Vijay Shah

Inspirational Comedy Tragedy

3  

Vijay Shah

Inspirational Comedy Tragedy

તંગ રેખાઓ

તંગ રેખાઓ

5 mins
13.7K


આમેય રઘવાટ કરાવવાનું કાનનનાં સ્વભાવમાં છે. અને ખાસ તો જ્યારે પ્લેન પકડવાનું હોય ત્યારે તો ખાસ. જો કે બધી જ તૈયારી છતાં વહેલી સવારે નીકળતાં ચાર વાગી ગયા. વળી શેફાલી અનીલ અને નાની ચૈતાલી ને કારમાં બેસાડતા ૪.૧૫ થયા અને તેથી શેફાલીને ટેન્શન વધારતી રહી. આમેય એરપોર્ટ ૪૦ મીનીટનાં ડ્રાઇવ પર હતું અને ફ્લાઇટ ૬.૦૦ વાગ્યાની.

શેફાલી કહે, "મમ્મી તું રઘવાટ ના કરાવ શનીવાર છે, રૉડ ઉપર ટ્રાફીક આટલી વહેલી સવારે ના હોય."

કાનન કહે, "આટલા વહેલા ઊઠ્યા છતાં મોડું થઈ ગયું."

અનીલ કહે, "કાનન! જરા ઝંપ... તારે કરવાનું હતું તે બધું કરી નાખ્યું... અમને ઉઠાડીને કારમાં બેસાડ્યા. હવે શેફાલી ગાડી ચલાવશે... અને તેને સમય અને રસ્તો ખબર છે. અને મોડા પડીશું તો સજા શું છે તે પણ ખબર છે. તેથી તારો અજંપો કાઢ નહીં."

પણ અટકે તે કાનન નહીં… જો કે તેની ચિંતા ખોટી તો નહોંતી પણ જે ચિંતા તે કરતી હતી તે સર્વને વિદિત હતી. અને રઘવાટ કરવાથી તેનું નિરાકરણ નહોંતું થવાનું

પાંચને ટકોરે એરર્પોર્ટ પર દાખલ થયા પછી બધું જ સરસ રીતે પતી ગયું. બેગો લોડ થઈ ગઈ પણ સીક્યોરીટી ચેકમાં લાઇન હતી તેથી ઉચાટ ફરી થયો. અનીલ સમજતો હતો પણ હાય હાય કરતી કાનનને શાંત પાડતી વખતે શેફાલીએ કારની ચાવી આપતા અનીલને કહ્યું, "પપ્પા આ ચાવી અને હેંડબેગ સંભાળો હું મમ્મીને આગળ લઈ જઉં છું. ઉંઘતી ચૈતાલીને લઈને શેફાલી આગળ વધી."

સીક્યોરીટીમાંથી પસાર થતા અનીલને મશીનનું બીપ બીપ સંભળાયું એટલે પાછા નીકળીને જોયું તો પટ્ટો, પાકીટ અને કારની ચાવી તેના જેકેટમાં હતી. પટ્ટો, પાકીટ અને ચાવી સીક્યોરીટી બેલ્ટ પર મુકીને ઝડપથી તે સીક્યોરીટી ચેકમાંથી બહાર નીકળ્યો.

બીજી બાજુ સીક્યોરીટી બેલ્ટમાં તેની બેગ સાથે ચાવી બૂટ, પટ્ટો પાકીટ સાથે આવી ગયા હતા. પ્લેન છુટી જશેનાં ટેન્શનમાં ઝડપથી ચાવી લીધી પટ્ટો લીધો અને બૂટ નીચે નાખીને ઝડપથી પહેરવા માંડ્યા. એક હાથે પટ્ટો પહેરતા પાકીટ લીધું અને ચાવી હેંડબેગમાં મુકી. ફોન રહી જતો હતો પણ સીક્યોરીટીવાળાએ યાદ કરીને આપ્યો. તે ગજવામાં નાખતા નાખતા દોડ્યો.

હું છેલ્લો દાખલ થતો મુસાફર હતો.

કાનનનો બડબડાટ ચાલુ હતો ત્યારે શેફાલી બોલી, "મોમ આપણે પ્લેનમાં બેસી ગયા છીએ હવે તો જરા શાંત રહે…"

"પણ આ તારા પપ્પા રહી ગયા હોત તો?"

"રહી નથી ગયાને? હવે જરા હાશ કર!"

"શું હાશ કરે? તમે બંન્ને સરખા... ઠંડા હીમ જેવા... એ તો હું રઘવાટ ના કરાવું તો તમે આજે પ્લેન ચુકી જ ગયા હોત."

