Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Heena Modi

Inspirational Romance


3  

Heena Modi

Inspirational Romance


ડિજિટલ પ્રેમ

ડિજિટલ પ્રેમ

3 mins 593 3 mins 593

યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે M.B.B.S ઉતીર્ણ કરેલ ડો.કાંચી ઈન્ટરનેશનલ ટૂર પરથી આજે પરત થયા. લગભગ પંદર દિવસથી સ્ટડી બિલકુલ છૂટી ગઈ હતી. આથી ડો. કાંચીને થોડું ટેન્શન આવી ગયું. ડો.કાંચીએ એમના મમ્મી ડેડીને જણાવ્યુ, ‘હવે હું આજથી મારું વોટસએપ, ફેસબુક વગેરે બંધ કરી દઈશ. હવે મારે પી.જી. પ્રિપેરેશન માટે મંડી પડવું છે.’ડો. કાંચી આવું બોલી પોતાના રૂમમાં ગયા. એક પછી એક ફ્રેન્ડસને ત્રણ મહિના માટે ‘ગુડબાય’ કહી રહ્યા હતા અને ત્યાં જ એમના સેલફોનમાં ખણણણ....કરતો એક અવાજ આવ્યો. ડો. કાંચીનું ધ્યાન એ તરફ ખેંચાયું. એમણે જોયું કે એક FB ફ્રેન્ડ કે જેની સાથે વધારે કોઈ ટચ નથી એવા ડો. કેલ્વિને ‘હાય’ વેવ કર્યું. FBમાં આવેલા આ નવા ફિચર્સને જોવા ડો. કાંચીને જરા ઉત્સુકતા થઈ અને અન્યાસે જ ‘વેવ બેક’ થઈ ગયું. બંને વચ્ચે હાય-હેલોથી લઈ મેડિકલ ફિલ્ડની ઔપચારિક વાતો શરૂ થઈ. બંનેને ખ્યાલ ન રહ્યો એમની વચ્ચે વાતચીતનો દૌર લંબાયે જતો હતો. બંને મેચ્યોર્ડ હોવા છતાં‘આ લાઈક યુ’નો મેસેજ એકમેકને આપી દીધો અને છેવટે બંને વચ્ચે ‘ડિલ’થઈ. ‘આજે 12 એપ્રિલ છે. આપણે 12 જૂન સુધી ફોનિક કોન્ટેકમાં રહીશું. પછી આગળ શું થાય એ વિચારશું.’ કહી ગુડબાય કર્યું.

60 દિવસના આ ફોનિક સંપર્કમાં બંને વચ્ચે અનેક અપડાઉન્સ આવ્યા. પસંદ-નાપસંદથી લઈ વિચારોનું મતમાંતર. છતાં લાગણીના કોઈક અગમ્ય તંતુથી બંને એકમેક સાથે જોડાતાં ગયા. કુદરતે બીજા અગિયાર દિવસનું એકસટેન્શન આપ્યું. બંનેની લાગણીઓ તીવ્રતમ ઊંચાઈએ સ્પર્શી રહી હતી. આખરે એકોતેરમાં દિવસની શુભ સવારે ડો. કેલ્વિન રેલવેમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ડો. કાંચીને રેલવે સ્ટેશન પર ટ્રેનના હોલ્ડ ટાઈમમાં મળવા માટે ઈજન આવ્યું.

રેલ્વે સ્ટેશનની ભીડભાડ વચ્ચે બંને એકમેકને સેકન્ડની સોમી પળમાં ઓળખી ગયા. અને બંને વચ્ચે લાગણીનું ધસમસતું પૂર ઊમટયું. પાંચ મિનિટની અંદર જાણે જીવન આખાનું હેત માણી લીધું અને ફરી ટ્રેનનું સિગનલ મળતા ડો કેલ્વિન એમની આગળની મુસાફરીએ નીકળી ગયા. બંનેએ પોતપોતાના પેરેન્ટસ આગળ પોતાના અનુરાગની વાત કરી.

‘FB પર પ્રેમ? FB પર પ્રેમ?’ દરેકને આ પ્રશ્ન અકળાવી રહ્યો હતો. બંને કુટુંબો વચ્ચે ધર્મથી લઈ રહેણીકરણી સુધી અનેક મહાકાય ખીણો ભાસતી હતી. છતાં ડો. કાંચી અને ડો કેલ્વિન વચ્ચે લાગણીઓની હેલી ધોધમાર વહી રહી હતી. થોડા મતમાંતર પછી બંનેના પેરેન્ટ્સ રાજી થઈ ગયા. ગામ આખું વિચારે ચડતું રહ્યું. છેવટે બંને વચ્ચે અનુરાગને સૌએ કુદરતની ‘ઔલોકિક ઘટના’ તરીકે સ્વીકારી લીધી.

