Pravina Avinash

Inspirational Classics

3  

Pravina Avinash

Inspirational Classics

વાતનું વતેસર

વાતનું વતેસર

2 mins
14.4K


નાની શી વાતનું કેટલું મોટું સ્વરૂપ? વાત જાણે એમ હતી કે આજે ઝરણાં પિયર આવવાની હતી.

‘અરે, હજુ ગયાને મહિનો તો થયો નથી? ત્યાં પાછી આવે છે? શું થયું હશે? આ આજકાલની છોકરીઓ લગ્ન પહેલાં પરણવા ઉતાવળી અને લગ્ન પછી પાછી આવવા થનગને.’

મયંક અને મીતા અટકળ કરીને થાક્યા. આમ જુઓ તો લગ્ન પછી પંદર દિવસ હનીમુન પર ઝરણા અને સાગર માલદીવ ગયા હતા. રોજ ફોન કરતી.

‘મમ્મી અહીં ખૂબ મઝા આવે ્છે. સાગર ખૂબ પ્રેમાળ છે. તું મારી જરા પણ ચિંતા કરતી નહીં.’ વગેરે...

‘મને લાગે છે તેને સાગરનું ઘર નાનું લાગ્યું હશે?’

મીતા નાક ચડાવીને બોલી, ‘કેમ પ્રેમ કર્યો ત્યારે ખબર નહોતી?’

‘તો શું તેના માતા પિતા કાંઈ બોલ્યા હશે?’

‘અરે, સાગરને એક નાનો ભાઈ છે. એ તો બહારગામ કૉલેજમાં ભણે છે.’

’કોઈ નણંદ પણ નથી કે ભાભીને કાંઈ કહે?’

‘આજ કાલ એવું કોણ કરે ્છે?’

‘તો પછી ઝરણા કેમ આવે છે?’

હવે અટકળ કર્યા વગર છાલ છોડ.

‘તમને શું ખબર પડે દીકરીની મા છું, દિલ તો દાઝે ને?’

‘તો શું હું એનો બાપ નથી? મને કાંઇ નહીં થતું હોય?’

બીજે દિવસે ડ્રાઈવરને મોકલવાને બદલે મયંકને મીતા બંને એરપૉર્ટ પહોંચ્યાં.

પ્લેનમાંથી ઝરણા અને સાગર બંને ઉતર્યા. માતા પિતાને પગે લાગ્યા.

‘બેટા, તે તો અમને ગભરાવી મૂક્યા.’

‘મમ્મા, મેં સાગર ના મમ્મીને કહ્યું કે કાલે મારી મમ્મીની ૫૦મી વર્ષગાંઠ છે.’

તેમણે અમને બંનેને પ્રેમથી તારી પાસે જવાનું કહ્યું. તમે શામાટે મારા પર શંકા કરો છો. એવી નોબત ક્યારેય નહીં આવે. અમે બંને એ માતા પિતાને પ્રથમ સ્થાન જીવનમાં આપ્યું છે.

‘હું આવું છું એવી નાની શી વાતનું———’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational