Mana Vyas

Children Thriller

2.5  

Mana Vyas

Children Thriller

ટીનીની દિવાળી

ટીનીની દિવાળી

4 mins
7.0K


ટીની આજે ખુબ આનંદમાં હતી. સવારે જ પાપાનો ફોન આવ્યો હતો.. આ વખતે દિવાળીની રજામાં ઘરે આવશે. મમ્મીએ કહ્યું હતું.. કહેતાં કહેતાં એના ગાલ પર સરસ સુરખી છવાઈ ગઈ હતી. ટીની આ ખુશખબરી પહેલા દાદા દદીને આપી આવી. પછી પોતાના વ્હાલા મિત્રોને કહેવા ગઈ.

સૌથી પહેલા બ્રુનો.. એનો લાબ્રાડોર ડોગી. ટીનીએ એને વ્હાલથી પંપાળી કાનમાં કહ્યું.. પાપા આવે છે. આપણે એમની સાથે ફીશીંગ કરવા જશું.. બ્રુનો એકદમ ઉભો થઈને પુંછડી હલાવી પોતાનો હરખ બતાવવા લાગ્યો. પછી ટીની દોડતી ગાર્ડનમાં ગઈ. બર્ડ ફીડર પાસે પોપટ, ચકલી, કબુતર, કાબર વગેરે ઘણાં પંખી ચણતા હતા. પાપા આવે છે. પંખીઓએ કલબલાટ કરી હર્ષ બતાવ્યો. પછી ટીની એને ગમતા પીળા ગુલાબ, મોગરા અને વાડ પર ચઢેલી ચમેલી તથા રાતરાણીને પણ કહી આવી.

ઘરમાં અચાનક જીવ આવી ગયો. દાદી અને મમ્મી દિવાળીમાં કઈ કઈ મિઠાઈ અને નાસ્તા બનાવવા એની ચર્ચા કરવા લાગ્યા. દાદા ઇલેક્ટ્રિશીયનનો ફોન શોધી બંગલાને રોશની કરવા માટે કહેવા લાગ્યા.

ટીનીના પિતા એર ફોર્સમાં હતા. કેપ્ટન મહેન્દ્રસિંહ ઝાલા. એમ તો દાદા પણ રિટાયર્ડ આર્મી મેન હતા. પરિવાર જામનગરમાં એક સુંદર બંગલામાં રહેતો હતો.

સાત વર્ષની ટીની... નામ તો એનું તાન્યા હતું.. પણ બધાં એને ટીની કહીને જ બોલાવતા. ટીની એની ઉંમરના પ્રમાણમાં ઘણી જ હોશિયાર હતી. ઘરમાં અમુક શિસ્ત પળાતી હોવાથી ખાસ મિત્રો નહોતા. એટલે ટીનીના દોસ્તો ગાર્ડનના ફૂલ ઝાડ અને બ્રુનો હતા. ટીની સ્કૂલથી આવે એટલે મમ્મી સરસ નાસ્તો આપે પછી દાદા દાદીને મળે અને બ્રુનો સાથે ગાર્ડનમાં રમવા જતી રહે. સ્કૂલમાં શું કર્યું એની રજેરજ વાત ફુલોને કહેતી જાય.

ટીની પોતે ગાર્ડનની સંભાળ લે.. એને ચોખ્ખો રાખે.

રાતે ડીનર પછી સૌ ટી વી જોવા બેઠા. પાડોશી દેશે ફરી શાંતિના નિયમનો ભંગ કર્યો હતો. સરહદ પર તંગદિલી વધી ગઈ હતી. દાદીએ અકળાઈ ને કહ્યું "આ લોકો ક્યારેય નહીં સુધરે.." દાદા થોડા નર્વસ થઈ ગયા. મમ્મી પણ ચિંતિત થઈ ઉઠી.

