PRAVIN MAKVANA

Inspirational

3  

PRAVIN MAKVANA

Inspirational

વડ અને પીપળો

વડ અને પીપળો

1 min
196


ખૂબ જ ઓછા પાણી અને માવજતથી થતા વૃક્ષો એટલે વડ અને પીપળો. આ વૃક્ષો ખૂબ જ લાબું આયુષ્ય ધરાવે છે તથા અન્ય વૃક્ષો કરતા વધુ ઓક્સિજન આપે છે અને કાર્બનડાયોક્સાઇડ પણ વધુ શોષે છે.

આ વૃક્ષોની સૌથી વધુ ફાયદાકારક બાબત એ છે કે એકવાર એને ચોમાસામાં ગમે તેવી પથરાળ જમીનમાં પણ રોપી દો તો પણ પછી ક્યારેય એને પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી હા આપ એમા ઝડપી ઉગાવો ઈચ્છતા હોવ તો સમયાંતરે એને પાણી આપી શકો છો.

વડ અને પીપળો સરકારી નર્સરીમાં મળી રહે છે પરંતુ નર્સરીમાં મળતા વડ અને પીપળાના છોડ ડાળી કટિંગથી ઉછરેલા હોય છે જે બીજમાંથી ઉત્તપન્ન થયેલા વડ અને પીપળા કરતા ઓછા ઘટાદાર થાય છે તથા એનું આયુષ્ય પણ બીજવડ કે બીજ પીપળા કરતા ઓછું હોય છે.

શક્ય હોય તો ડાળી કટિંગથી ઉછરેલા વડ, પીપળા કરતા બીજમાંથી ઉતપન્ન થયેલા છોડ વાવો.

આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણી દીવાલો પર કે ઘરની અગાસીમાં પીપળા અને વડ ઊગી નીકળે છે જેને સમય જતાં આપણે કાઢી નાખીએ છીએ.આવા પક્ષીઓના વિષ્ઠા થકી ઉગી નીકળેલા વડ અને પીપળા ખૂબ ઘટાદાર થાય છે આને હળવેથી મૂળ ને ઝાઝું નુકશાન ના થાય એ રીતે ઉપાડી ઘરે પ્લાસ્ટિકની બોટલમાં કે માટીના કુંડામાં ઉછેરી ચોમાસામાં સારી જગ્યાએ રોપી દો.. આને ફક્ત પશુઓથી પ્રોટેક્શન આપી દો.

બસ અહીંથી તમારું કામ પૂરું પછીથી પ્રકૃતિ એને સાચવી લેશે...

પર્યાવરણ ને જીવંત રાખવા આટલું તો આપણે કરી જ શકીએ... જે આપણી ફરજ પણ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational