. “વનરાજ અને પશુસમુદાયનાં એક હથ્થુ નિર્ણય સામે આખા પક્ષીસમાજે એક સાથે હલ્લાબોલ આંદોલન શરૂ કર્યું. પક્ષીરાજે જહેર કર્યું ‘’તમારી પશુતાને કંટ્રોલમાં રાખો, નહીં તો અમે એક સાથે તમારાં ઉપર તૂટી પડીશું અમારી ચાંચ વડે તમને બધાંને કોરી નાંખીશું.

સમય અને સંજોગને સમજી જઇ વનરાજે વિચાર્યું આ પક્ષી સમુદાય સાથે સંધિ કરી લેવી જ યોગ્ય રહેશે. તેઓ પણ પક્ષી સમુદાયમાં ભેળાય ગયા. પશુ સમુદાય અને પક્ષી સમુદાયે બાળક વિમ્પીને સહર્ષ સ્વીકારી લીધો. ‘વિમ્પી’ સેન્ટર ઑફ એક્ટ્રેશન હતો. બધાં જ ખૂબ પ્યારથી વિમ્પીનો ઉછેર કરી રહ્યા હતા. બધા પોત-પોતાની કાબેલિયત પ્રમાણે વિમ્પીને જીવનનાં પાઠ શીખવતા. વિમ્પીની ચંચળતાથી બધા પશુ-પક્ષીઓ હરખાતા અને આનંદમય જીવન જીવતા. કૂદકે ને ભૂસકે મોટાં થઇ રહેલ વિમ્પી અને વિમ્પીની હોશીયારીથી મા ટીટોડીની છાતી ગર્વથી ફૂલાતી.

એક ગોઝારા દિવસે પર્યાવરણ વિદ એ પોતાનાં હેલીકોપ્ટરમાંથી જોયું કે આ ગાઢ જંગલમાં કોઇક મનુષ્ય દેખાય રહ્યું છે. એવું જ હોય તો અહીં મનુષ્ય જીવન શક્ય છે. અહીં મનુષ્ય્નો વસવાટ શક્ય છે એમણે એમનાં સાથીઓ અને સરકારને વાત કરી. સરકારને વાત ગળે ઉતારી એમણે જંગલનું આધુનિકરણ કરવાનો ઠરાવ પસાર કરાવ્યો. સરકાર, અધિકારીઓ, નેતાઓ અને કહેવાતાં પર્યાવરણવિદો બધા પોતપોતાનાં રોટલાં શેકવામાં મગ્ન થઇ ગયા. એક દિવસે મોટાં કાફલા સાથે - પર્યાવરણવિદ્, સરકારી અધિકારીઓ, આર્મીમેન્સ બધાંએ જંગલ તરફ પ્રયાણ કર્યું. પશુ-પક્ષી સમાજમાં વાત પ્રસરી ગઇ. તાબડતોડ એમણે બેઠક બોલાવી. પશુ સમુદાય રીતસર પક્ષી સમાજ પર તૂટી પડ્યો. તેઓ બોલ્યાં “અમે પહેલાંથી જ તમને સાવચેત કર્યા હતા આ એક બાળકને કારણે આપણું આખું જંગલ, આપણી જાતિ, પ્રજાતિ બધા સંકટમાં આવી ગયા. આ મનુષ્ય જાત એક ઝટકે આપણું અને આપણાં જંગલનું નિકંદન કરી નાંખશે. આ બાળકને અહીંથી રવાના કરો. નહીં તો અમને સોંપી દો.”

