STORYMIRROR

Mana Vyas

Inspirational

3  

Mana Vyas

Inspirational

સમજણ-૧

સમજણ-૧

1 min
14.3K


"હંઅઅ..મને હજી વધારે કેરી જો એ....હંઅઅ" નાના ચાર વર્ષના દીપુએ ભેંકડો તાણ્યો.

"બેટા..બસ..હવે કેરી ખતમ થઈ ગઇ. પછી બીજી લાવીશું હં..."મમતા બેને દિકરાને સમજાવતા કહ્યું.

"નાઆઆઆ..મને હમણાં જ જો એ..." હવે દીપુએ હઠ કરી..

"બેટા સોનલ ..ભાઇને તારી કેરી આપી દે. તુ તો મોટી છે ને ..તુ સમજદાર છે ને !"દાદી એ સાત વર્ષની સોનલને કહ્યું..

"દાદી પણ મને પણ કેરી બહુ ભાવે છે ને."

"હા પણ જો એ ભાઇ છે ને...ભાઇ નાનો છે ને. ભાઇ માટે બેને જતું કરવું પડે."

સોનલે આશાથી મમ્મીની સામે જોયું પણ વ્યર્થ.મમ્મી નીચું જોઈ ગઇ.

સોનલે પપ્પા સામે જોયું પણ પપ્પા ઉઠીને બહાર ચાલ્યા ગયા. સોનલ થોડી ચિડાઈ ગઇ.

"કાયમ મારે જ આપી દેવાનું. ગઇકાલે પણ દીપુએ મારા બધા ક્રેયોન કલર્સ લઇ લીધા."

દાદી જરા કડક અવાજે બોલ્યા, "તે લે હવે. છોકરો છે. આગળ જતા ખુબ ભણશે. નોકરી કરશે. બધાનું ધ્યાન રાખશે. તારું પણ...સમજણ પડી ?

સોનલની આંખમાં ઝળઝળીયા આવી ગયા. કેરી ની પ્લેટ હડસેલી એ ઉભી થઈ ગઇ.

"ઓ હો છોકરી ની જાતને આટલી રીસ ! બેન સાસરે જશો ત્યાં શું કરશો ? ત્યાં બધાને આપી પછી જ પોતાથી ખવાય ખબર છે ?:દાદી તાડૂક્યા.

"ના બા. હવે એ એવું નહીં ચાલે. હવે પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ નહીં રાખવાનો. બે ઉ સંતાન જ કહેવાય. સરખા."

"સોનલ હજી નાની જ છે. સમજણથી કરેલો ત્યાગ જ શ્રેષ્ઠ હોય. લો હું બીજી ઘણી કેરી લઇ આવ્યો છું. સોનલ બેટા સાસરે જવાની હજી ઘણી વાર છે. એ પહેલાં ખુબ ભણીને સક્ષમ બનજો એમાં જ સાચી સમજણ છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational