Nirali Shah

Inspirational

4.8  

Nirali Shah

Inspirational

વાઘા બોર્ડર

વાઘા બોર્ડર

3 mins
356


મને આજે પણ યાદ છે વાઘા બોર્ડર પર વિતાવેલા એ અભૂતપૂર્વ, રોમાંચક અને દેશભકિતથી પ્રચુર એવાં બે કલાક. જ્યારે દરેક ભારતવાસીને પોતાના ભારતીય હોવા પર ગર્વ થઈ જાય.

અમે દસ વર્ષ પહેલાં દિવાળીની રજાઓમાં સિમલા, કુલુ મનાલી, ડેલહાઉસી, જયપુર,દિલ્હી, બિકાનેર અને અમૃતસરની ટૂર પર ગયાં હતાં. અમારી ટૂર બેસતાં વર્ષના દિવસે અમદાવાદથી લક્ઝરી બસમાં ચાલુ થઈને પહેલાં અમે પહોંચ્યાં જયપુર. ત્યાં એક દિવસ અને એક રાત રોકાયા, સાઈટ સીન કરીને, શોપિંગ કરીને, રાજમંદિર ( કાચનું થિયેટર) જોઈને બીજા દિવસે દિલ્હી જવા રવાના થયા.

દિલ્હીમાં લંચ લઈને સિમલા જવાનીકળ્યા. સિમલામાં બે દિવસને બે રાત્રિનું રોકાણ હતું. ત્યાં એક દિવસ કૂફરી ગયા, બીજા દિવસે હિડિંબા ટેમ્પલને માંલ રોડ પર શોપિંગ કરીને, કુલુ નજીક રિવર રાફ્ટિંગ કરીને મનાલી જવા રવાના થયા. અહી ત્રણ દિવસ અનેને રાત્રિનું રોકાણ હતું, એક દિવસ રોહતાંગ પાસ ગયા, એક દિવસ મણીકરનમ ગયાને ત્રીજા દિવસે શોપિંગ કરીને ડેલહાઉસી જવા રવાના થયા. અહી તો ખૂબ સરસ મજાનાં સાઈટ સીન કર્યા, ખજ્જીયાર ગયા, જ્યાં કેટલીય હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. અહી હિમાચલી ડ્રેસ પહેરીને ફોટા પડાવ્યા. પછીના દિવસે અમે અમૃતસર જવા રવાના થયા. અહી જ ખરેખરની રોમાંચક સફર ચાલુ થઈ.

અમૃતસરમાં લંચ લઈને અમે બસમાં અટારી જવાનીકળ્યા, અટારી પહોંચીને ત્યાંથી એક - દોઢ કિલોમીટર ચાલીને વાઘા બોર્ડર ( આપણામાંટે તો અટારી બોર્ડર કેમકે વાઘા ગામ તો પાકિસ્તાનમાં છે) જવું પડે છે. વાઘા બોર્ડર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની એવી બોર્ડર છે કે જ્યાં ભારત અને પાકિસ્તાન બંને બાજુ ઓપન એર થિયેટર બનાવેલા છે.ભારતની સરહદ પરના ગેટ પર મહાત્મા ગાંધીનો ફોટો છે અને પાકિસ્તાનની સરહદ પરના ગેટ પર મોહમ્મદ અલી ઝીણાનો ફોટો છે.બંને દેશોના ગેટ પર પોત પોતાના રાષ્ટ્ર ધ્વજ લહેરાય છે.

અમે બધા જ દર્શકો થિયેટરમાં ગોઠવાઈ ગયા, ઘણા ઊભા રહ્યા હતા અને ઘણા પગથિયાં પર બેસી ગયા હતા. પછી બંને દેશોના જવાનોએ પોત પોતાની સરહદમાં પરેડ ચાલુ કરી. આપણા જવાનો એ પરેડ પૂરી કરીને સ્પીકરમાં દેશભક્તિના ગીતો ગુંજવા લાગ્યા. ઘણા બધા દર્શકો આગળ આવીને ભાંગડા કરવા લાગ્યા અને બીજા પણ ઘણા નૃત્ય કર્યા. 

"યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા, મસ્તાનો કા, ઈસ દેશ કા યારો હો.... ઈસ દેશ કા યારો ક્યાં કહેના" ખરેખર સાંભળીને મનમાં એક દેશભક્તિનું જોમ ઉમટી આવે છે. પછી જવાનો એ પ્રેક્ષકોમાંથી જેને પણ રાષ્ટ્રધ્વજ લઈને દોડીને છેક ભારતની સરહદ પરના ગેટ પાસે જવું હોય તેમને આમંત્રિત કર્યા, હું પણ ગઈ અને આપણો ધ્વજ લઈને દોડીને છેક ભારતની સરહદ પૂરી થતી હતી ત્યાં ગેટ પાસે પહોંચી. અરે ! કેટલું બધું ઓછું અંતર હતું ભારત અને પાકિસ્તાન બંનેના ગેટ વચ્ચેમાંત્ર ચાર ડગલાં જ.

જેવા સાંજના 5:30 થયા એટલે બંને દેશોના જવાનોએ પોત પોતાના રાષ્ટ્ર ગીતની ઘૂન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી, અમે પણ રાષ્ટ્રગીત ગાઈ અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને જેવું રાષ્ટ્ર ગીત પૂરું થયું કે તરત જ બંને દેશોના જવાનોએ બ્યુગલનાં નાદ સાથે ધ્વજઅવરોહણની વિધિ કરીને ધ્વજને માંનભેર ગડી કરીને ઓફિસમાં લઇ જવામાં આવ્યો.

મજાની વાત એ હતી કે બંને દેશોના રાષ્ટ્ર ધ્વજ એક બીજાની એટલા નજીક છે કે તેમની અવરોહણ વિધિ વખતે બંને ધ્વજ એકબીજાને ક્રોસ થાય છે. અને એ અભૂતપૂર્વ ઘટનાને બંને દેશોના થીયેટરમાં બેઠેલા દર્શકો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. અમે આપણા જવાનો સાથે ફોટા પડાવ્યા અને એમને સેલૂટ કરી. ખરેખર એક અવિસ્મરણીય ટૂર બની ગઈમાંરામાંટે વાઘા બોર્ડર.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Inspirational