થેંક યુ
થેંક યુ


રોજ સવાર પડે લાઈબ્રેરીની પરસારમાં વહેલાં આવતાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ ઉત્સાહથી સફાઈ કરતાં સફાઈ કામદારનાં દર્શન થાય. કોઈ નિખાલસ વ્યક્તિ તેને આંખોના ઈશારે બોલાવે અને કોઈ ભાગ્યે જ એને 'કેમ છો ?' એમ કહીને બોલાવે.
સફાઈ બાદની ચકચકિત લાઈબ્રેરીમાં સૌ આરામથી હુંફ સાથે બેસે. પણ એ હુંફના જનક સફાઈ કામદારને કોઈ 'કેમ છો?' એમ પણ ના કહી શકે ત્યારે તેમને લીધેલા શિક્ષણ પર શંકા જાય.
છેલ્લા બે દિવસથી તેઓ (સફાઈ કામદાર) આવ્યા નહોતાં. લાઈબ્રેરીમાં ગંદકીનાં ઢેર થઈ ગયાં. મને ત્યારે એમ થયું કે રોજ નહી તો કાંઈ નહી પણ કયારેક તો આ લોકોને તેમની કદર થશે. પણ હું ખોટું વિચારી રહ્યો હતો. એ જ લોકો જેઓને એમનાં હાલચાલની કોઈ ખબર ન હોવા છતાં કે તેઓ કેમ નથી આવ્યા, પણ આવાં શબ્દો
કહે છે, " કામચોર દેખાતો નથી...!"
મેં એવાં લોકો પણ ઘણાં જોયાં છે જેઓ દરેક વર્ગને મિત્ર માને છે અને વારેઘડીએ એમની પ્રખર સેવા અથવા ડ્યુટી માટે 'થેંક યું !' કહે છે.
કયારેય કોઇ તમારા સંપર્કમાં આવાં વ્યક્તિ 'થેંક યુ ' ભલે ના કહો પણ તેઓ કદાચ કામ પર ના આવે તો 'કામચોર ' તો ના જ કહેતાં.