ઉંજણ
ઉંજણ


નીરવની સાઈકલ આજે સારી રીતે ચાલતી ન હતી, એને સાઈકલ ખૂબ જ ગમતી હતી. જ્યારથી સાઈકલ લાવી ત્યારથી એક દિવસ માટે પણ એને ચલાવી ન હોય એવું બન્યું ન હતું, પણ ગયા અઠવાડિયે ચાર દિવસ માટે શાળા તરફથી ગોઠવાયેલા પ્રવાસમાં ગયો હતો, એટલે “મને લાગે સાઈકલ પણ મારા થી રિસાઈ ગઈ” એવું વિચારીને નીરવ એને સાફ કરવા લાગ્યો.
નિરવે પહેલાં કોરા કપડાથી સાઈકલને સાફ કરી પછી એના ચક્ર અને ચેનમાં ઉંજણ નાખ્યું. એના પછી એને સાઈકલના બે રાઉન્ડ માર્યા તો એ બિલકુલ આવાજ વગર સારી રીતે ચાલવા લાગી.
નીરવનાં મમ્મી –પપ્પા ગામડેથી આવીને મહેસાણામાં સ્થાઈ થયાં હતાં. અહી શહેરમાં નાની-નાની ચીજ -વસ્તુઓ માટે બાર વરસના નીરવને ઘણીવાર દોડધામ કરવી પડતી. એને પોતાને પણ સાઈકલ ચલાવવાની મજા આવતી એટલે એના પહેલા જન્મદિવસે જીદ કરીને પણ એના પપ્પા પાસે સાઈકલ મેળવી લીધી.
ઘરના આગળની ખુલ્લી જગ્યામાં નીરવ સાઈકલને સાફ કરતો હતો, આ દ્રશ્ય એનાં મમ્મી જોઈ રહ્યાં હતા. ફક્ત જોતાં ન હતાં પણ ઊંડા વિચારોઆ ગરકાવ થઇ ગયાં હતાં. એમને વિચારો એ આવતા હતા કે સાઈકલના આવાજોની જેમ એલા દામ્પત્ય જીવનમાં પણ કેટલાક અવાજો આવતા હતા, જેના તરફ એ દુર્લક્ષ સેવી રહી હતી.
જેમ નીરવ સાઈકલને સાફ કરે છે અને ઉંજણ કરે છે એમ જો હું મારા ગૃહસ્થ જીવનમાં પ્રેમનું ઉંજણ કરીશ નહી તો મારી આ જીવન સાઈકલ સારી રીતે ચાલશે. . !!