STORYMIRROR

Bharati Vadera

Tragedy

2  

Bharati Vadera

Tragedy

તું નરસિંહ રુપે આવ

તું નરસિંહ રુપે આવ

1 min
496

દેશના ખૂણે ખૂણે હજીયે નિર્ભયાવાળી થાય છે. લાગે છે પાંચ હજાર વર્ષથી કેટલીયે દ્રૌપદીઓનાં ચીર પૂરતા કૃષ્ણનાં થાકયા છે હવે હાથ અને ખૂટયો છે કાપડનો તાકો અને સામે છેડે છે અગણિત દુર્યોધન અને દુશાશનની કતાર. જેમની માનસિક વિકૃતિ વિશે વાત કરતાં પણ આવે છે મુને લાજ. એક તરફ મા નાં નામની દુહાઈ દેતા તો બીજી તરફ એનાં જનનાંગ ને જ દેતા ગાળ. નવ મહિના જે મા એ આવા મનેખ ને કોખમાં ઉછેર્યા, છાને ખૂણે રડતી હશે એની માત. હાથ જોડી વિનવું પ્રભુને રાખજે એ માડીનાં સંસ્કારોની લાજ. માણસ ભૂલ્યો છે માણસાઈ હવે પ્રભુ તું નરસિંહ રુપે આવ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy