થાય એટલું કરીએ
થાય એટલું કરીએ


ભારતમાં ગુજરાત ખૂબ નસીબદાર છે જેને ખૂબ મોટો દરિયા કિનારો મળેલ છે. આવા જ એક દરિયાકિનારાની આ વાત છે. ખૂબ મોટા નગરના દરિયા કિનારા ઉપર દરરોજ શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને તાજગી આપવા માટે લોકો નિયમિત સવારના વોકિંગમાં ચાલવા આવતા હતા. આવું રાત્રે પણ બનતુ હતુ. અમે પણ આમાં નિત્ય જોડાતા.
એક દિવસ બન્યું એવું દરિયાના મોજા સાથે કેટલીક માછલીઓ બહાર આવી રહી હતી. એક ભાઈ તેને પોતાના ખોબામાં ભરીને પાછો તે દોડીને દરિયાના પાણીમાં નાખી આવતો. ફરી પાછો મોજા સાથે આવતી માછલીઓને પોતાના ખોબામાં લઈ દોડી દરિયામાં નાખી આવતો. આવું વારંવાર બનતું. દસ દિવસ વીતી ગયા પછી અમને પણ લાગ્યું લાવને જરા આમને પૂછી લઉં અમે ઉત્સુકતાપૂર્વક એમને પૂછ્યું. તો એ માણસ જે જવાબ આપ્યો એ અમારા જીવનનો નિત્યક્રમ બની ગયો તે જવાબ આપ્યો કે મારાથી બનતો પ્રયત્ન કરું છું જેટલી પણ બહાર રહી ગયેલી માછલીને હું મારા ખોળામાં સમાવી લઉં એટલી માછલીને હું નિત્ય બચાવી લઉં છું.
એટલે કે આપણને એટલું કામ અથવા તો આપણે જયાં જેટલી સેવા મળી છે એને વ્યવસ્થિત રીતે આપણે પાર પાડવામાં આવે તો ચોક્કસ આપણે જીવનમાં પણ સફળ થઈશું તેમાણસ અમને ઘણું બધું શીખવતો ગયો.
આ ઉપરથી અમને શીખવા મળ્યું કરીએ એટલુ થાય અને થાય એટલું કરીએ