STORYMIRROR

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

વિશ્વાસ

વિશ્વાસ

1 min
223

ટેલિફોનની રિંગ વાગતા નિકી હાથ લૂછતાં લૂછતાં ફૉન ઉપાડવા આવી, હૅલૉ હૅલૉ...નિકીભાભી હું પાર્થ બોલું છું એક વાત પૂછવી છે હા પાર્થભાઈ પૂછોને..ભાભી ! એવું તો શું થયું કે..તમારા સસરા મહેશભાઈના મૃત્યુ બાદ આટલો મોટો નિર્ણય લીધો.

મહેશભાઈએ કેટલાં વિશ્વાસથી આ ઘર અને મિલકત તમને સોંપ્યું હતું અને તમે તમારા લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકી રહ્યા છો અને બધી મિલકત પણ જય ના નામે કરી દીધી ?...ભાભી હું વ્યવસાયે ભલે વકીલ છું પણ એ ઘર માટે હું પરિવારના સભ્ય સમાન છું એટલે...

નિકીના હાથમાંથી રિસીવર પડી ગયું, હૅલૉ.. હૅલૉ.. ભાભી...એટલામાં જ ડૉરબૅલ વાગ્યો, નિકીએ દરવાજો ખોલતાં જ સામે જય હતો.

હાય જાન ! તારા માટે એક સરપ્રાઈઝ છે, હું એક નવો બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યો છું, તારા નામે ..નિકીની નજર જયને નિહાળી જ રહી..ચાલ આ કાગળો પર તારી સહી કરી દે..આમ શું જોઈ રહી છે ?..તને મારા પ્રેમ પર કે મારા પર વિશ્વાસ નથી રહ્યો ?

નિકીનો અવાજ ગળામાં જ રુંધાઈ ગયો, ને મનમાં વિશ્વાસ.


Rate this content
Log in