અનીલને ટીખળ સુઝી… "હવે તારે લીધે નહીં શેફાલીનાં ડ્રાઇવીંગને લીધે આપણે પ્લેન પકડ્યું."

શેફાલીને ખબર કે હવે ભડકો થશે એટલે તે બોલી, "શું પપ્પા તમે પણ! મમ્મી ના હોય અને આપણે પહોંચીયે નહીં ખરુંને મમ્મી?"

કાનન મલકી અને બોલી, "જુઓ.. જરા સમજો.. મારી દીકરીને મારી કેટલી કદર છે?”

પ્લેનમાં ઉપડતા પહેલા બેલ્ટ કેવી રીતે લગાવવો અને હવા ઘટી જાય ત્યારે શું કરવું તે કવાયત ચાલી રહી હતી. નાની શેફાલીને સાચવતી કાનન બેંગ્લોરથી પીયર મુંબઇ તરફ જતા પ્લેનમાં સ્થિર થઇ રહી હતી. આમેય આ પ્રવાસ દોઢ કલાકનો હતો અને એર હોસ્ટેસ બ્રેક્ફાસ્ટ પીરસી રહી હતી. ચા કે કોફી પુછતી એર હોસ્ટેસ ને જોઇને શેફાલી બોલી “અરે! સ્નેહા? તુ આજે આ ફ્લાઇટમાં છે?”

"હા... મને ખબર હોત કે તમે આજે આવવાનાં છો તો તમને રાઈડ આપતે..."

"કેમ છે તારો ક્રીશ? કે.જી.માં મુક્યોને?"

"હા... ચૈતાલી હજી સુતી છે..તેને માટે દુધ લાવું?"

"નારે ના એ તો ભલુ હશે તો મુંબઇ સુધી ઊંઘશે."

"ભલે... ચાલ ત્યારે મળીયે કહી તે આગળ નીકળી ગઈ."

અનીલે ગરમ ગરમ છોલે અને પરોંઠા ખાધા અને કાનન સામે જોઇને મલક્યો..” પીયર ચાલ્યા મેડમ.. મઝામાં ને?”

"મમ્મીને મળવાનું હોય તો ગમે જ ને?" તે મલકી. આ મુસ્કાન અનીલને હંમેશા ગમતી આમેય તે જ્યારે પિયર આવતી હોય અને મમ્મીની વાત હોય ત્યારેજ આવું મલકતી.

પ્લેન તેની ગતિ એ આગળ વધતું હતું.

માથાના વિખરાયેલા વાળ પર હાથ ફરતા લાગ્યું કે સાસરીમાં જવાનું છે વ્યવસ્થિત જવું જરુરી છે કહીને ગજવામાં હાથ નાખીને નાનો કાંસકો કાઢ્યો. વાળ સરખી રીતે ઓળવા બાથરૂમ તરફ પ્રયાણ કર્યુ. કાંસકાથી વાળ ઓળ્યા. આંખમાં રહેલી ઊંઘને ઉડાડવા મોં ઉપર થોડું પાણી છાંટ્યું સુગંધીત ટીસ્યુથી મોં સાફ કર્યું અને બહાર નીકળતા કાંસકો ગજવામાં મૂક્યો. ત્યારે ગજવું થોડુંક હલકું લાગ્યું. પાકીટ હતું ફોન હતો.. પણ ચાવી?

એકદમ ઊંઘ ઊડી ગઈ… તેને આછું આછું યાદ આવતું હતું કે તેણે સીક્યોરીટી બેલ્ટ ઉપર બધું છૂટું મુક્યું હતું. અને ઝડપ પકડવામાં ચાવી નક્કી બેલ્ટ ઉપર જ રહી ગઈ. બહુ મગજ કસ્યું પણ યાદ આવે જ નહીં કે તેણે ચાવી લીધી છે.

એક થડકો ચુકી જવાયો.. કારની ચાવી એટલે આખા ઘરની ચાવી. વળી કાનન હંમેશા ભવિષ્ય ભાખતી કે ચોક્કસાઇનો તમારામાં અભાવ છે. કોઇક દિવસ મોટી ઉપાધી કરવાના છો. અને તે આજે થઇ ગઈ. થૉડીક ચહેરા પરની રેખાઓ તંગ થઇ ગઈ. પાછા સીટ તરફ વળતા જોયું તો કાનન તેની સીટમાં ઉંઘતી હતી. બીજી બાજુ ફોન ઉપર શેફાલી કોઇક્ની સાથે ચેટીંગ કરતી હતી. અનીલનાં મોઢા ઉપરની તંગ રેખાઓ તેની નજરે ના પડી.