પક્ષી સમુદાય પણ ખૂબ ગભરાય ગયો હતો. શું કરવું એ નિર્ણય લઇ શકતા ન હતા. પણ ટીટોડીનાં આક્રંદ સામે આખો સમુદાય ઢીલો પડી ગયો. બધાએ એક સાથે પ્રતિજ્ઞા લીધી – ‘ જે થશે તે જોયું જશે આપણે આપણાં જ પોતાનાં વિમ્પીને જાકારો આપી ન શકીએ.’ વિમ્પી પોતે દ્વિધામાં હતો એનું દિલ પશુ-પક્ષી સાથે જોડયેલું હતું પરંતુ એનું દિમાંગ એના પોતાના પર ફિટકાર કરી રહ્યું હતું – એનો આત્મા ડંખી રહ્યો હતો કે “ પોતાનાં જ કારણે બધા સંકટમાં છે.” અંધારી રાતે વિમ્પી જંગલ અને પશુ-પક્ષી સમુદાયને વંદન કરી ભારે હૈયે ગુપચૂપ કોઇને પણ જાણ કર્યા વિના નીકળી ગયો. જંગલની ભયાનકતા, જીંદગીની મજાક, મા ટીટોડીની મમતા અને પક્ષીઓની પક્ષીતા વચ્ચે વિમ્પી મૂંઝવણ અનુભવી રહ્યો હતો. વિમ્પી ભયાનક જંગલો પાર કરી રહ્યો હતો. સરીસૃપ પ્રાણીઓ એનાં પર તરાપ મારવા તૈયાર હતા એ બધાની સામે એ એકલો ઝઝૂમી રહ્યો હતો. ટીટોડીનાં માતૃહ્રદયને અણસાર આવી ગયો કે પોતાનો પ્યારો વિમ્પી સંકટમાં છે. ટીટોડીએ કાગારોળ કરી આખા સમુહને જાણ કરી. ટીટોડીનો વહેમ સાચો પડ્યો અહીંતહીં ક્યાંય વિમ્પી ન હતો. પશુ-પક્ષેઓ જુદી-જુદી દિશાઓમાં વિમ્પીને શોધવા નીકળી ગયા. વિમ્પી મલ્યો ત્યારે એને પ્રેમથી ઠપકો આપી ટીટોડી પાસે લઇ આવ્યા. વિમ્પીને સહીસલામત જોઇ ટીટોડી ચોધાર આંસુએ રડી અને વિમ્પી પાસે વચન માંગ્યુ કે “હવે એ ક્યારેય એને છોડીને ન જાય”

મનુષ્યજાતનો આખો કાફલો ત્યાં પહોંચી ગયો. દરેક પશુ-પક્ષીઓએ હુમલાની યોજના બનાવી મનુષ્યજાત પર આક્રમણ કર્યું. પરંતુ મનુષ્યની ટેક્નોલોજી સામે પશુ-પક્ષીઓ હારી રહ્યા હતા. પ્રેપે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ સાથે કાફલા પર હુમલો કર્યો. છેવટે મનુષ્યજાતે હાર માનવી પડી.

સરકારી અધિકારીઓએ વિમ્પીને સમજૂતી માટે બોલાવ્યો અનેક લોભામણી લાલચો આપી પરંતુ વિમ્પી એ લોકોના સકંજામાં ન જ આવ્યો. સર્વગુણસંપન્ન, કાબેલ, ચપળ વિમ્પીને સરકારે પોતાની તરફ ભેળાય જવા આમંત્રણ આપ્યું ખૂબ આગ્રહ કર્યો પણ પ્રેપે કોઇની વાત માન્ય રાખી નહિં એણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું “તમારા હીરા-માણેક, જર-ઝવેરાત મને લોભાવી નહિં શકે. હું મારી ઘરડી માને એકલી છોડી નહિં તો તમારી સાથે ક્યાંય પણ આવું કે નહિં તો તમને અહિં વસવાટ કરવા દઉં.” અનેક પ્રયત્નો પછી સરકાર અને પ્રાઇવેટ સંસ્થાઓએ હાર માનવી પડી. પક્ષીઓ દ્વારા ઉછરેલ બાળક વિમ્પી મનુષ્ય દ્વારા તાલીમ પામેલ આખાં કાફ્લાં કરતાં કંઇ કેટલાય ઘણો ઉંચેરો નીવડ્યો. સ્વાર્થી મનુષ્યતા સામે નિર્દોષ પક્ષીતાની જીત થઇ.

વિમ્પી અને આખો પક્ષી સમુદાય અને જંગલ સમાજ ખુશીઓથી ઝૂંમી ઉઠ્યા અને ગીત-સંગીતથી ખુશાલીને વધાવી લીધી.

ઝૂમે સૌ વિમ્પી સંગાથ; ઝૂમે સૌ વિમ્પી સંગાથ,

એક નાની સી દુનિયાનાં અમે સૌ પંખીડા,

કૂહૂ કૂહૂ કોયલ ટહૂકે, મીઠું-મીઠું પોપટ,

તા-તા થૈ નાચે મોર- વિમ્પી સંગાથ- વિમ્પી સંગાથ,

આભ, ધરતી, નદી-નાળાં સૌ છલકે

મલકે લીલી વનરાઇઓ - વિમ્પી સંગાથ- વિમ્પી સંગાથ

ઝૂમે સૌ ...


Rate this content
Log in

Similar gujarati story from Children