વેપારી ની દીકરી
વેપારી ની દીકરી




ગુજરાતના એક નાનકડાં શહેર વડનગરમાં, સદીઓ પહેલાં એક નાનકડો વેપારી-વાણિયો એક ક્રૂર વ્યાજખાઉ શાહુકારના મસ્સ મોટા દેવાના બોજ નીચે દબાયેલો હતો.
એ વ્યાજખાઉ શાહુકાર એ એક બુઢો, છીંકણી સૂંઘતો, અનાકર્ષક માણસ હતો. જે વેપારીની રૂપવાન દીકરીને પરણવાનાં અભરખાને લીધે રંગલો થઇ ફરતો હતો. તેને વેપારીને એક સોદાનો પ્રસ્તાવ આપવાનું નક્કી કર્યું. જેનાથી પોતાનું વેપારી પાસેનું બધું જ લેણું ફેડાઈ જાય. જો કે, તેમાં "જો વેપારીની દીકરીને પરણવાનું થાય તો જ દેવું ફેડાય" એવો સાણસો ગોઠવેલ હતો.
શાહુકાર વેપારીને ત્યાં ગયો અને કહેવાની જરૂર ખરી કે તેનો આ પ્રસ્તાવ ખુબ જ ચીતરી ચડે તેવો ઠર્યો ?
પછી શાહુકાર કહે "સમસ્યાનો અંત લાવવા એક કામ કરીએ; હું એક થેલીમાં સફેદ અને એક કાલા રંગનો કાંકરો ઝાડ નીચે મુકીશ. તારી દીકરી ત્યાં જઈ આંખો બંધ કરી, તેમાંથી જોયા વિના, એક કાંકરો થેલીમાંથી બહાર કાઢી લાવશે, જો કાળો હશે તો - તારી દીકરી મારી સાથે લગ્ન કરશે અને તારું દેવું માફ થશે; અને જો સફેદ હશે તો - તારી દીકરી મારી સાથે લગ્ન નહિ કરે છતાંય, તારું બધું જ દેવું માફ થશે !"
કાંકરા પાથરેલા વેપારીના આંગણામાં ઊભેલાં, કુબડા શાહુકારે વાંકા વળી બે કાંકરા ઉઠાવ્યા. કાંકરા ઉઠવતી વખતે, બેય કાળા રંગના કાંકરા ઉઠાવી થેલીમાં નાખત , વેપારીની દીકરીએ તેની આ ચાલાકી ત્રાંસી નજરે નોંધી લીધી હતી. શાહુકારે પછી વેપારીની દીકરીને થેલીમાંથી એક કાંકરો લઇ આવવા કહ્યું.
દેખીતી રીતે જ વેપારીની દીકરી પાસે ૩ વિકલ્પો હતાં :
૧. થેલીમાંથી કાંકરો લાવવાનીની ના પાડી "પહોંચેલી-માયા" શાહુકાર સાથે વેર બાંધવું.
૨. બેય કાંકરા લઇ આવી, શાહુકારનું તરકટ ખુલ્લું પાડવું.
૩. થેલીમાંનાબે કાળા કાંકરામાંનો એક કાંકરો લઇ આવી, ચુપચાપ પોતાના પિતા માટે પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપવું.
તે ભયંકર ગડમથલ, મનોગુંચ હોવાં છતાં, મક્કમ પગલે આગળ વધી.
થેલીમાંથી એક કાંકરો જે પણ કાળો જ હતો, તે જલ્દીથી બહાર કાઢી, "અકસ્માતે હાથમાંથી છૂટી ગયો" હોય તેમ બીજા કાંકરાઓ વચ્ચે પાડીને, પછી આવી ગઈ. જે બધાંએ ધ્યાનથી જોયું પણ ખરું ! આવીને તેણે કુબડા શાહુકારને કહ્યું, "માફ કરજો, હું'ય કેવી અણઘડ-બુદ્ધુ છું... પણ કોઈ વાંધો નહીં, જો તમે થેલીમાં ચકાશણી કરશો તો કહી શકાશે કે મેં કયો કાંકરો ઉઠાવ્યો હતો !"
હવે થેલીમાં કાંકરો તો દેખીતી રીતે કાળો જ હતો . આવી ચતુરાઈ જોઈ કૂબડો શાહુકાર છોભીલો પડી, સમસમી જ રહ્યો. એને તો જો વેપારીની દીકરીએ સફેદ કાંકરો કાઢીને પડ્યો હોત તો વધું તરકટ રમવું હતું. પણ હવે તે પોતાની ચાલાકી બધાંને સમજાઈ ગઈ હોઈ, પકડાઈ જવા માંગતો ન હતો. ન છૂટકે વેપારીનો પુરેપુરો કરજો માફ કરવો પડ્યો !
વાર્તા નું હાર્દ: એક માત્ર છેલ્લો વિકલ્પ જ બચ્યો હોય ત્યારે, વિષય-વસ્તુને અલગ પરિમાણથી વિચારી શકવાની આવડત અને કદી જ હાર ન માનવાનો ઠસ્સો રાખી જીવનની અતિશય કઠિન-કપરી પરિસ્થિતિઓને નાથી શકવાનું હંમેશા શક્ય જ હોય છે !