શ્રાધ્ધ
શ્રાધ્ધ
પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક જે કંઇ પણ કાર્ય કરીએ એ શ્રાદ્ધ, દર વર્ષે ભાદરવા શુક્લ પક્ષ પૂર્ણિમાથી લઈ અશ્વિન કૃષ્ણપક્ષમાં અમાસ સુધીના સમયને શ્રાદ્ધ પક્ષ કહે છે. આ દિવસે પિતૃ પૂજન થાય છે, તથા ગૌગ્રાસ નાખવામાં આવે છે, એટલે કે ગાય કૂતરાને ખવડાવવામાં આવે છે, કાગવાસ દ્વારા પિતૃઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.
આપણા શાસ્ત્ર પ્રમાણે દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણ એમ ત્રણ પ્રકારના ઋણ છે, ઋણમુક્ત થવા જે કાર્ય કરવામાં આવે તે શ્રાદ્ધ, પરંતુ, આપણે હયાત માવતરને ભરપેટ ભોજન કરાવી તૃપ્તિનો ઓડકાર પ્રાપ્ત કરાવી, એમની સાથે પ્રેમથી વર્તન કરીએ,માવતરે આપણને રાજકુમારની જેમ મોટા કર્યા હવે, આપણે એમને ઘડપણમાં રાજાની જેમ રાખવા જોઈએ, પછી મર્યા પછી વિધિ કરી કે.. પછી અગાસી પર જઈને કાગડો બોલાવી કાગવાસ નાખી કે.. ભજન- કીર્તન કરી બધાં જ કાર્યને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે.
પરંતુ સાચું શ્રાદ્ધ હયાત માવતરને પ્રેમ અને લાગણીથી ભરપુર જીવન આપી,એ વ્હાલપના વડલાનો મીઠો છાંયો,અને એના આશીર્વાદ ભરેલ હાથ આપણાં માથે એમની હયાતીમાં જ મળે તો આ બધા ઋણમાંથી આપોઆપ મુક્તિ મળી જાય છે.
