STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

1  

PRAVIN MAKWANA

Inspirational

વૈશાલી બહેનનું વહાલ અને કેળવણી

વૈશાલી બહેનનું વહાલ અને કેળવણી

1 min
103

વૈશાલીબહેને લીનાબહેન સારાભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેમણે એક પ્રસંગ કહ્યો. એક નાનકડી છોકરીને થૂંકવાની ખૂબ ટેવ હતી. એ ગમે ત્યાં ગમે ત્યારે થૂંક્યા જ કરે. લીનાબહેને એ છોકરીને પોતાની પાસે બોલાવી. એને ખૂબ પ્રેમથી આવકારી. પછી કહ્યું કે, થૂંકવાની ટેવ સારી નથી, પરંતુ તારે જેટલું થૂંકવું હોય તેટલું મારા ખોબામાં થૂંક. એમ કહીને તેમણે પોતાનો ખોબો એ છોકરી આગળ ધરી દીધો. છોકરી પણ જબરી હતી. એ થૂંકવા લાગી. આખો ખોબો ભરાઈ ગયો એટલું એ થૂંકી. ખૂબ થૂંકી. એનું થૂંક લીનાબહેનના શરીર પર ઊડ્યું તો પણ લીનાબહેન હસતાં રહ્યાં. 

ત્યાં વાત પૂરી થઈ. બીજા દિવસે નવી વાત શરૂ થઈ. એ છોકરીએ બીજા દિવસથી જ્યાં ત્યાં થૂંકવાનું બંધ કરી દીધું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational