Mana Vyas

Inspirational Others

2.4  

Mana Vyas

Inspirational Others

શું કરું !

શું કરું !

4 mins
15.6K


માધવી આજે ખુબ ખુશ હતી. દિકરા મનનના ધામધૂમથી લગ્ન લેવાયા હતા. સુંદર, ઉચ્ચ શિક્ષિત વહુ આવી હતી. મેઘના અને મનને સાથે એમ.બી.એ. કર્યું હતું. ચકોર મેઘનાએ સુખી, પ્રતિષ્ઠિત ઘરના છોકરાને પસંદ કરી લીધો હતો.

આજે ઘરમાં પ્રસંગ સારી રીતે સંપન્ન થયો એ માટે સત્યનારાયણની કથા રાખી હતી. નવું પરણેલું દંપતી મનન અને મેઘના કથામાં બેઠા હતાં. હવે આરતીની તૈયારી થઇ રહી હતી. માધવી સિલ્કની સાડીમાં આમથી તેમ દોડાદોડી કરી રહી હતી. બે દિવસથી પૂજાની તૈયારી, મહેમાનો માટે ચા પાણી નાસ્તો, હવે જમવાનું.. મેઘના તો નવીસવી ને બા તો વયસ્ક.

"આરતી લાવો.' મહારાજે મેઘનાને કહ્યું

'મમ્મી..આરતી..'મનને જરા ઉંચે અવાજે કહ્યું,

હાંફળી ફાંફળી માધવી આરતીની થાળી તૈયાર કરી લઇ આવી.

"મેઘના લે બેટા પ્રગટાવી દે.'

મેઘના એ આરતી ની થાળી જમીન પર મુકી અને મહારાજે દિવાસળીનું બોક્સ આપ્યું.

મેઘના એ એક દિવાસળી પેટાવી આરતીનો એક દિવો પ્રગટાવી હોલવી નાંખી. એમ વારાફરતી એક એક દિવાસળીથી આરતીના દિવા પ્રગટાવતી જોઇને માધવીથી રહેવાયું નહીં.

'મેઘના ,આટલી બધી દિવાસળી બગાડાય.એક જ દિવાસળીથી જ બધી દિવેટ પ્રગટી જાય."

'ઇટ્સ ઓ કે...દિવાસળી જ તો છે ને." મેઘના એ કહયું અને પતિ સામે અર્થસભર દ્રષ્ટિ નાંખી.

'મનન એ નજર સમજ્યો. હમણાં જ હનીમૂન પરથી આવેલો વળી હોંશિયાર, કમાતી સુંદર પત્નીનો પતિ હતો.

"મમ્મી, હવે બે પૈસાની દિવાસળીમાં શું જીવ બાળે છે. ખરી છે. અને વટથી પત્ની સામે જોઇ અકારણ હસવા લાગ્યો.

"માધવી, હવે તારી જુનવાણી કંજુસાઈ બંધ કરીશ. વર્ષોથી તારી આ નાની નાની વાતમાં કચકચ કરવાની ટેવ જતી નથી. " માધવીના પતિ અમીતભાઇ બોલ્યા. "નવી વહુ મેઘનાને તો સારું જ લગાડવું જોઈએ. મેઘનાની બેંક પર તો અમીતભાઇને નવા સાહસ માટે મળનારી લોનનો મદાર હતો.

"ભાઇ હવે આ ઉંમરે ક્યાંથી ટેવ છુટે." સાસુજી શાના તક છોડે. બધાં જોરથી હસી પડ્યા.

માધવી અવાચક, હતપ્રભ શી ઉભી હતી ત્યાં જ ખોડાઇ ગઇ. માધવી એ એક વીજયી, ઉપહાસપૂર્ણ સ્મિત મેઘનાના હોઠ ઉપર રમતું જોયું.

એવું તે શું કહ્યું હતું એણે. એવી કઇ મોટી ટીકા એણે મેઘનાની કરી દીધી હતી. કે એ કુટુંબીજનોની સામે ઉપહાસને પાત્ર બની ગઇ હતી. બધા મહેમાનો ની સામે આવી અવહેલના !

આરતી ચાલુ થઈ હતી અને ઘંટના ધણ માધવીના મનમાં વાગતા હતા. શું હવે મેઘના હવે કયારેય એની વાત ગંભીરતાથી લેશે ?સાસુને મન પોતે તો હાસ્ય ને પાત્ર છે. શું મારે મન એક દિવાસળીના બોકસનું મહત્વ છે. અરે એવા કેટલાય બોક્સ ઘણી વાર કામવાળી બાઈને આપી દેતી. આ તો એક કરકસરયુક્ત જીવવાની રીત છે. શું વસ્તુ વેડફવાને માટે હોયછે ? અને જ્યારે મંડળમાં એક જ દિવાસળીથી સૌથી વધુ મીણબત્તી પેટાવવાનું ઇનામ જીતી હતી ત્યારે બધાં ખુશ થયા હતા.

