Bhumi Machhi

Inspirational Tragedy Others

2.0  

Bhumi Machhi

Inspirational Tragedy Others

થોડું કંઇક કહોવાયેલું...!

થોડું કંઇક કહોવાયેલું...!

1 min
14.2K


એની ચાલ-હાવભાવ પરથી લાગતું હતું કે એ ખુદને સ્ટાઇલીશ સમજતી હતી. કૉફી-બીન્સ જેવો રંગ અને જુના-પુરાણા પણ કપડા મોર્ડન તો હતાં જ..! મોંઢામાં પડીકી અને હાથમાં હતો મોબાઇલ... વારેઘડીએ કારણ વગર બટન દબાવીને ફ્લેશલાઇટ ઑન-ઑફ કરતી હતી. હાથમાં પડેલા કાપા અને એમાં ભરાયેલો મેલ કહેતો હતો કે એ લોકોના ઘરે વાસણ-કપડા કરતી હશે.

"કોઇ ટેમ્પા નીચે આયીને મરી કેમ જતો નથી. તારો રાજ્યો ગાય... સાલા પીધેલા... મારું જીવતર બગાડ્યું હવે ફોન ના કરતો...”

હોઠના ખુણે વારે-વારે આવતું લાલ રંગનું થુંક એ હાથ વડે લુછતી જતી હતી અને ફોન પર એના વરને ગંદી-ગંદી ગાળો આપતી હતી. કાન પરથી મોબાઇલ હટાવી સ્ક્રીન પર જોતી હતી કોઇનો ફોન વેઇટીંગમાં હતો. એને ફોન વચ્ચેથી જ કાપી નાખ્યો અને પેલો કૉલ રિસીવ કર્યો : "હા, રસ્તામાં જ છું આવી ગઇ... હા એડ્રેસ તો લખેલું જ છે ને." એને રીક્ષાવાળાને એડ્રેસવાળી ચબરખી આપીને ભાડું પૂછ્યું. કોઇ સસ્તા ગેસ્ટરૂમનું એડ્રેસ હતું!

એના કપાળ પર ચિંતાની કરચલીઓ સાફ દેખાતી હતી.

હું એને તાકી-તાકીને જોતી હતી એની નજર મારા પર પડી અને મેં સ્મિત કર્યુ અને એને એને જવાબમાં કહ્યું : "શું કરવાનું ભાયડામાં ઠેકાણા ના હોય તો બધીયે જાતના લફડા કરવા પડે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational