દિવાળીની સાફસફાઈ
દિવાળીની સાફસફાઈ
દિવાળી નજીક આવે એટલે સૌ પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે, અને ઘરને સજાવે છે, આજે મેં પણ ઘરની સાફસફાઈ ચાલુ કરી,માળિયામાં અસ્તવ્યસ્ત પડેલા સામાનને વ્યવસ્થિત કરતાં કરતાં.. હૃદયના એક ખૂણે વર્ષોથી સમેટીને રાખેલા સામાનની સફાઈ કરવા, જે ખોખલું તાળું માર્યું હતું, એ ખોલતાં જ જૂના-પુરાણા અરમાનોની ફાટી ગયેલી ડાયરી નીકળી, જેમાં, કેટલાય જૂના ખખડધજ થઈ ગયેલાં સપના હતાં, ખૂણામાં પડેલી પસ્તીની જેમ ડૂસકાં ભરતી ઈચ્છાઓ, અને સૌથી વધુ ગમતી, મિત્રો સાથેની યાદોનો પડેલો પટારો જે જવાબદારીઓના ભારમાં ક્યાંક દબાઈ ગયો હતો, ફરીથી એ સામાનને લાગેલી ધૂળ ખંખેરીને ફરીથી એ ખોખલું થઈ ગયેલ તાળું મારી દીધું.
અને...દિવાળીની સફાઈની સાથે મનમાં રહેલ રાગ, દ્વેષના જાળાંને દૂર કરી પ્રેમનાં તોરણો બાંધવા લાગી અને ઘરને પણ સુંદરતાથી સજાવવા લાગી.
