Nikita Panchal

Inspirational Others

4.5  

Nikita Panchal

Inspirational Others

મા ની આશ

મા ની આશ

1 min
279


દરવાજો ખખડતા જ મંજી દોડીને ખોલવા ગઈ "બબલુ"ને બાજુમાં સૂવડાવીને

"આવી ગયા તમે હું તમારી જ રાહ જોતી હતી" કાનજીના હાથ તરફ નજર કરતા કહે છે તમે કઈ લાવ્યા નહીં ?

આજે શેઠે રૂપિયા ના આપ્યા દર્દભર્યાં આવજમાં કાનજીએ કહ્યું.

શું આજે પણ પાણી પી ને સૂવું પડશે ? ઊંડી ઊતરી ગયેલી આંખો અને વિવશતા સાથે મંજી બોલી,એટલામાં બબલુનો રડવાનો અવાજ આવતાં મંજી તેને ખોળામાં લઈને છાતીએ વળગાડીને દૂધ પીવડાવે છે અને ખુશ થતી કાનજીને કહે છે પાણી પીને આપણે જ સૂઈશું બબલુ તો પેટ ભરીને ખાઈને સૂઈ જશે એની માં એને ભૂખ્યા નહીં સૂવા દે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational