Vijay Shah

Comedy Drama Classics

2.4  

Vijay Shah

Comedy Drama Classics

વ્હૂ કેર્સ

વ્હૂ કેર્સ

6 mins
14.7K


નીલ બરાબર વીસ વર્ષે જય ને મળતો હતો.

તેને તો એમ કે જય તો પાકો અમેરિકન થઇ ગયો હશે તેથી તેની અપેક્ષા પ્રમાણે જયને પાક્કા અમેરિકન તરીકે ધારી લીધો હતો.

ફોન ઉપર વાત કરતા પહેલી જ શરૂ આત કરી.

"જય તું હજી “વૉટ્સ’પ” પર નથી ?"

"યાર હું તો મારું કામ ઇમેલ દ્વારા જ કરું છું." વૉટ્સ’પ અને ફેસબુકથી હું વાકેફ છું પણ એવો સમય કયાં છે ?"

"અમારે ભારતમાં આ એકાઉંટ ના હોય તો ગગો કહેવાય."

"જો ભાઇ તારી વાત સાચી હશે પણ હું તો કબુતરો ઉડાડીને પત્રવ્યવહાર કરનારો માણસ. મને કોમ્પ્યુટર સામે બેસી સમય બગાડવો પાલવે નહીં તેથી મારા ધંધાને અનુલક્ષીને જે જરૂરનું છે તે હું શીખ્યો છું અને કામ કાજ ચાલુ હોય ત્યારે સ્ટેટસ અને જરુર વીનાની હાય હેલો મને ના પરવડે."

"પણ તું સમજતો નથી ચેટીંગ દ્વારા પણ તું તારા ધંધાની વાતો કરી શકે."

"જે કામ ફેસ ટુ ફેસ થાય તેજ કામ પાકુ થાય. પણ તું મને કહેને કે તારે શું કામ છે ‘વૉટ્સ અપના’ મારા ખાતાની?"

"અરે યાર! તું ફોન ઉપર જલ્દી મળતો નથી. આ રીતે સંપર્ક તાજો રહેને ?"

"જો સોશિયલ મીડીયાવાળા પેલા બીલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. અને તે દરેક્ની સાથે સંપર્ક રાખવા પાછી ફી ભરવાની અને તેમની જાહેરાતો ડીલીટ કરવાની. બધી બહું ઝંઝટ છે. વળી કમ્પ્યુટર ઇન્ફેક્ટ થઇ જાય તો ઓર તકલીફ."

"યાર ! તું તો હજી ત્યાંનો ત્યાં જ રહ્યો."

"હા. અમેરિકામાં જેટલી જરુરિયાતો છે તે બધી મને ખબર છે. સાથે સાથે “ક્યાં અટકવું” તે પણ જાણું છું. કોઇ મને એક્વીસમી સદીમાં, બાવીસમી સદીની વાતો કરે ત્યારે એટલું તો ખબર છે કે હું તેટલું જીવવાનો નથી ! ચાલ બોલ ક્યારે આવે છે ઘરે ?"

"હા, એટલે જ ફોન કર્યો છે. મારો સાળો મને અડધે સુધી મૂકી જશે, તું મને ત્યાંથી પીક અપ કરજે."

"ભલે ! તારા સાળાને આપ !"

હ્યુસ્ટનના દક્ષીણે તે રહેતો હતો. હીલક્રોફ્ટ સુધી તે આવવાનો હતો. તેથી મેં કહ્યું ભલે હું નીલ અને નેન્સીને લઈ જઇશ અને સાંજે તમે ફોન કરશો ત્યારે ત્યાં મૂકી જઇશ.

"પણ તેઓ તો તમારે ત્યાં રોકાવાનો પ્લાન કરે છે."

"અરે ! ભાઇ હું કામ - ધંધાવાળો માણસ, સાંજે ડલાસ જવાનું છે. તેમને આખો દિવસ ઘરે એકલા બેસી રહેવું પડશે. એના બદલે વીક એંડ ઉપર આવવાનું રાખો તો શાંતિથી વાતો પણ થાય."

"પણ વીકએંનોડ તેમનો પ્રોગ્રામ નક્કી છે. અમે લોકો સાન એન્ટોનીયો જવાના છીએ."

