ઉકળાટ
ઉકળાટ
ઉકાળાટ
મરીન લાઇન્સના હાઈરાઇઝના ટોચના માળના દીવાનખંડમાં પણ વરસાદી જીવડાં, જાણે પોતે લીફ્ટમાં ચઢી આવ્યા હોય એમ, ખખડાટ કરતા ભેગાં થયા હતા.
વિશ્વાએ એપાર્ટમેન્ટની બત્તીઓ બુઝાવી, બારીઓ અને બારણું ખોલ્યું ત્યારે ભીના પવનની પહેલી લહેરખીએ તેના ખુલ્લા વાળ વાળ ઉડાવી દીધા.
બારીની બહાર આભ ચોખ્ખું નીતરતું, જાણે આખાં મલકનું આકાશ રડી રહ્યું હોય.
પંદરમા માળેથી નીચે જોયું, સ્ટ્રીટલાઇટની પીળી રોશનીમાં રસ્તા પર મોપેડ અને કારનુ કીડીયાળુ, ઉબડ-ખાબડ રસ્તે વહી રહ્યું હતું.
દરેક ટીપું રોડના ખાડા ઊંડા કરતું હતું,
અને તે દરેક ટીપું જાણે તેના હૃદયમાં શુળ બની ચભળી પણ જતું હતું.
આજે વિશ્વાસ આવવાનો હતો.
છેલ્લી વાર પણ વરસાદી દિવસે મળીને તેણે વચન આપતાં કહ્યું હતું –
"હું પરત આવીશ..."
પણ વર્ષો વીતી ગયા.
તે પરત ન આવ્યો.
વિશ્વાએ ડ્રેસિંગ ટેબલના જવેલરી બોક્ષ માંથી તેની લખેલી જૂની ચીઠ્ઠી હાથમાં લીધી.

"જ્યારે આવો વરસાદ પડે, મને યાદ કરજે..."
અસંખ્ય વખત વાંચેલી ચિઠ્ઠી ના શબ્દો હવે ભીંજાયેલા લાગતા હતા,જાણે ચીઠ્ઠી પણ રડી રડી હોય.
એણે બારીઓ અને બારણું બંધ કર્યું,
પણ વરસાદની સુગંધ આખાય એપર્ટમેન્ટમાં અંદર ઘુસી આવી.હૃદયમાં અચાનક તીવ્ર ચડક્યો.કદાચ વિશ્વાસ પણ ક્યાંક આ જ વરસાદ જોઈ તો રહ્યો જ હશે.
પણ એ ક્ષણે વિશ્વાને સમજાયું.
વરસાદ માત્ર ભીંજવે છે, ગયેલાને પાછું નથી લાવતું.
બહાર વરસાદ ચાલુ હતો,અંદર વિરહ વધુ ઘેરો બનતો હતો.
થોડી પળોમાં વરસાદ થમી ગયો.વરસાદી જીવડાં અલોપ થયા,ઠંડક પણ ઓસરતી ગઈ.
અને આખા દીવાનખંડમાં, રહી ગયો માત્ર કેવળ ઉકાળાટ.
-------
~વાંચન વિશેષ~
1~ શબ્દપુષ્પ પરિચય
“ચડક્યો”
શબ્દ “ચડક્યો” નો અર્થ સંદર્ભ પર આધાર રાખે છે, પણ સામાન્ય રીતે એ તીવ્ર, અચાનક લાગણી કે અસર દર્શાવે છે. અહીં કેટલાક સંદર્ભિત અર્થો છે:
📚 ચડક્યો – અર્થ અને અંશ
- શારીરિક સંવેદના:
“હૃદયમાં તીવ્ર ચડક્યો” એટલે અચાનક લાગેલી દુખાવાની કે લાગણીની ચમક—જેમ કે દુખ, શોક, કે યાદનો ઝટકો.
- અચાનક લાગણી:
કોઈ યાદ, પસ્તાવો, કે વિરહની લાગણી અચાનક ઊભી થાય ત્યારે “ચડક્યો” કહેવાય.
- ધ્વનિ સંકેત:
ક્યારેક “ચડક્યો” ધ્વનિ માટે પણ વપરાય છે—જેમ કે વીજળીનો ચમકારો કે ધબકારો.
---
ઉદાહરણ: “હૃદયમાં અચાનક ચડક્યો, જાણે જૂની યાદે વીજળી સમી ચમક મારી હોય.”
“ચડક્યો” શબ્દનો ઉપયોગ ઉપરોક્ત પ્રસ્તુત ઉકાળાટમાં કર્યો છે, એ અત્યંત સંવેદનશીલ છે—નયિકા વિશ્વાની અંદર ઊભી થયેલી વિરહની લહેર, જે શબ્દથી વધુ ઊંડું બોલે છે.
2~રૂપક વિચાર વિસ્તાર:
વરસાદી જીવડાં :- માનવીના જીવનમાં ખાટી કડવી યાદો પ્રસંગોપાત વણ બોલાવી આવી તડપાવી જતી રહે છે.
#################
🙏🏻How is it Sir, pl react with your comments 🙏🏻
