Bharati Vadera

Comedy Inspirational

0.6  

Bharati Vadera

Comedy Inspirational

હાસ્ય

હાસ્ય

2 mins
399


કોઈનાં ચહેરા પર હાસ્ય લાવવા માટે તમે શું કરી શકો?

હસવાનું તો ભઈ એવું છે ને કે જેને હસતાં આવડે ઈ બીજાને હસાવી શકે. હવે આપણી તો છબી જ પહેલેથી સિરિયસ ટાઈપની. એમાં અમારો કંઈ વાંક નહીં. નાની હતી ત્યારે બહુ હસતી અને એમાં પાછા ગાલમા ખાડાં પડે. પણ મોકાણ આ મોટી થઈને ત્યારથી શરુ થઈ. જરાક હસું એટલે દાદીમા કહેતા " છોકરીયુંએ ઝાઝું હસાય નહીં. આમ દાંત કઢાય? જરાક મૂછમાં હસીએ એમ જ હસાય. " એમાં આપણને તો મૂંછના દોરા ફૂટ્યાં જ નહીં.


પરણી ને સાસરે આવી તો દાદીએ સલાહ આપેલી કે જોજે સાસરીમાં જોરથી ખિખિયાટા નો કરતી તે માપથી હસવામાં ને હઈશો હઈશો કરીને જીવવામાં આપણા હોઠોનાં ધનુષની પણછ ખેંચાઈ જ નહીં એટલે હસવાનું માળુ પેટમાં ગરી ગ્યું. એક તો આપણું પાંચ ફૂટ નું બેઠી દડીનું વધારે પડતું તંદુરસ્ત શરીર એટલે સોફા પર બેસીને હસીએ તો માળો સોફો ય ધ્રૂજવા માંડે. હસવાનો આફરો ચડ્યો હોય એમ માખણનાં પીંડા જેવું પેટ તો ઉછાળા મારે. એમાંય જો હાથમાં ચા ની રકાબી હોય તો દિકરો વહુને કહે કે મમ્મી નાં હાથમાંથી રકાબી લઈ લે નહીં તો ચારેકોર ચાની રેલમછેલ થાશે એટલે મારા હસબંડ ધીરેથી બોલે હવે બસ. હવે હસબંડ કહે એટલે આપણું હસવાનું બંધ.


બોલો ! મારી કામવાળી પણ સંભળાવે કે બાઈ ! જાસ્તી હસને કા નહીં , મેરે કો કિતની બાર પોંછા લગાના પડતા હૈ.


ઉંમર વધતા હોર્મોન્સ માં ફેરફાર ને કારણે એક દિવસ મારા હોઠો પર મૂછ જેવા વાળ આવ્યા. મને જોઈને ઘરનાં બધા હસતા હતા તો બધાની સાથે હું પણ ખડખડાટ હસી. ખડખડાટ હસવા જતાં દાંતનું ચોકઠું દૂર જઈને પડ્યું ને એમાં તડ પડી ગઈ અને મારા ખડખડાટ હસવા પર પાબંદી લાગી ગઈ એટલે મારે જો કોઈને હસાવવા હોય તો ઈન્સ્ટન્ટ નુડલની જેમ થોડી હાસ્ય પંક્તિઓ સંભળાવી દઉં અથવા સરસ મજાનું ગીત સંભળાવું , તેમને મનગમતું બનાવીને જમાડું અને તો યે ન હસે તો સિધ્ધાર્થ રાંદેરીયાનું નાટક ' બસ કર બકુલા' ની સીડી જોવા આપી દઉં. આટલું કરવા છતાં ય જો ન હસે તો એમને દિવેલનાં સમ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy