ત્રીજો ચાંદ
ત્રીજો ચાંદ
પ્રેમ હંમેશાં સ્પષ્ટ રૂપમાં જન્મે એવો નથી.
ક્યારેક એ ચાંદની રોશનીમાં ઝબકતો તારો હોય છે,
અને ક્યારેક એ તૃતીય ચાંદ બની,
એક મોતીની રિંગમાં સ્થિર થઈ જાય છે.
આ વાર્તા એવા પ્રેમ વિશે છે,
જે કહેવામાં નહિ, પણ જોવામાં જીવે છે.
જે અધૂરા ભવિષ્યથી ડરે નહિ, પણ ભૂતકાળના સંકેતોમાં આશા શોધે છે.
જે ચાંદ અને તારાઓ વચ્ચેની શૂન્યતા પાર કરે છે –
મૌન, સંવાદ અને આત્માના અદ્રશ્ય હાથ પકડીને.
"ત્રીજો ચાંદ" એ માત્ર એક કાવ્યાત્મક સંકેત નથી,
એ પ્રેમનો પોતાનો એક નક્ષત્ર છે —
એવો ચાંદ, જે ભાગ્યે જ આકાશમાં દેખાય,
પણ એકવાર જો ઉતરે… તો દિલમાં જીવતો રહે.
આવી એક વાર્તા ની સફર કરીએ...
💫 ત્રીજો ચાંદ.
પ્રમુખ પાત્રો:
મીરાં: 18 વર્ષની નાજુક સ્વભાવની છોકરી, મુગ્ધા અવસ્થા મા રાત્રે છત પર તારા જુએ છે અને પોતાના દિલની વાતો એ તારલાંને કહે છે.
શ્યામ: 21વર્ષનો કોસ્મિક ફોટોગ્રાફર જે તારા અને ચાંદના ફોટા લે છે અને એવું થાણ્યું છે કે કોઇ દિવસે નવો તારો તે શોધશે.
જગ્યા: માઉન્ટ આબ,એક હિલ સ્ટેશન
---
કથાસાર:
મીરાં – એક શાંત છોકરી છે. એને લોકો સાથે ઓછું બોલવું ગમે છે.
હિલ સ્ટેશનમાં મામા ની હોટેલની હાઉસ કીપર. આવતા જતા મુસાફર ની સગાવડ સાચવાય તે જોવાનું.
ઝાજું કોઈ કામ નહિ. અને બીજું કોઈ સાથી નહિ. આવી એકલ મીરાં ની તારા સાથે એની એક અનોખી દોસ્તી છે. તે પોતાની અંગત ડાયરીમાં રોજ રાત્રે તારા સાથેના તેના ‘સંવાદ’ લખે છે — ખાસ કરીને એક તારાને, જે તેનો મનપસંદ છે — એ સપ્તર્ષિનો સાતમો જિણો તારો,જ્ઞાન અને સંયમના આદર્શ
આ તારો પૂનમ હોય કે અમાસ,પણ હંમેશાં નભ મા ઝબકે. જ્યારે મીરાં દુ:ખી હોય, તો માનસિક મમતા રેલાવે. મીરાં ને તેના માયાળુ દિલ પર લાગેલા ભૂતકાળના ઘા, વારે વારે યાદ આવે. એક અંજાન મુસાફિર સંગ, અધૂરો પ્રેમ, જે આવીશ કહી,કદી પાછો અહીં આવ્યો નહોતો. એના વિરહ મા આ સાતમો તારો મીરાનો સાથી. બંને એક મેકના સંગાથી. મૌન સંવાદ અને શૂન્ય ફરી-યાદની અજીબ જુગલબંધી હતી.
એવામાં શ્યામ – એક મુસાફર છે. એક કોસ્મિક ફોટોગ્રાફર છે , જે વિદેશથી સૂર્ય ગ્રહણ જોવા અને તેની છબી લેવા ભારત આવ્યો છે. પૂર્ણ સૂર્ય ગ્રહણ સમયે ભારતના નભના તારલાંને કેમેરામાં કેદ કરવા ની તેની નેમ હતી . માઉન્ટ આબુમાં એ મીરાંની હોટેલમા રોકાયેલ હતો. એ એક રાતે, તેના કેમેરા મા એક અનુપમ દ્રશ્ય ઝીલે છે — છત પર બેઠેલી એક ગુમસુમ છોકરી જે એક તારાને હળવેથી એકીનજારે જોઈ રહી છે…
શ્યામ પોલોરોઇડ કેમેરાથી ત્વરિત છબી લઇ એ તેની પાસે આવે છે.
હાય હું શ્યામ, તમે....?
હું, મીરાં, મીરાં સેન.
ચંદ્ર ના ધવલ પ્રકાશ મા,શ્યામ મીરાંના હાથમાં, તેણે લીધેલી તેની સુંદર છબી મીરાને આપી સરકી જય છે.