ડો. કાંચી અને ડો કેલ્વિન બંને પોતપોતાના વધુ અભ્યાસ અર્થે એકમેકને લાંબા ગાળા સુધી રૂબરૂ મળી શકે એમ નથી. ક્યાંય પણ કોઈ ફિઝિકલ એકટ્રેકશન નથી. છતાં દિન-પ્રતિદિન બંને વચ્ચે અનુરાગ ગાઢ બનતો જાય છે. ‘ગાંડાના ગામ અલગ ન હોય’ એવું બોલનારાઓના મોં પણ સિવાઈ રહ્યા છે. પ્રેમને ભાષા નથી, સ્થળ નથી, રંગ નથી,આકાર નથી, પ્રેમ એ તો ફકત નિરાકાર, નિરંજન સુંદર અનુભૂતિ છે એવું જોનારાઓએ ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે. બંનેના પ્રેમ પર તમામ સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓની વર્ષા વરસી રહી છે.

ડો. કાંચી અને ડો. કેલ્વિન જોજનો દૂર રહીને પણ એકબીજા માટે પોતપોતાના ઈષ્ટને સવાર-સાંજ પ્રાર્થી રહ્યા છે. જોજનો દૂર રહી એકબીજાની તકલીફો સમજે છે. એકમેકને ટેકો આપે છે. હિંમતની સાથે સૂઝ અને સમજણ પણ આપી રહ્યા છે. બંને એકબીજાની મુશ્કેલીઓનો માર્ગ કાઢે છે. બંને બેખબર છે કયારે ભેળા થવાશે? છતાં સવારે ઉઠાડવાથી લઈ રાતે સૂતાં સુધીના દરેક તબક્કએ બંને ફોન પર સાથે જીવે છે, સાથે માણે છે.

કોને કહ્યું રાધા-કૃષ્ણનો પ્રેમ જ અમરપ્રેમ છે! ફકત કૃષ્ણ-મીરાંનો પ્રેમ જ અદભુત છે. ફકત હીર-રાંઝા જ એકમેક માટે સર્જાયા હતા. કાંચી અને કેલ્વિનના પ્રેમે પણ સાબિત કરી દીધું કે પ્રેમ માત્ર આકર્ષણ નથી, માત્ર અટેચમેન્ટ નથી, પણ સાવ નોખી-અનોખી અનુભૂતિ છે. પ્રેમ એ માત્ર શારીરિક અને માનસિક જ ન હોય. પ્રેમ હદયથી હદયનું મિલન છે. પ્રેમ અનરાધાર વહેતી લાગણીઓની અનંત યાત્રા છે. પ્રેમ એ બ્રમાંડથી પણ પર ભાવવિશ્વનું ઝૂમખું છે, પ્રેમ શ્વાસ અને ઉચ્છવાસનો સમન્વય છે. આત્મા-પરમાત્મા વચ્ચેનો લય-તાલ છે.

આ અદભૂત જોડી ડો. કાંચી અને ડો. કેલ્વિને એકમેકથી દૂર એકમેકમાં શ્રધ્ધા – વિશ્વાસના ટેકે ટેકે વિના કોઈ આયાસે-પ્રયાસે, બંને એકબીજા સાથે જીવ્યાં, માણ્યાં, પ્રમાણ્યાં વિના એકબીજાને ‘સપ્તમેવ સખાવત’ના કોલ આપી દીધો - કોઈ દસ્તાવેજ વિના.

ફોનના દસ નંબર થકી પાંગરેલ અને ટકેલ આ પ્રેમ લાગણીઓના તંતુઓ દ્રારા કેવો અજોડ બંધાયેલ છે, ચણાયેલ છે અને નિભાવી રહેલ છે. જોનારા સૌ કોઈ મૂક પ્રેક્ષક બની વિચારી રહ્યા છે કે ‘આ ઔલોકિક પ્રેમનું શું નામ હોઈ શકે - ડિજિટલ પ્રેમ!’


Rate this content
Log in

More gujarati story from Heena Modi

Similar gujarati story from Inspirational