બરાબર રાત્રે બાર વાગે પાપાનો ફોન આવ્યો. પાપા ઉતાવળમાં હતા. મમ્મીના મોબાઈલ પર એમણે કહ્યું એ હવે દિવાળીની રજામાં ઘરે નહીં આવી શકે. ગમે તે સમયે ઇમર્જન્સી આવી શકે અને એમણે દેશને માટે સેવા આપવા તૈયાર રહેવું પડશે. મમ્મીનું ડુસકું નીકળી ગયું.. પણ દાદીએ ઈશારો કર્યો ને એ સ્વસ્થ થઈ ગઈ. મમ્મીએ ફોનનું સ્પીકર ઓન કર્યું ને બધાંએ એમને ઓલ ધ બેસ્ટ વીશ કર્યું. ટીનીએ લવ યુ પાપા કહ્યું.. ત્યારે પાપાને ગળામાં સ્હેજ કંઈક અટક્યું પણ બીજી સેકંડે માય લીટલ ચેંપ કહી હસી પડ્યા. ફોન મુકાઈ ગયો.

અચાનક જીવંત લાગતું ઘર શાંત થઈ ગયું.

એક ઘેરો ઓછાયો આખા ઘરને ઘેરી વળ્યો.

રાત્રે દાદાએ ટીવી ચાલુ કર્યું. ભારતની સર્જીકલ સ્ટ્રાઈક સામે પાડોશી દેશ કોઈ પણ હુમલો કરે એવો અંદેશો હતો.

કોઈ વધુ વખત ટીવી જોઈ ન શક્યું. થોડી વારમાં થોડા મિત્રો અને સગાંના ફોન આવી ગયા. પૂછપરછ માટે. દાદાએ બધાંને શાંતિથી જવાબ આપ્યા.

ચાર દિવસના અજંપા પછી એરફોર્સમાંથી ફોન આવ્યો કે કેપ્ટન મહેન્દ્રસિંહ ઝાલા લાપતા છે. જે પ્લેનમાં એ અને એમના સાથી વિશ્વજીત રોય ગયા હતા એનો કોઈ પત્તો નથી. શોધખોળ ચાલુ છે. મમ્મીથી એકદમ રડાઈ ગયું પણ દાદીએ કહ્યું "દેશને માટે જાન કુરબાન કરનાર માટે ક્યારેય આંસુ ના હોય. હિંમત રાખો." નાના નાની ઘરે આવી ગયા. નાનાજી પણ આર્મીમાં ડોક્ટર રહી ચુકેલા એટલે એમણે મિત્રો દ્વારા બનતી તપાસ કરવા માંડી.

ટીની બધું જોતી અને સમજવાની કોશિશ કરતી. હવે એ વધુ ઠરેલ થઈ ગઈ. એને સમજાયું કે રડવાથી મમ્મી હજી ઢીલી થઈ જશે. મમ્મીને અને એના બધાં દોસ્તોને એણે કહ્યું.. પાપા જલ્દી આવી જશે.

હવે બધાંની હિંમત ખુટતી જતી હતી. સૌ સાથે બેસીને પ્રાર્થના કરતા.

સવારે ટીની ગાર્ડન માં ગઈ. એના ફેવરીટ પીળા ગુલાબ પર આજે ઘણાં ફુલ આવ્યાં હતાં. એ ખુબ ખુશ થઈ ગઈ. એને થયું મમ્મીને બતાવું એને થોડું સારું લાગશે. એ મમ્મીને શોધતી હતી પણ બ્રુનો એને ફોન તરફ ખેંચી જતો હતો. એ સમજી નહીં પણ ફોન પાસે ગઈ અને ખરેખર ફોન રણકવા લાગ્યો.. એ જરા ડરી ગઈ ક્યાંક માઠા સમાચાર તો નહીં હોય.. પણ એણે હિંમતથી ફોન ઉપાડી હલો કર્યું... એના આશ્ચર્ય વચ્ચે સામે છેડે પાપા હતા.. સર્જીકલ સ્ટ્રાઈક પછી મહેન્દ્રસિંહના સાથી વિશ્વજીતને અચાનક એપેન્ડીકસનો દુખાવો ઉપડ્યો હતો. બેઝ સાથે સંદેશા વ્યવહાર તુટી જવાથી મસેજ મળી ન શક્યો. મહેન્દ્રસિંહે અજબ હિંમત દાખવી સાથીની જાન બચાવી લીધી.

આજે ફરીથી ઘરમાં મિઠાઈ બનવા લાગી. ટીનીનું ઘર રોશનીથી ઝગમગી ગયું. પાપાએ આવતાની સાથે ટીનીને ઉંચકી લીધી. ટીનીએ ખુબ ઉમંગથી દિવાળી ઉજવી.


Rate this content
Log in

Similar gujarati story from Children