આ ટૂંકા સંવાદ પછી એમની વચ્ચે કંઈક શાંત શરૂઆત થાય છે — શરૂના દિવસોમાં નમસ્તે, પછી શું ચાલે છે?.અને રાતે બંને દ્વારા એકજ તારો જોવો અને શ્યામ ની કોસ્મિક ફોટોગ્રાફી તે રોજ નો ક્રમ બન્યો. એક રાત્રે બંનેએ, હોટેલ નો અગાસીએ અચાનક એક જ વાત કહી –
“આ તારો આજે જુદી રીતે ઝબકે છે ખરું ને?”
એ દિવસથી, સપ્તર્ષિનો એ સાતમો તારો એમના સંદેશ વહેવાનું માધ્યમ બને છે. સાતમા તારા ના નામે ઊર્મિ ઓ નું આદાન પ્રદાન ચાલુ થઈ એની વચ્ચેનો પ્રેમ પ્રાંગરે છે. અને એક બીજાની ભાવના સમજાય છે.
આ મધુર વેળાએ એક વળાંક આવે છે, શ્યામ કહે છે:
મીરાં આ મારો કેમેરાથી તું આકાશમા ચીંધે તે તારાને તસ્વીરમા કેદ પકડી શકું છું… પણ આ તારા મનના તારલાને તે હજુ નથી પકડી શકતો .”
મીરાં વિચારમાં પડી જાય છે — શું તેનો આ પ્રેમ પણ ફક્ત તારા જેવો દૂરથી જોવાનો સંબંધ બની રહેશે?
અને પછી થાય છે ચમત્કાર — એક રાત્રે આસમાનનો એક તારો અચાનક એટલો તેજસ્વી બની ખરે છે કે એની નીઝની પ્રકાશરેખા સીધી મીરાના હાથમા રહેલી તેણે લખેલી ડાયરી પર પડે છે. શ્યામે એ પુંજ રેખા ના ઈશારે, તે ડાયરી હાથમાં લઇ તેના પાનાં ઉથલાવી વાંચે છે — અને તે ડાયરીના પાને,પાનમાં પોતાનું નામ ઘુંટાયેલુ જોઈ જાય છે.
એ વાત સ્પષ્ટ થાય છે ભલે દેશ વેષ અલગ વાળા આત્માઓ કદાચ પહેલાં મળ્યા હતા… પરંતું ફક્ત સમય અને વિશ્વાસે એક બીજાને નજદીક લાવી દીધા છે.
અંતે, એક રાતે, અજવાળી ચૌદસનો ચાંદ બંનેને હસમુખો લાગે છે, અને એ રાતેનભમાંથી એક તારો ફરી ઝબકે છે — અને મીરાં આંખ મીંચી ચુપચાપ પ્રાથે છે:
“આ શ્યામ પણ શું મને પ્રેમ કરે છે?”
બાજુમાં બેસેલા શ્યામે, હળવે હાથે એની ડાબા હાથની રિંગ ફિંગર પકડીને એક મોતીની રિંગ સરકાવી દે છે –એ અજવાળી ચૌદસના દિવસે બે ચાંદની રોશનીમા ત્રીજી રોશની. મોતી મા રેલાતી હતી..
જે, શ્યામ ના જીવન ના ત્રીજો ચાંદ હતો.
ઘેલી “હવે પ્રેમના પૂછાય… હવે માત્ર જીવાય.”
મીરાં આ તારા શ્યામનો પપ્રેમ સપ્તર્ષિના સાતમા તારાની જેમ...
પ્રેમ હંમેશાં દૃશ્ય નહીં હોય,
પણ તેનું અજવાળું હંમેશાં તારી અંદર ઝબકતું રહેશે.
નભમાં એ સમયે ટમટમતા
સપ્તર્ષિના સાતમો તારોનો સંદેશ છે કે દરેક મીરાં માટે શ્યામ આ શ્રુષ્ટિમા હયાત છે. વાત છે માત્ર ધીરજની.
પ્રેમ છે તોજ જીવન છે
---
શૈલી:
આ વાર્તાને લયાત્મકસ્વચ્છ પ્રેમકથા આલેખવાનો પ્રયાસ કરેલો છે, જેમાં તારા એક મૌન દૂતની જેમ કામ કરે છે. જયારે પ્રકૃતિ સાચા પ્રેમીના પ્રેમના મિલનનું નીમીત્ત બને છે.
---
પકીર્ણ માહિતી:-
સપ્તર્ષિ મંડળ (સપ્તશ્રીના સાત તારા)
આ સાત તારા વૈદિક દ્રષ્ટિએ સાત અલગ અલગ મહાન ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
તેના સાતમા તારાનું નામ અને લઘુ પરિચય અત્રે આપેલો છે:
*પુલહ* (Pulaha)સપ્તર્ષિ મંડળનો સાતમો તારો
મનસપુત્રોમાંથી એક.
ઋષિ કશ્યપના ભાઈ.
ધરતી પર તપશ્ચર્યાના દ્વારા શાંતિ અને અનુકંપા લાવનાર.
જ્ઞાન અને સંયમના આદર્શ
------------