શાંતિથી સીટમાં બેસીને બધી ઘટનાઓ ફરી થી વિચારી જોઇ. પણ ચાવી લીધાનું અને ગજવામાં મુક્યાનું યાદ જ ન આવે. મન ઉદ્વિગ્નતા પકડતું હતું બેંગ્લોર એરર્પોર્ટ પર ચાવી કોઇનાં હાથમાં આવી જાય તો? ઘર આખુ સાફ…પણ ચાવી એકલી હાથમાં આવે તેથી તાળું ક્યાં છે થોડી ખબર પડે? સ્ટાફનાં માણસને તો ખબર પડેને કે છેલ્લો હું પેસેંજર હતો તેથી ટીકીટ ઉપરથી સરનામુ મળી જાય.. અને ચાવી હાથમાં હોય તો પાડોશી પણ ક્યાં ચિંતા કરે છે?

એક વિચાર આવ્યો સ્નેહાને વાત કરું? તે ફોન ઉપર સંદેશો આપે.

ફરીથી એક વખત વિચારી લે કારણ કે સ્નેહાને ખબર પડતાની સાથેજ કાનન આગ થઇ જશે..” હું તો કહેતી જ હતી.. આમ જિંદગીને આટલી સરળ ના લેવાય.. હવે ઉપાધી નું પડીકું જ ને પુરા ત્રણ વરસે પિયર જતી હતી પણ મારા નસીબમાં સુખ હોય જ ક્યાંથી?” આવા કંઇ કેટલાય વ્યંગ બાણોથી ઘવાવાને બદલે મન મારા વધુ વિચાર…

ચાવીનાં ઝુડામાં ઘરની ચાવી બહારની લોખંડની જાળીની ચાવી, સ્કુટરની ચાવી, બેડરૂમની તિજોરીની ચાવી. આખો ઝુડો લેવાય જ નહીં હવે ચાવી નહીં મળે તો કેટલી ભાંગ ફોડ અને કેટલી માથા કુટ?

શેફાલી પણ "પપ્પા... તમે તો ઉપાધીનું પડીકું જ.. ઘરનાં વડીલ થઇ ને એક માત્ર કામ આપ્યું હતું ચાવી સાચવવાની અને તે પણ ખોઇ નાખી?"

મન આક્ળ વિકળ થતું હતું પણ હ્રદય શાંત હતું. ધારણ હતી કે મળી જશે.

આ ધીરજ જ કાનનને અકળાવતી. સાવ ઠંડા બરફ જેવા છે. મનને ડારવા અને શાંત ચિત્તે વિચાર કરવા તેનું હૈયું તેને કહી રહ્યું હતું

ઘડીયાળ સાડા સાત નજીક દોડી રહી હતી. સાંટાક્રુઝ એરર્પોર્ટ પર વિમાન ઉતરી રહ્યું હતું અને મનમાં એક છેલ્લો વિસ્ફોટ થયો.. ખરેખર ચાવી નહીં મલે તો?

કોઇને જણાવ્યા વીના પાછો બેંગ્લોર આવી જઇને બધી જ ચાવીઓ ડુપ્લીકેટ બનાવી લઇશ.. કોઇને ખબરેય નહીં પડે. મનનાં આ તરંગને બહુ મજબુત ના થવા દીધો. કારણ કે મુંબઇમાં સાળાનાં દીકરાનાં લગ્ન હતા. અને હિસાબ જમાઇ તરીકે તેને સાચવવાનો હતો. કાનન જાગી ગઈ હતી અને તંગ નસો હોય તો તે તરત જ પકડી પાડે. તેથી સહજ રહી શાંત દેખાવાનો અભિનય ચાલુ રાખ્યો.

સાંતાક્રુઝ એરપોર્ટ પર પ્લેન ઉતરી ચુક્યું હતું.

અનીલે ઊભા થઇને ઉપરથી બેગ ઉતારી અને ટપ્પ દઇને ચાવીનો ઝુડો બહાર પડ્યો. કાનન બોલી, "જરા ધ્યાન રાખો આ ચાવીનો ઝુડો પડ્યો.

કૂકરનું ઢાંકણું ખુલે અને જેમ વરાળ હવા થઇ જાય તેમ અનીલનાં મોં પરની તંગ રેખાઓ હળવી થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational