Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

મારી વહુ

મારી વહુ

1 min
459


રમીલાબેન: "શીલાબેન, તમારી વહુ શીતલ તો બહુ સારી છે, જોવો ને ઘડીકમાં કેવો સરસ નાસ્તો બનાવી દીધો અમારા માટે અને બધું કામ પણ જાતે કરે છે કે કામવાળી છે ?"

શીલાબેન: "હા બહુ સારી જ છે વહુ તો મારી, મેં તો એને મારી દીકરી જ માનીને જ રાખી છે, રસોડાનું કામ આપ્યું છે બસ સારું બનાવીને જમાડે, બીજું બધું કામ તો કામવાળી કરી જાય."

રમીલાબેન: "સારું કહેવાય મારી વહુ ને તો એક કામ આપ્યું હોય તોય વાંધો પડે બધું મારે જ કરવું પડે છે, ચાલો ત્યારે હું જવું મારે રસોઈ કરવાની છે તો પછી આવીશ."

શીલાબેન: "હા ચોક્કસ આવજો રમીલાબેન."

શીલાબેન: "શીતલ ક્યાં મરી ગઈ આ કપડાં વાસણ તારી મા કરશે ?"


Rate this content
Log in