તડપ
તડપ
શેરડી કાપતા કોયતાનો છોકરો રવલો, શાળામાં જતા છોકરાઓની પાછળ જઈ, શાળાની બહાર ઉભો રહી શિક્ષક ભણાવે તે ધ્યાનથી જુએ, સાંભળે ઘરે આવી ધૂળમાં લખી પાકું કરે. દીકરાની ભણવાની તડપ જોઈ રવલાના પિતા શાળામાં ગયા. મસમોટું ખર્ચાની યાદી જોઈ વિચારી રહ્યા દીકરાને શું જવાબ આપું ?
થોડાં વર્ષો પછી રવલો, આજ શાળામાં શિક્ષણાધિકારી બનીને આવ્યો.
