STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

કુમળો છોડ

કુમળો છોડ

1 min
223

 મોના જ્યારે દીકરી શીયાને લઈને સાસુ સવિતાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ ત્યારે વૃધ્ધાશ્રમથી અજાણ દીકરીએ કહ્યું કે, મમ્મી દાદીની દોસ્તનું ઘર વ્યવસ્થિત તો છે ને દાદીને કોઈ તકલીફ તો નહીં પડે ને હું જોઈ લઉં ? અને દાદી તમે પણ જલ્દી પાછા આવી જજો હો !

આ સાંભળી સંચાલક શ્રી વિષ્ણુભાઈ કહેવા લાગ્યા કે દીકરી શીયા બહુ સમજુ અને સંસ્કારી છે, ત્યારે મોના તરત જ બોલી ઊઠી કે.. આ સંસ્કારના કુમળા છોડની વાવણી તો મેં કરી હતી તો મારી દીકરી સંસ્કારી તો હોય જ ને !.. અને વિષ્ણુભાઈ સવિતાબેનનું લાચાર મુખ અને મોના તરફ જોવા લાગ્યા.


Rate this content
Log in