Bhumi Machhi

Tragedy

2.8  

Bhumi Machhi

Tragedy

હું...એના મૃત્યુની રાહમાં...!

હું...એના મૃત્યુની રાહમાં...!

1 min
14.5K


                                               

હું પલંગ પર એમજ પડી રહી. ફરતા પંખાને એકીટશે જોવાની આદત પડી છે. મોટા ભાગની વાતોનો અંત સેક્સથી આવતો... મારી ના હોય છતા પણ! એના શરીરની ગંધથી ચીતરી ચઢતી હતી. છેલ્લે હું આ પંખાને જોયા કરતી... હજીયે આદત નથી ગઇ.

એને વાત-વાતમાં વાંકુ પડે. જમવામાં સહેજે ય આઘું-પાછું થાય કે પીરસેલી થાળી છુટ્ટી ફેંકે. દિવસો સુધી એક જ વાત લઇને ઝગડ્યા કરે.. ક્યારેક આખી રાત ઉજાગરા કરાવે. મારી આંખો બંધ થવા માટે તરફડિયા મારતી હોય. પણ છતાંય સવારમાં સમયસર ઉઠી જવું જ પડે.

એ કહેતો કે એના ઘરમાં રહેવું હોય તો એના નિયમાનુસાર રહેવું પડશે. જ્યારે મારે ત્યારે પહેલા વાળ જ પકડે.. હું પ્રયત્ન કરતી પણ એને ખુશ ન કરી શકતી... લોકોને લાગતુ કે હું નસીબદાર છું! હું થાકી ગઇ હતી. અહીંથી છુટીને જઉં પણ ક્યા ? પણ હવે, હું કલાકો સુધી બાથરૂમમાં શાવર નીચે પલળ્યા કરું છું...અને કુંભકર્ણની જેમ સુઇ રહુ છું.. ભુખી તો સહેજેય નથી રહેતી. ઘર અસ્તવ્યસ્ત જ છે.. થોડુ એકાંત હજી માણી લઉં પછી બહારની દુનિયા પણ જોવાશે. જ્યારે કોઇ મરી જાય અચાનક ત્યારે કબાટમાં રહેલા એના કપડાની થપ્પી, એની વાપરેલી વસ્તુઓ તરફ ધ્યાન જાય વારે-વારે. હું ધીરે-ધીરે બધું જ કાઢી નાખીશ.. એની વસ્તુઓ ફેંકી દઇશ. હા હું એના મરવાની રાહ જોતી હતી અને એને અકસ્માત નડ્યો. બહુ જ ભયંકર મૃત્યુ મળ્યુ એને... મને દુ:ખ થયુ! મારા વર્ષો બરબાદ થયા... આટલું મોડું કેમ થયું એના મૃત્યુને આવવામાં..?

 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy