માતૃભાષા-ગુજરાતી
માતૃભાષા-ગુજરાતી
માતૃભાષા એટલે... આપણી એ બોલી જે આપણા જન્મથી જ આપણી જનનીના મુખે સાંભળેલી મીઠી-મધુરી બોલી, આપણાં હસવા- રડવા કે રમવા.. દરેક ક્ષણે આપણી સાથે થતો સંવાદએ આપણી માતૃભાષા.
હું દરેક ભાષાને એટલું જ માન આપું છું પરંતુ, આપણી માતૃભાષા ગુજરાતી જે સાંભળવી સૌને ગમે છે, અને એક ગુજરાતી ભાષા જ એવી છે જે એટલી મીઠી મધુરી છે કે...જેના કારણે ગુજરાતી લોકો દુનિયાભરમાં છવાયેલા છે. કહેવાય છે ને કે.... "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત".
ગુજરાતી લોકો હોય કે.. પછી ગુજરાતી ભાષા સૌને પોતીકા બનાવી સોના દિલ પર રાજ કરે છે, ગુજરાતી ભાષા અન્ય ભાષા કરતાં ખૂબ જ સરળ છે જેના દ્વારા આપણે આપણી લાગણીઓ, વિચારો ખુબ જ સરળતાથી વ્યક્ત કરી શકીએ છે, આજકાલ દરેકને અંગ્રેજી માધ્યમ વધુ પસંદ છે, પોતાના બાળકને બાળપણથી જ અંગ્રેજી શીખવાડે છે, આજકાલ અંગ્રેજી શીખવું જરૂરી છે પરંતુ, વ્યક્તિના જીવનમાં મહત્વની ભાષા માતૃભાષા છે.
જે ભાષામાં કવિ કાગના દુહા તો મીરાના પદો અને નરસિંહ મહેતાના ભજનો કાને રેલાય અને વ્યક્તિ એમાં ખોવાઈ જાય એ ભાષા તો મારી ગુજરાતી જ હોય, જે ભાષાના શબ્દો કાને અથડાય અને એનો સીધેસીધો રણકાર દિલ સુધી પહોંચે તે છે મારી માતૃભાષા ગુજરાતી.
