STORYMIRROR

Bharati Vadera

Others

2  

Bharati Vadera

Others

ટેટૂ

ટેટૂ

1 min
562

ફેમસ બિઝનેસ ટાયકૂન સેમ કપુરનાં ઘરે પાર્ટી તેની ચરમ સીમા પર હતી. સ્ટેટસ સિમ્બોલ ગણાતી આ પાર્ટીમાં વાઈનની ચુસ્કી લેતાં ડાન્સ કરી રહેલી સેમની બ્યુટીફુલ વાઈફ નિમ્મીને દિકરા ક્રિશે પૂછ્યું, "મોમ ! મને વ્હેલનું ટેટું કરવું છે. હું કરું ?" નિમ્મીએ કહ્યું "તને ફાવે તેમ કર. ડુ નોટ ડિસ્ટર્બ." બીજે દિવસે સફેદ સાડીમાં સજ્જ નિમ્મી સજળ નયને દિકરાનાં હાથ પર દોરેલા બ્લ્યુ વ્હેલનાં ટેટુને નિહાળી રહી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન