Dharti Sharma

Children

3  

Dharti Sharma

Children

તોફાની રાજુ

તોફાની રાજુ

2 mins
197


એક છોકરો હતો, એનું નામ રાજુ હતું, રાજુ બહુ તોફાની હતો તે કોઈની વાત માનતો જ ન હતો.

રાજુ આંગણાંમાં લાગેલા ઝાડપાન ને તોડતો હતો, તે રોજ એને નુકસાન પહોંચાડતો હતો, સૌના ના કહેવા છતાં પણ તે નાના છોડને ઉખાડી ફેંકતો હતો, તો ક્યારેક.. ઝાડની ડાળી તોડતો તો ક્યારેક...પાન પણ તોડી નાખતો, રાજુને તોફાન કરવામાં બહુ મજા આવતી.. ઘણીવાર સમજાવવા છતાં પણ સમજતો જ ન હતો તે પોતાની મસ્તીમાં મસ્ત રહેતો.

એકવાર રાજુના પિતાજી બીમાર પડ્યા, એમની તબિયત વધારે બગડી એટલે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, બે દિવસ થઈ ગયા છતાં પણ તેને તબિયતમાં કોઈ સુધારો ન હતો, ઘરના બધા ચિંતા કરવા લાગ્યા, રાજુ પણ હોસ્પિટલ આવ્યો હતો.. અને ત્યારે ડોક્ટરે કહ્યુ કે.. તેના પિતાજીને ઓક્સિજનની જરૂર છે, ઓક્સિજન જલ્દી નહિ મળે તો.. કંઈ પણ થઈ શકે છે, બધા ચિંતા કરવા લાગ્યા,ઘણા પ્રયત્નો કર્યા પછી ઓક્સિજનની બોટલ મળી, રાજુ ના પિતાજી સારવાર શરૂ થઈ.

ત્યારે રાજુ દાદાજીની પૂછવા લાગ્યો કે ...."દાદાજી" આ ઓક્સિજન " બોટલ અને મશીનથી કેમ લેવી પડે છે ?" ત્યારે દાદાજીએ કહ્યું કે ...રાજુ બેટા આપણે જે શ્વાસ લઈએ છીએ તે ઓક્સિજન હોય છે આપણે જે શ્વાસ છોડીએ છીએ કાર્બન ડાયોક્સાઈડ હોય છે આપણું છોડેલો કાર્બન ડાયોક્સાઈડને વૃક્ષ શોષી લે છે અને આપણને તે ઓક્સિજન પૂરું પાડે છે, એટલા માટે.. "ક્યારેય ઝાડ અને પાન તોડવા ન જોઈએ." ક્યારેય નુકસાન ન પહોંચાડવું જોઈએ ક્યારે પણ કાપવો ન જોઈએ. ઘરની આસપાસ હંમેશા હરિયાળી હોવી જોઈએ. આથી, આપણને ઓક્સિજન મળતો રહે અને એટલા જ માટે અમે બધા જ તને ઝાડપાનને નુકશાન ન પહોંચાડવા કહેતા હતા.

રાજુએ કહ્યું કે...દાદાજી હું ક્યારેય પણ ઝાડ કે પાન તોડીશ નહિ અને ક્યારેય નુકસાન પહોંચાડીશ નહીં, હું આપણાં ઘર અને શાળાની આસપાસ પણ ઘણાં બધાં છોડ રોપીશ જેથી એના કારણે બધાને ઑક્સિજન પૂરું પાડી શકાય, કોઈને પણ મારા પિતાજીની જેમ હેરાન ન થવું પડે ક્યારેય એ લોકો બીમાર ન પડે.


Rate this content
Log in

Similar gujarati story from Children