થોમસ આલ્વા એડિસનના મા
થોમસ આલ્વા એડિસનના મા
બાળક થોમસ આલ્વા એડિસને એક દિવસ ઘરે આવીને સ્કૂલમાંથી આપવામાં આવેલી એક ચિઠ્ઠી એની માતાને આપી. ચિઠ્ઠી વાંચીને માતાએ એડિસનને કહ્યું કે તારા ટીચરે લખ્યું છે કે થોમસ એટલો પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી છોકરો છે કે આ સ્કૂલ એના માટે ટૂંકી પડે છે, એને ભણાવી શકે એવા શિક્ષકો અમારી સ્કૂલમાં નથી. આથી એણે હવે સ્કૂલે આવવાની જરૂર નથી ને તમે જ એને ઘરે ભણાવો.
વર્ષો પછી માતાનાં મૃત્યુ બાદ ઘરની સાફસફાઈ કરવા દરમિયાન એડિસનને પેલી ચિઠ્ઠી હાથમાં આવી. એણે ચિઠ્ઠી વાંચી, ‘તમારો દીકરો સાવ ઠોઠ છે, માનસિક બીમાર છે. એ જિંદગીમાં કશું કરી શકે એમ નથી. અમે એને સ્કૂલમાંથી કાઢી મૂકીએ છીએ.’ આંખમાં આંસુ સાથે એડિસને એ ચિઠ્ઠીમાં નીચે એક લાઈન ઉમેરી: થોમસ ખરેખર ઠોઠ નિશાળિયો હતો, પણ એનું રૂપાંતર સદીના સૌથી મહાન સંશોધકમાં કર્યું એની જનેતાએ.