વાતને અંતે નીલને તો ખોટુ લાગ્યું. "યાર તેં તો મને ઘરે ના બોલાવ્યો."

જય કહે, "જો ભાઇ ! મને તું ગગો કહે છે. પણ હવે ખોટુ લગાડીને ગગો તું સાબિત થાય છે.”

"કેમ ?"

"અમેરિકામાં ભારતીય ધારા ધોરણે તેં માની લીધું કે હું નવરો હોઇશ. તને મળવા તલપાપડ હોઇશ. ભાઇ તારા સાળાની વાત સમજ, જો તું ફોન કર્યા વીના આવી ધમકત તો શક્ય છે ઘરે તાળું પણ જોવા મળે."

ખૈર ! પછી તો ફોન ઉપર વાતો બહું લાંબી ના ચાલી અને એક દિવસે જયને જણાવયા વીના નીલ તો આવી પહોંચ્યો…એજ જુની દોસ્તીનાં દાવે. "અરે ! જય તું ભલેને બીઝી હોય તું તારું કામ કરજે હું ભાભી સાથે વાતો કરીશ. તું ભલેને અમેરિકામાં રહી અમેરિકન બને પણ હું તો એજ નીલીયો છું…"

પછીની વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહું તો તેને ખૂબ જ નવાઇ લાગતી કે જય તું ફોન ઉપર જ સારી વાતો કરે છે. તારો કોઇ ઉમળકો દેખાતો નથી.

જય કહે, "નીલ તું તારા પ્રમાણે મને ના ચલાવ અને તેમાંય ભારતમાં જેવો હતો તેવો જય શોધીશ જ ના. અત્યારે મારો મોટો ધંધો પતાવવાનો છે. અને આવી તકો બહું ઓછી આવતી હોય છે. પછી હું બેંક, પોષ્ટ ઓફીસ અને ઘરાકોમાં ફરીશ. અને તારી ભાભી પણ સેકંડ શીફ્ટમાં નોકરી ઉપર જશે…"

એ બહુ પ્રેમથી અક્બર અલિઝનું શર્ટ લાવ્યો હતો અને લતાએ તો મોં ઉપર જ ચોપડાવ્યું નીલભાઇ હવે જયને આવું તમારું દેશી શર્ટ હું ના પહેરવા દઉં. તે પહેરે પણ જોવાનો તો મારેને ? નીલને હતું કે જય વિવેક કરવા પુરતો પણ લતાને વારીશ પણ જયે રાતાનાં બેડરૂમની લઢાઇ રોકવા એટલું જ કહ્યું, "એની શું જરૂર હતી ? હવે જો તું વાંધો ના પાડીશ અને તે શર્ટ પાછું લઇ જજે. કારણ કે મને તે મોટું પડશે."

નીલની અપેક્ષાઓનાં બલુનોમાંથી હવા નીકળતી જતી હતી. લતા જોબ ઉપર ગઇ અને જયનું બજાર બંધ થયું પછી નીલને અપેક્ષા પ્રમાણે જય મળ્યો.

“જો ભાઇ તું જે જયને શોધે છે ને તે તો જોબ ઉપર હોય ત્યારે અમેરિકન હોય. હવે મને સમય મળ્યો છે ભારતીય બનવાનો. બોલ તારે શું કરવું છે ?”

"જો જય! હું હવે અમેરિકામાં સેટલ થવા માંગુ છું પણ મને મારો રસ્તો જડતો નથી."

"જો ભાઇ ૬૫ વર્ષની ઉંમરે અમેરિકામાં આવી અને સેટલ થવું એ લોઢાનાં ચણાં ચાવવા જેવું છે. મેં તે ચણાં ચાવ્યાં છે તેથી કહું છું અમેરિકા એટલે સ્વર્ગ પણ એને માટે જે કોઇ પણ માન્યતાઓથી બંધાયેલો ના હોય. જેમ કે કોલેજ જીવનમાં આવીને અમેરિકામાં જીવતા તારા સાળાની જેમ. હું હજી બદલાયેલો અમેરિકન લોકો માટે છું. પણ અંદરથી હજી પણ ઇચ્છું છું કે રીટાયર થઇને ભારત જઉં. અને તેથી જ હજી ઘર અને બેંક ખાતા ખુલ્લા છે."