ચરરરર ...માધવીના હ્રદયમાં કંઇ ચિરાઇ ગયું. ખણણણ જાણે કાચનું મહામોલુ પાત્ર પળભરમાં તુટી ને વેરણછેરણ થઈ ગયું.

ક્ષણભરમાં એની આંખ સમક્ષ પચ્ચીસ વર્ષનો સંસાર તરવરી રહ્યો.

પરણીને આવી ત્યારે એક બેડરૂમ, હોલ, કિચનનો નાનકડો ફ્લેટ મુંબઈના પરાંમાં હતો.અમીતભાઇ કોઇ સગાંની ઓફિસમાં ખુણામાં પોતાનું નાનું ટેબલ લઇ બેસતા હતા. એક જરા જુનું સ્કુટર હતું. અને બહેન પરણાવવાની બાકી હતી.

માધવી એ પોતાની આવડત, હોંશિયારી અને ચીવટાઇથી ઘર ચલાવ્યું હતું. એગલેસ કેક બનાવવાની હથોટી કેળવી હતી. શરુઆતના વર્ષો માં કેકના ઓર્ડરથી મળેલા નાણાં એક પીગી બેંકમાં એકઠા કરતી રહેતી. મહિનાના આખરી દિવસોમાં અમીતભાઇ માધવીની પીગી બેંક સાફ કરી નાંખતા.

પછી તો અમીતભાઇ એ પ્રગતિના પંથ ચાલી નીકળ્યા અને પોતાનો સ્વતંત્ર બીઝનેસ વિકસાવ્યો. આ સમય આવ્યો કારણકે અમીતભાઇને માધવીની પીગી બેંકનો સહારો હતો. ભલે પછી છોકરાઓને કારણે માધવી એ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું. ફક્ત મિત્રો અને સ્વજનોને ભેટ આપવા પુરતું જ બનાવતી.

આજે હવે સરસ મોટો ફ્લેટ, ગાડીઓ.. ઐશ્વર્ય છે તો એ દિવસો ભુલી જવાય ! શું કરકસર અને વસ્તુ ને સાચવીને વાપરવી એ કંજુસાઈ નું લક્ષણ છે ? પોતે બેફામ ખર્ચ કરીને જીવન જીવ્યું હોત તો ? રસોઈ માટે મહારાજ, ડ્રાઈવર, કામ માટે વધારાની બાઇઓની ફોજ રાખી હોત તો ઘરના બજેટ પર કેટલો મોટો ફટકો પડત !

આરતી અટકી પણ માધવીના વિચારો અટક્યા નહીં. ખિન્ન હ્રદય એ એણે સઘળું કામકાજ પૂર્ણ કર્યું.

'કેમ ક્યારની મોંઢું ચડાવીને ને બેઠી છે ?'પતિએ પૂછ્યું..

"કંઇ નહીં, થાક લાગ્યો છે.' કહી પોતાના રુમમાં જતી રહી.

જીવન કેટલું પરિવર્તનશીલ છે. સમય સાથે બધું બદલાય જાય છે.માધવીને ગળે સખત ડૂમો બાઝ્યો હતો. કદાચ મા પાસે હોત તો છુટા મોઢે એના ખોળામાં માથું મૂકીને રડી હોત. બસ, ફરી સવાર પડશે, જાણે કંઇ જ બન્યું નથી એમ બધાં બોલશે, ખાશે પીશે. ફરી એ બધાંની મનગમતી વાનગીઓ બનાવશે, બાને મંદિર લઇ જશે. બધું ભુલાઇ જશે.

કારણ કે માધવીની લાગણી ઓને સમજવાની જરૂર નથી. ભઇ એ તો મા છે, પત્ની છે, વહુ છે.

મિત્રો ,ઉપરોક્ત બનાવ પછી ચાર શક્યતાઓ સર્જાય શકે.

૧. માધવી ખોટું ન લગાડે.અને પૂર્વવત સંસારમાં ડૂબી જાય. ફરી ફરીને આવા સંજોગ સર્જાય પણ મનમાં ન લે.

૨. માધવી વિરોધ કરે, મેઘનાથી એમ ન જ કહેવાય, એમ કહી સોરી કહેવાનો આગ્રહ રાખે. પરિવારજનો પણ આ નવા વર્તનને ધ્યાનમાં લઇ આદર આપે.

૩. વાત વણસી જ જાય, માધવી આગળ પાછળનું બધું યાદ કરી રોષમાં ઘર છોડીને ચાલી જાય.

મિત્રો

ક્યો અંત તમને યોગ્ય લાગે છે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational