Shital Desai

Drama Tragedy

3  

Shital Desai

Drama Tragedy

વાર્ધક્ય

વાર્ધક્ય

1 min
7.9K


વાર્ધક્ય

મોહા આજે અમસ્તી જ ખુશ જણાતી હતી. અમથું અમથું હસતી હતી ને ધીરું ધીરું ગાતી હતી. બપોરે વાળમાં કલપ કરીને અરીસા માં જોયું તો સાચે જ તે નાની લાગતી હતી.. હાશ..હવે વાંધો નહીં. ફટાકડીઓ તેને આન્ટી કે ક્યાંક કોઈ લબર- મૂછિયા માસી કહેતાં તે તેને ક્યારેય ન ગમતું. ત્યાં સુધી તો ઠીક આ કેટલાંક તો વળી ‘બા’ કહેતાં થયા ત્યારે બહુ વસમું લાગતું. પોતે માંડ પંચાવનની હતી. ને ક્યારેક તો ચાલીસીમાં પહોંચેલ ‘કાકો’ પણ પોતાને બા કહે! મોહા વિચારતી કે પોતે ક્યાં બૈરાં જેવી જાડી ને મોટી લાગે છે? પણ આ બધા લોકો મારાં પાતળા શરીર પર જોવા ને બદલે ના મુખ ની પાકટતા સામે જુએ છે!

ચહેરા ને ફેસિયલ પણ થઈ ગયું. સરસ મંજાઈ ગઈ હતી હવે પોતે. આજે બેન્ક માં જવાનું હતું. રોજ ની જેમ ચંપલ પહેરી ચાલવા માંડવા ના બદલે ઊંચી પોની બાંધી. ચહેરા પર ક્રીમ લગાડી, ઝીણી બિંદી લગાવી. લાંબુ કુરતું અને લેગિંગ્સ પહેરી ને પર્સ ઝૂલવતાં તે બહાર નીકળી ત્યારે તેનાં ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકતો હતો. બેન્ક માં ચમચમ જૂતાં ઠપકારતી પહોંચી તો કેશ-વિન્ડો પાસે થોડીક લાઇન હતી. તે શાંતિ થી લાઇન માં ઊભી રહી ગઈ. ચારે બાજુ જાણે વિજયી સ્મિત ફરકાવ્યું. પાછળ એક છોકરી ઊભી હતી. મોહા તેની સામે પણ અમથું હસી. છોકરી એ પણ સ્મિત આપ્યું. પછી ધીમેથી કહ્યું: તમે લાઇન માં ઊભા ન રહો... સિનિયર સીટીઝન તો સીધા જ વિન્ડો પર જઈ શકે, આંટી!’

આવું કેમ થયું?


Rate this content
Log in

Similar gujarati story from Drama