STORYMIRROR

Dharti Sharma

Others

2  

Dharti Sharma

Others

ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા

1 min
76

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે, ગુરુપૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં ઉત્સવ પૂર્ણ મનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાનથી પણ ઉપર માનવામાં આવે છે, ભગવાન શ્રીરામ તથા શ્રીકૃષ્ણ ગુરુના માર્ગદર્શન અને આશીર્વાદ દ્વારા પોતાના કાર્યનો આરંભ કરતા.

 ગુરુ એટલે. . . . અંધકારમાંથી પ્રકાશ તરફ લાવનાર તથા અજ્ઞાનતાથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર થાય છે, ગુરુનો ઉદ્દેશ હંમેશા પોતાના શિષ્યને પોતાનાથી સવાયો બને એ હોય છે. આપણને સત્કર્મો અને સત્યનો માર્ગ બતાવનાર તથા જીવનયાત્રાને પાર પાડવા ગુરુ આપણા પથદર્શક બને છે, ગુરુ શિષ્યના સંબંધને કોઈ નાત, જાત કે કોઈ ધર્મ નડતો નથી, ગુરુ માટે બધા શિષ્ય એક સમાન હોય છે, આપણા પ્રથમ ગુરુ આપણી મા (માતા) છે, જેણે આપણને માતૃભાષા શીખવી. બીજા ગુરુ આપણા પિતા છે, જેમણે દુનિયા સાથે ચાલતા શીખવ્યું, ત્રીજા ગુરુ આપણા શિક્ષકો છે, જેમણે આપણને અક્ષર જ્ઞાન આપ્યું.

  આમ, તો આપણે ગુરુનું ઋણ ચૂકવી ન શકીએ પરંતુ ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે ઋણ ચૂકવવાનો અવસર. ગુરુચરણની કૃપા જેવી કોઈ કૃપા નથી, મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ પણ આ દિવસે હોવાથી આ પૂનમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.


Rate this content
Log in