"જો જય સમજ. મારે બંને દીકરીઓ અમેરિકામાં લગ્ન કરીને આવી હવે તેમના છોકરા છૈયા થવાનાં. તેમને સાચવવા તેમને તેમની મા જોઇએ જ્યારે હું તો રીટાયર થઇ ગયો એટલે તેમને મારી શું જરૂર ? અને અમદાવાદમાં હું એકલો રહું તો કેવી રીતે રહું ? મહારાજ, હોટેલ અને કામવાળી બાઇનાં ભોજનથી એસીડીટી અને બી.પી. બંને વધે છે."

“અમેરિકન નિરાકરણ તો એજ છે કે તું બદલા. કારણ કે તને અહીં જમાઇઓ વધું ભારણ સમજશે. ટ્રેશ ગણશે, અને કોઇ તને એમને એમ બેસાડીને જમાડશે નહિં શું સમજ્યો ? બીજું નિરાકરણ જે મારા એક મિત્રનાં સાસુએ આપેલું કે નર્કમાં ગયા પછી આત્માને દંડતા પરમાધામીઓ ( પોલિસો ) સામે દલીલો જેમ ચાલે ના તેમ તારી દલીલો કરવાનું છોડ અને શાંતિથી જીવ અને વેઠ, "હું દીકરીઓને ત્યાં ના રહુંનું ગાણું ભારતમાં ચાલે અહીં નહીં. આજમાં જીવ અને ભારતમાં હતો તો આમ અને તેમ તેવું વિચારવાનું છોડ કારણ કે અહીં હવે ભારત નથી અને બંને છોકરીઓને અમેરિકામાં પરણાવી તેં જાતે જે ભૂલ કરી તેની સજા હવે ભોગવ."

"યાર આ નિરાકરણ નથી. આતો મારી દશાનું આબેહૂબ વર્ણન છે. અને આમ જોઇએ તો આ બે વાત નથી એક્ની એક જ છે."

"હા અને તેનું નિરાકરણ જ એ છે કે  જેમ તારી દીકરીઓ રાખે તેમ રહે અને "હું દીકરીઓને ત્યાં ના રહુંનું" ગાણું બંધ કર સમજ્યો ?"

"પણ..."

"હા. આ પણ કરીને તું તારું સુખ શોધે છે જે તું અહીં ડોલરમાં કમાઇને બેઠો હોત તો કોઇ તને સાચવત પણ એવું નથી તેથી વિચારો અમેરિકન કર દિલથી ભલેને તું રહે ભારતીય. વ્હૂ કેર્સ…"

નીલ જોઇ રહ્યો… કાચીડાની જેમ રંગ બદલતા જયને જોઇ હબક ખાઇ ગયેલા નીલે કહ્યું, "તું તો એવોને એવો જ રહ્યો…" તેનાં માથામાં હથોડા વાગતું એક જ વાક્ય હતું. વ્હૂ કેર્સ…

બરોબર પાંચ વર્ષે નીલ પાછો જયને મળ્યો ત્યારે બદલાયેલા નીલની વાહ વાહ હતી નેન્સીને સમજણ નહોતી પડતી કે જયે એવું તો શું કહ્યું કે હતાશ અને ચીડ ચીઢીયો નીલ એકદમ શાંત કેવી રીતે થઇ ગયો ?

નીલે કહ્યું વાત સાવ સીધી અને સરળ હતી. દેશ બદલાયો ઉંમર બદલાઇ ત્યારે હું ના બદલાઉં વાળી મારી જીદ જ મારા દુઃખનું કારણ હતી.અને જયે મને ખખડાવતા એક વાત બહુ સરસ રીતે સમજાવી. જો અમ્દાવાદથી નીચે ખોદતો ખોદતો આવું તો અમેરિકામાં આવું ? અને જો ભારતની ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો નીચે પાતાળ એટલે નર્ક આવ્યું ? ઉપર સુખ છે પણ નીચે તો દુઃખ જ છે અને પરમધામીનાં ચાબખા ઓછા ખાવા હોય કે ના ખાવા હોય તો એક વાક્ય સમજી લે અને તે વ્હૂ કેર્સ...


Rate this content
Log in

Similar gujarati story from Comedy