Mana Vyas

Inspirational Thriller Tragedy

3  

Mana Vyas

Inspirational Thriller Tragedy

સ્નેહબંધન

સ્નેહબંધન

2 mins
14.7K


ભાભી...થોડી ગળી અને તીખી ચટની લાવજો...

હા સૌમ્યા..બધું રેડી છે તો થોડી પાપડી ચાટ પણ બનાવી દે ને..નીલેશકુમારને ખૂબ ભાવે છે. કેમ જમાઇ રાજ ખરું ને...

હા..મમ્મી..

બધાં જોરથી હસી પડ્યાં.

સૌમ્યા ફરી કિચનમાં જઇને પાપડી ચાટ બનાવવા લાગી. ભેળ,પાણી પુરી,સેવપુરી અને રગડા પેટીસ..આટલી બધી ચીજો તો હતી. આજે સવારથી આ બધાંની તૈયારીમાં લાગી હતી. હવે એ થાકીને ચૂર થઈ ગઇ હતી.

હર વર્ષ રક્ષાબંધનનો તહેવાર મહેતા કુટુંબમાં ખુબ ધામધૂમથી ઉજવાય. સૌમ્યાના પતિ સમીરને બે નાની બહેનો રાખડી બાંધવા આવી પહોંચે. સાથે જમાઇઓ પણ ખરાં. છોકરાઓ તો હોય જ. બે માં ની એક અમદાવાદ પરણી હતી..અને મોટા ઘરમાં પરણી હતી. એટલે એ ને જરા વિશેષ મહત્ત્વ મળતું. જયારે નાની નણંદ મુંબઈમાં હતી પરંતુ નોકરી કરતી હોવાથી ખાસ મળવા આવી શકતી નહીં. એટલે જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે સૌ મનભરીને માણી લેતા.

આ હવે લગભગ ક્રમ જ થઇ ગયો હતો. તેથી સૌમ્યાને પોતાના ભાઇ ને થાણા જઇ રાખડી બાંધવાનું હંમેશા મુલતવી રાખવું પડતું. આજે તો એ ખરેખરની કંટાળી હતી. વિવિધ ચાટની તૈયારી અને પછી એને વારાફરતી સૌના અલગ સ્વાદ પ્રમાણે બનાવતા પોતાની ભૂખ મરી ગઇ હતી. સૌએ ભેળપુરી, ચાટની મઝા માણી અને સાથે ટીવી પર ફિલ્મ પણ જોઇ રહ્યા હતા.બધે અવાજ અને હસાહસ ચાલી રહી હતી. સૌમ્યાના પગ હવે બેસવા માટે ઉતાવળા થયા હતા. માંડ માંડ ખુણામાં મુડા પર બેઠી ત્યાં તો કિચનમાં વાસણ પડવાનો અવાજ આવ્યો.

અરે સૌમ્યા..સાસુજી ઉંચે અવાજે બોલ્યાં..અંદર જો તો કબુતર ઘુસી ગયું લાગે છે..વાસણ પાડી નાંખ્યું. સૌમ્યા ના પગ બળવો પોકારી ઉઠ્યા. પણ ઉઠ્યા વગર છુટકો જ ક્યાં હતો?

ભૂખ,થાક અને કંટાળાની મારી કબુતર પર રોષ કાઢવા લાકડી ઉઠાવી મારવા ઉગામી ત્યાં તો....

સામે સમીર ઉભો હતો. બે હાથમાં સેવપુરી અને ભેળની પ્લેટ લઇને...

મેડમ...આપકે લિયે..

સૌમ્યા નો સઘળો થાક, કંટાળો અને રોષ આંખમાં છલકાઈ વહી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational