વીજળી
વીજળી
ગરીબાઈને કારણે ઘર ચલાવવામાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈને શ્વેતા કોલેજની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી. એ દિવસે વરસાદ પણ ધોધમાર પડતો હતો એટલે રોજ સાડા આઠે ઘરે આવનાર દીકરી દસ વાગ્યા તો પણ આવી નહોતી. એનો ફોન પણ નહોતો લાગી રહ્યો. પડોશમાં રહેતાં રવિને સીમાબહેને કહ્યું, "બેટા જોને હજી શ્વેતા આવી નથી કંઈ હા ના જેવું ના થઈ જાય !"
ત્યાં તો દૂરથી ઝાંખો પડછાયો લથડિયાં ખાતો દેખાયો જેવો નજીક આવ્યો એવો જ એનાં ચીંથરેહાલ અને નશામાં ડોલતી દીકરીને જોઈ રહ્યાં. ત્યાંજ વીજળી કડાકાભેર પડી સાથે બીજી વીજળી સીમાબહેન પર પડી દીકરીની હાલત જોઈને.
