Mana Vyas

Inspirational Others

0.2  

Mana Vyas

Inspirational Others

સમજણ

સમજણ

2 mins
7.4K


"ઓ હો સાવિત્રી ભાભી તમે આવી ગયા ! બોલો કેમ છે હવે સોમાભાઈ ને ?"

ભાભી ! સાવિત્રી વિચારમાં પડી. આ ડૉક્ટર રોજ તો બેન કે તો તો આજે વળી ભાભી !

પણ થોડું થૂંક ગળે ઉતારી બોલી

"એવુ જ છે ભાઈ... જરા હજી પેટમાં લ્હાય બળે છે.ને ખોરાક નથી લેતા"

"એ મ, હું બીજી દવા આપું છું જુઓ એનાથી સારું લાગસે."

"ઠીક. મારે તમને આગલી દવા ના પૈસા ય દેવાના છે. હવે બીજી વાર બધા ય સાથે ચુકવી દઇસ."

"ના ના કંઇ વાંધો નહીં ભાભી. કહી ડૉક્ટરે સાવિત્રી ને ખભે હાથ મુક્યો અને જરા દબાવ્યો. "પૈસા ક્યાં ભાગી જાય છે.જોઇસુ પછી. સાત દિવસ પછી આવજો. કહી એક લાંબી નજર,એ સાવિત્રીના દેહને જોયા કર્યું.

સાવિત્રીને અણગમા અને ગુસ્સાને કારણ આંખમાં ઝળઝળીયા આવી ગયા. પણ સોમાને કારણે નીચું જોઈ ને દવાખાનામાં બહાર નીકળી ગઇ.

કેવો ફાંકડો જુવાન હતો મારો સોમો. મજાલ હતી કોઇની આંખ ઉંચી કરીને જોવાની. પોતેય હતી રુડી રૂપાળી ને ગુણિયલ. પણ જ્યારથી સોમાને અલ્સરનું દર્દ લાગ્યુ ત્યારથી કઠણાઈ ચાલુ થઈ. દેહ સાવ ગળાઇ ગ્યો ને કંઇ ખાય કે ઉલટી. સાવ હાડકાનો માળો થઈ ગયો છે. એમાં નોકરી એ ગઇ. માંડ હવે સાવિત્રી ખાખરા બનાવી ને વેચે એમાંથી ઘર ચાલે છે.

ઘરે પહોંચી પહેલા પતિને દવા આપી, સમ આપીને ખવડાવ્યું અને મેડી પર જઇ જુનો પટારો ખોલ્યો. મંગળસૂત્રની વાટકી બચી હતી એ લઇ સીધી સોનીને ત્યાં જઇ વેચીને પૈસા લઇ આવી. સાત દિવસ ઢગલા ખાખરા બનાવી ઓર્ડર પુરા કર્યા. સાતમે દિવસે સોમાને સરસ હજામત કરી નવડાવી તૈયાર કર્યો.પોતેય સરસ તૈયાર થઈને માથામાં લાંબુ સિંદૂર પૂરી ગળામાં ખોટું મંગળસૂત્ર પહેર્યું.

ધીમે ધીમે દવાખાનામાં પગથિયાં ચડી બે વ અંદર આવ્યા.

"સોમાભાઈ તમે તો સાજા થઈ ગયા લાગો છો. ડૉક્ટર બોલ્યા

"હા, એ હવે બેઠા થઈ ગયા છે અને આજે તમારા બાકીના બધા ય પૈસા પણ આપી દેવા છે.

ડૉક્ટર એક સામાન્ય પણ આબરૂ દાર સ્ત્રીને જોઈ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational